ખબર છે...! સોમવારે તમે કેમ રહો છો ઉદાસ

By Kumar Dushyant
Subscribe to Boldsky

ઓફિસ જનારાઓ માટે સોમવારનો દિવસ ખરાબ ગણવામાં આવે છે. તમે તેને મંડે બ્લૂના નામથી પણ બોલી શકે છે. આ દિવસે શરીરમાં થાક અને મન ઉદાસ રહે છે અને કંઇપણ કામ કરવાનું મન થતું નથી. સોમવારનો દિવસ કેમ કોઇને પસંદ આવતો નથી? અથવા તો તેની પાછળ કોઇ મનોવૈજ્ઞાનિક કારણ છે અથવા તો પછી ઓફિસ જઇને અઠવાડિયા સુધી બોસની કચકચનો ડર.

આ 11 આદતો સુધારો અને ગ્રહોને બનાવો બળવાન

જો આપણે આપણા મનમાં વસેલા ડરને જાણી લઇશું ત્યારે આપણે આ મનમાં ભરાયેલી આળસને પછાડી શકીશું. એટલા માટે આવો જાણીએ કેટલાક એવા કારણ જેના લીધે તમે સોમવારે ઓફિસ જવામાં આળસ અનુભવો છો અને કેવી રીતે તેનાથી છુટકારો મેળવી શકશો.

સોમવારના દિવસે આળસ

સોમવારના દિવસે આળસ

આપણી લાઇફસ્ટાઇલ ખરાબ અને વ્યસ્ત થઇ ચૂકી છે. દરરોજ 6 વાગીને ઉઠીને ઓફિસ જનાર વ્યક્તિ વીકેંડ પર 12 વાગે પથારીમાં જાય છે અને બીજા દિવસે 12 સુધી ઉંઘીને ઉઠે છે, જેથી તેની અંદર સોમવારના દિવસે આળસ સમાઇ જાય છે.

શરીરમાં બોડી ક્લોક

શરીરમાં બોડી ક્લોક

આપણા શરીરમાં એક બોડી ક્લોક છે, જે આપણને પળ-પળ ઇશારો કરતી રહે છે. પરંતુ વીકેંડ્સ પર આપણે તેની વાતોને સાંભળવાની મનાઇ કરી દઇએ છીએ અને બે દિવસ સુધી આપણી મરજીથી ઉંઘીએ છીએ, ખાઇએ છીએ અને ઉઠીએ છીએ. જેથી સોમવારના દિવસે આપણમાં આળસ ભરાઇ જાય છે.

શું તમે સોમવારે માથાના દુખાવા સાથે ઉઠો છો?

શું તમે સોમવારે માથાના દુખાવા સાથે ઉઠો છો?

શું તમે સોમવારના દિવસે માથાના દુખાવા સાથે ઉઠો છો? આમ એટલા માટે કારણ કે તમે વીકેંડ્સ પર હદથી વધુ ઉંઘી ચૂક્યા હોવ છો અને આ વસ્તુ તમારા શરીરની આદત નથી. તમે જેટલું વધુ ઉંઘશો તમને એટલી વધુ ઉંઘ આવશે.

વીકેંડ પર આરામ કરવો જોઇએ

વીકેંડ પર આરામ કરવો જોઇએ

ક્યારેક-ક્યારેક વીકેંડ પર લોકો ફરવા જતા રહે છે અને રવિવારની રાત્રે ઘરે પરત આવે છે, જેથી તેમને સોમવારે થાક અનુભવાય છે. તમારી અંદરની બધી ઉર્જા ફરવામાં ખર્ચાઇ ગઇ હોય છે. તમારે વીકેંડ પર આરામ કરવો જોઇએ અને શરીરના થાકને દૂર કરવો જોઇએ.

હેંગઓવર

હેંગઓવર

શનિવારે પાર્ટીનો પ્લાન છે તો ધ્યાનથી પાર્ટી કરવી જોઇએ. આ દરમિયાન વધુ ડ્રીંક કરવું જોઇએ નહી કારણ કે હેંગઓવરથી તમે બે સુધી પરેશાન રહેશો.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary
    Monday is unanimously voted the worst day of the week. Call it Monday morning blues or a the burden of going back to work, we are at our lazy best on Mondays.
    Story first published: Monday, September 1, 2014, 12:07 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more