પોતાના લગ્નમાં કેવી રીતે રાખશો પ્રાઇવસી?

Posted By:
Subscribe to Boldsky

આપ જેવા લગ્ન કરો છો આપના મનમાં અનેકો સવાલો પેદા થઇ જાય છે. આ વિચારો માત્ર આપના મનમાં જ નહીં પરંતુ તમારા સંબંધીઓ અને મિત્રો તેમજ તમારી સાથે જોડાયેલા તમામના મનમાં આપના લગ્ન સાથે જોડાયેલા વિચારો આવવા લાગે છે.

તેઓ આપના લગ્નની તમામ પ્રાઇવેટ વાતો જાણવા ઇચ્છુક બની જાય છે. પરંતુ અહી આપે ખૂબ જ સાવધાનીપૂર્વક રહેવું પડશે કારણ કે તેમનું ક્યાંક મોઢું ખુલી ગયું તો મુશ્કેલી થશે. આપે ખુદ આપના લગ્નની પ્રાઇવસી જાળવવી પડશે નહીંતર લોકો આપના લગ્નની મજાક બનાવીને મૂકી દેશે.

જો આપને આપના લગ્નમાં પ્રાઇવસી મેન્ટેન કરવી હોય તો કેટલીક વાતોનો ખાસ પ્રકારે ધ્યાન રાખવો પડશે, પોતાની ખાનગી વાતો અને પતિ સાથે ચાલી રહેલા મત-મતાંતર અંગે કોઇની સાથે વાત ના કરો. પળેપળની જાણકારી કોઇને આપવી યોગ્ય વાત નથી. આજે અમે આપને આ અંગે પણ ટિપ્સ આપીશું, કે તે લોકોને કેવી રીતે જવાબ આપવા જે લોકો આપના વિવાહીત જીવનમાં જબરદસ્તી ઘુસી આવે છે.

આવો જાણીએ સ્લાઇડરમાં....

પળ પળની માહિતી આપવી નહીં

પળ પળની માહિતી આપવી નહીં

ખાસ કરીને મહિલાઓએ એ વાત પર ધ્યાન આપવું જોઇએ કે તેમણે પોતાના ઘરેલું જીવનની પળેપળની માહિતી પોતાની બહેનપણીને કહેવી જોઇએ નહીં.

કાર્યક્રમોમાં ખાનગી વાતો ના કરો

કાર્યક્રમોમાં ખાનગી વાતો ના કરો

તમે કોઇ કાર્યક્રમમાં કે પ્રસંગમાં હાજરી આપવા ગયા હોવ ત્યારે તમારા ઘરની કોઇપણ ખાનગી વાતોને તમારા મિત્રો સાથે કરવી નહીં.

પતિ સાથેની લડાઇ સખાને કરવી નહી

પતિ સાથેની લડાઇ સખાને કરવી નહી

બની શકે કે આપની કોઇ ખાસ મિત્ર હોય જેને આપ આપના જીવની તમામ વાતો શેર કરતા હોવ, પરંતુ એક વાતનો ખ્યાલ રાખવો કે પતિ સાથે થયેલા ઝઘડા અને મતભેદ અંગેની વાતો શેર કરવી નહી.

જાહેરમાં લડવું નહી

જાહેરમાં લડવું નહી

જો આપ આપના પતિથી નારાજ અથવા તેમની પર ગુસ્સો આવ્યો હોય તો શાંત રહેવું જાહેરમાં લડવું નહીં, જો એવું નહીં કરો તો જાહેરમાં તમારા બંનેની ફજેતી થશે. અને તમારી કોઇ ઇજ્જત કરશે નહીં.

ગોળગોળ જવાબ આપવા

ગોળગોળ જવાબ આપવા

કેટલાંક લોકોની એવી આદત હોય છે કે તે આપના ખાનગી જીવનમાં પણ પરોણા મહેમાનની જેમ ઘુસી આવે છે. માટે આવા લોકો જો તમારા લગ્નેતર જીવન અંગે જાણવાની કોશિશ કરે છે તો તમે તેમને ગોળગોળ જવાબ આપીને પોતાનાથી દૂર કરી લો.

સેક્સની વાતો કરવી નહી

સેક્સની વાતો કરવી નહી

મહિલાઓ હોય કે પુરુષ બંને પોતાની સેક્સ લાઇફને પોતાના મિત્રો સાથે શેર કરે છે. કેટલાંક લોકો પોતાની સેક્સ લાઇફને ખૂબ જ એન્જોય કરે છે, જ્યારે કેટલાંક લોકો સેક્સમાંથી થોડો બ્રેક ઇચ્છે છે. એવામાં આપની સામે દરેકજણ સેક્સલાઇફને ખુશીખુશી એન્જોય કરી રહ્યા છે અને તમે તેવું ના કરી શકતા હોવ તો તમારી વાતને તેમને તેમનાથી શેર કરશો નહી.

વાતને ફેરવી દેવી

વાતને ફેરવી દેવી

ક્યારેક એવું પણ કરવું હિતાવહ છે કે આપને પૂછાયેલા સવાલોને તેમની પર થોપી દેવા. તેનાથી બીજાના જીવનમાં મજા લેનારા લોકો કોઇ પ્રશ્ન પૂછ્યા પહેલા વિચારશે.

બંનેએ પ્રાઇવસી મેઇન્ટેન કરવી જોઇએ

બંનેએ પ્રાઇવસી મેઇન્ટેન કરવી જોઇએ

પ્રાઇવસી મેઇન્ટેન કરવી એક વ્યક્તિના હાથમાં નથી હોતું, તો તેને બંને પાર્ટનરે રાખવી જોઇએ, આવું કરવાથી આપનું લગ્નેત્તર જીવન સારું ચાલશે.

English summary
As soon as you tie the knot, there are millions of questions that you always need to answer. Everyone just wants to know how your marriage life is going, are you happy etc. But, there are few things that you do not want to share with anyone.