જાણો, નામના પહેલાં અક્ષરમાં છૂપાયું છે જીવનનું કયું રહસ્ય

Posted By: Staff
Subscribe to Boldsky

શેક્સપીયરે એકવાર કહ્યું હતું કે નામમાં શું રાખ્યું છે? પરંતુ આપણા જીવનમાં નામ ઘણું જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આપણું નામ આપણા વ્યક્તિત્વને પરિભાષિત કરે છે. ક્યારેક ક્યારેક આપણું નામ આપણા ગણુ અને આપણા ભાગ્યનું પ્રતિબિંબ પણ બની જાય છે. આપણું નામ ઘણા પ્રભાવશાળી રીતે આપણા વ્યક્તિત્વને પ્રભાવિત કરે છે. આપણા નામનો પહેલો અક્ષર જણાવે છેકે આપણે કેવા પ્રકારની વ્યક્તિ છીએ અને આપણે આપણા જીવનમાં શું-શું કરી શકીએ છીએ.

આપણા નામમાં એ શક્તિ છે, જે આપણા જીવનને આકાર આપવામાં મદદ કરે છે. તો જો તમને લાગે છેકે તમારું નામ કયા અક્ષરથી શરૂ થાય છે, તેનાથી તેમને કોઇ ફેર પડતો નથી તો એકવાર વિચારી લો. જીવન સાથે જોડાયેલા પહેલુંઓ પર તેની ગાઢ અસર પડે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે નામના પહેલા અક્ષરનો શું અર્થ થાય છે.

A

A

જો તમારા નામનો અક્ષર Aથી શરૂ થાય છે, તો એવી વ્યક્તિ આકર્ષક હોય છે અને સંબંધો તથા પ્રેમને ઘણું મહત્વ આપે છે. આ લોકો રોમેન્ટિક નથી હતા. તેમને ધીમી સફળતા મળે છે અને જ્યારે સફળતા મળે છે ત્યારે તેઓ ચરમ સીમા પર હોય છે.

B

B

આ લોકો ઘણા જ મહેનતી હોય છે, તેથી આ નામના લોકો સેના અથવા બીજા જોખમી ક્ષેત્રોમાં પોતાની કારકિર્દી ઘડે છે. આ લોકો રોમેન્ટિક પણ ઘણા જ હોય છે. તેમના મૂડી સ્વભાવ અને બોલકા સ્વભાવના કારણે લોકો તેમને ઘમંડી કહે છે. આ લોકોના વધારે મિત્રો હોતા નથી, પરંતુ જે હોય છે તે પાક્કા હોય છે.

C

C

આ લોકો ઘણા જ મિલનસાર અને ખુશ દિલ હોય છે. તેમને સ્પષ્ટ બોલવું વધારે પસંદ હોય છે પરંતુ તેઓ જાણી જોઇને કોઇનું દિલ દુઃખાવતા નથી. તેમને પ્રેમ પર વધારે વિશ્વાસ હોય છે. તેઓ દેખાવે સુંદર હોય છે અને પોતાની કારકિર્દીમાં ઘણું નામ કમાય છે.

D

D

આ સેલ્ફમેડ વ્યક્તિ હોય છે. તેમની પાસે સરસ્વતી અને લક્ષ્મી બન્નેની કૃપા હોય છે. તેમની પાસે તમે બેસો તો તમને જરૂર કંઇક નવું શીખવા મળશે, પરંતુ પોતાના જીદ્દી સ્વભાવના કારણે તેમને લોકો ઘમંડી કહે છે.

E

E

આ વ્યક્તિ વધારે બોલે છે અને ઘણા જ મજાકિયા હોય છે. તેઓ જીવનને સહેલાયથી જીવવામાં અને વધારે ચિંતા નહીં કરવામાં માને છે, તેમની પાસે શિક્ષા, વ્યવસાય, રુતબો અને પૈસા એટલા જ હોય છે, જેટલાની તેમને ચાહત છે. તેઓ હંમેશા ખુશ રહેનારા લોકો હોય છે.

F

F

આ અક્ષરના નામવાળા ઘણા જ પ્રેમાણ અને દયાળું હોય છે. તે પોતાનું દરેક કામ દિલથી કરે છે તેથી તે ઘણા જ ક્રિયેટિવ ગણાય છે. તેઓ ઘણા જ મદદગાર, આકર્ષક અને રોમેન્ટિક હોય છે.

G

G

આ લોકો સાફ દિલ અને સીધા હોય છે, તેથી તેમને ઘણા લોકો મુર્ખ બનાવી દે છે, પરંતુ આ લોકો એવા હોય છે, જે પોતાની ભૂલોનું પુનરાવર્તન કરતા નથી, પરંતુ તેમાથી બોધપાઠ લઇને આગળ વધવાનો પ્રયાસ કરે છે અને ખાસા સફળ પણ થાય છે. તેમના મિત્રો ઘણા ઓછા હોય છે, આ લોકો શાંતિપ્રિય હોય છે, પરંતુ જ્યારે તેમને ગુસ્સો આવે છે, તો સામેવાળા માટે મુશ્કેલી સર્જી દે છે. તેમનામાં આત્મવિશ્વાસ વધારે હોય છે. સામાન્ય રીતે આ લોકો ઓછું બોલવાનું પસંદ કરે છે.

H

H

આ લોકો સંકુચિત અને સંવદેનશીલ હોય છે. તેમને રહસ્યમયી પણ કહેવામાં આવે છે, કારણ કે, આ લોકો પોતાની કોઇવાત કોઇને જણાવતા નથી. તેમને પોતાની સન્માનની ઘણી ચિંતા રહે છે. તેમનું દિમાગ ઘણું તેજ હોય છે. આ લોકો સતત રાજકીય અને પ્રશાસનિક ક્ષેત્રમાં દેખાય છે. આ લોકો પૈસાનો માત્ર પોતાના પર જ ખર્ચ કરે છે.

I

I

આ લોકો ઘણા જ હિંમતી હોય છે અને તેઓ જે વાત સાચી હોય છે, ત્યાં કોઇપણ ભય વગર ઉભા રહે છે. આ લોકો ઘણા સ્ટાઇલિશ પણ હોય છે. આ લોકો પોતાની કારકિર્દી ફેશન અથવા ક્રિયેટિવ ફિલ્ડમાં બનાવે છે.

J

J

આ લોકો અંદર અને બહાર બન્ને રીતે સુંદર હોય છે. આ લોકો પોતાના પાર્ટનર પ્રત્યે ઘણા પ્રામાણીક હોય છે. જે વસ્તુ મેળવવા માગે છે તેને મેળવી લે છે, પરંતુ પોતાના દમ પર. પૈસા, રુતબો, પ્રેમ દરેક વસ્તુ તેમની પાસે બહોળી માત્રામાં હોય છે. જે પણ તેમને હમસફરના રૂપમાં મેળવે છે, સમજી લો કે તે ભાગ્યશાળી હોય છે. કારણ કે તેમને એ વ્યક્તિ મળી ગઇ છે, જેની પાસે બધું જ છે.

K

K

આ લોકો કંઇપણ સમજ્યા વગર બોલી નાખે છે. પોતાના ફાયદા માટે આ લોકો કોઇપણ હદ સુધી જઇ શકે છે. લોકો તેમનાથી ડરે છે, તેમની સામે પોતાની વાત કહેવામાં અચકાય છે. તેમને જીવનમાં રિસ્ક લેતા આવડે છે. તેઓ દેખાવે સુંદર હોય છે.

L

L

આ લોકો કોઇનું દિલ દુઃખાડવાનું નથી વિચારતા. તેમને મોટી વસ્તુઓ નથી જોઇતી હતી, તેઓ નાની-નાની વસ્તુઓમાં જ ખુશ હોય છે. આ લોકો હંમેશા ખુશ રહે છે. આ લોકો દરેકનની ધડકન બનવાનું પસંદ કરે છે. તેમની પૈસાની ઉણપ હોતી નથી.

M

M

આ લોકો જીદ્દી વધારે હોય છે. આ લોકો એક વસ્તુને પકડી લે તો તેને ક્યારેય છોડતા નથી. સામાન્ય રીતે આ લોકો રાજકારણમાં વધારે જોવા મળે છે. આ લોકો સારા વક્તા અને લેખક પણ હોય છે. તેઓ હંમેશા ઉંડા ચિંતનમાં ડૂબેલા રહે છે અને ભાવુક પણ હોય છે.

N

N

આ લોકો ઘણા ઝડપથી બોર થઇ જાય છે. આ લોકો સ્વતંત્ર વિચારોવાળા અને દેખાડો કરનારા લોકો હોય છે. હંમેશા પોતાના અંગે વિચારનારા અને કોઇપણ વસ્તુને મેળવવાની કામના રાખે છે, એ પણ કોઇપણ પ્રકારની મહેનત વગર. આ લોકો મોફટ અને સ્વાર્થી પણ હોય છે.

O

O

આવા લોકો છૂપા રુસ્તમ હોય છે. આ નામના લોકો ઘણા જ આકર્ષક હોય છે. આ લોકોમાં ઉર્જા પણ વધારે હોય છે, તેથી લોકો તેમને વધારે પસંદ કરે છે. આ લોકો ઓફીસમાં ઉંચા પદ પર હોય છે. પ્રેમ, ભાવના અને સંબંધો આ લોકો માટે ઘણા જ મહત્વ ધરાવે છે. તેથી આ લોકોના મોટાભાગે પ્રેમ લગ્ન પણ કરે છે.

P

P

આ લોકો પોતાની ઇજ્જત અને માન-સન્માનનું ઘણું ધ્યાન રાખે છે. આ લોકોમાં ટેલેન્ટ પણ ઘણું હોય છે. ક્રેયેટિવ હોય છે. તેમની પાસે સારું એવું ધન હોય છે. આકર્ષક છબીના માલિક હોય છે. તેમના પોતાના અલગ સિદ્ધાંત હોય છે, તેની સાથે તેઓ સમજૂતિ કરતા નથી.

Q

Q

આ લોકો ખાલી બેસી શકતા નથી, તેમને કંઇકને કંઇક કરતા રહેવાનું પસંદ હોય છે. તેમને નાની-નાની વાતમાં ખુશીઓ મળે છે. આ લોકો પોતાની દુનિયામાં ખોવાયેલા રહે છે. આ લોકો સારા જીવનસાથી હોય છે. તેમને ગુસ્સો સામાન્ય રીતે ઓછો આવે છે પરંતુ જ્યારે પણ આવે છે, ત્યારે તે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે.

R

R

આ લોકો ઘણા તેજ, દિલના સારા, લોકો સાથે મતલબ નહીં રાખનારા અને ઓછું બોલનારા હોય છે. તેમને ત્યાં સારું લાગે છે, જ્યાં તેમને જ્ઞાન મળે છે. કોણ શું કહી રહ્યું છે, કરી રહ્યું છે તેનાથી તેમને કોઇ મતલબ નથી હોતો. તેથી મોટાભાગે તેમના લગ્નજીવનમાં આ વાતને લઇને ખટપટ રહ્યાં કરે છે.

S

S

આ લોકો બહુમુખી પ્રતિભાના માલિક હોય છે. વધુ વાત કરનારા આ લોકોને ટીકાઓનો પણ સામનો કરવો પડે છે. આ લોકો રહસ્યમયી હોય છે અને પોતાની બાબતોને વધારે સ્પષ્ટ નથી કરતા. પોતાના પ્રેમ પ્રત્યે સચેત રહેનારા આ લોકો ઘણા જ શક્કી મિજાજી હોય છે. પૈસા, રુતબો હાસલ કરનારા આ લોકો પોતાની વસ્તુ સહેલાયથી કોઇને આપતા નથી. આ લોકો કંજૂસ હોય છે, દેખાડાને વધારે પસંદ કરે છે.

T

T

આ લોકો વઘારે બુદ્ધિમાન, કેયરિંગ પરંતુ પોતાની ભાવનાઓને વ્યક્ત ન કરી શકનારા હોય છે. તે પોતાની ખુશી અને ગમ જલદી કોઇને સંભળાવતા નથી. આ લોકો પૈસા અને શૌહરત કમાય છે.

U

U

આ લોકો હોશિયાર અને નેકદિલ હોય છે, જે બીજાને ખુશી આપવામાં વિશ્વાસ રાખે છે. આ લોકો હંમેશા હસતાં રહે છે, પરંતુ તેમને સફળતા મોડી મળે છે. આ લોકો મસ્તમૌલા પ્રકારના હોય છે. બાળકોને ઘણો પ્રેમ કરે છે.

V

V

આ લોકોને રોક-ટોક જરા પણ પસંદ હોતી નથી. સ્વતંત્ર વિચારોના હોય છે. તેમનું દિલ સાફ હોય છે, આ લોકો લાગણીઓની કદર કરે છે. આ લોકો પોતાની વાતોને કોઇની સાથે શેર કરતા નથી.

W

W

આ લોકો બીજા પર વગ દાખવતા હોય છે. જ્યાં તેમને સાંભળનારા કોઇ હોતા નથી ત્યાંથી તેઓ જતા રહે છે. આ લોકો દિલના ખરાબ નથી હોતા, પરંતુ લોકો તેમને જલદી સમજી શકતા નથી. તેમની પાસે ઘણી ધન-દોલત અને રુતબો હોય છે, જેના કારણે આ લોકો ઘમંડી પણ હોય છે.

X

X

આ લોકોમાં ધીરજ નથી હોતી, તેથી તેઓ બધા કામમાં ઉતાવળ કરે છે, પરંતુ જેટલી ઝડપથી આ લોકો વસ્તુ મેળવવાનો પ્રયાસ કરે છે એટલા જ જલદી એ વસ્તુ પ્રત્યેનો તેમનો રસ ઘટી જાય છે. આ લોકો ક્યારે શું કરશે તેની તેમને ખબર નથી હોતી, પરંતુ આ જે વસ્તુની ઇચ્છા કરે છે તેને મેળવીને રહે છે. તેથી આ લોકો જીવનમા ઘણા સફળ થાય છે.

Y

Y

આ લોકો વધારે બોલતા નથી અને એકલા રહેવાનું પસંદ કરે છે. તેઓ સ્પષ્ટવાદી હોય છે. તેથી તેઓ ક્યારેક કડવા વાક્યો પણ બોલી નાખે છે. આ લોકો સમજૂતિમાં વિશ્વાસ નથી રાખતા. તેમની યાદશક્તિ અને કલ્પનાઓ ઘણી મજબૂત હોય છે.

Z

Z

આ લોકોને દેખાડો પસંદ નથી, આ લોકો સીધાસાદા અને ગંભીર હોય છે. પોતાની વાતને સ્પષ્ટ કહેનારા આ લોકો કોઇની સાથે દગો કરતા નથી. દેખાવે આ લોકો ઘણા સીધા લાગતા હોય છે, પરંતુ આ લોકો મુર્ખ નથી હોતા. આ લોકો જ્યાં પણ રહે છે, તેમની છબી તેમને લોકપ્રીય બનાવી દે છે.

English summary
The first letter of your name defines the kind of person you are and all that you are capable of doing in your life. Your name has the power to determine your choices and the decisions which shape your life. So, what is the secret behind your name? If you want to find out then read on.