For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આપના ઓફિસ ડેસ્કને બનાવો કઇક આવી રીતે સુંદર!

|

શું આપ જાણો છો કે ઘણા લોકોને ઓફિસનું કામ શા માટે બોરિંગ લાગે છે? એવું એટલા માટે છે કારણ કે ઓફિસ ડેસ્ક પર ચારે બાજું દુનિયાભરનો સામાન વિખેરાયેલો પડેલો હોય છે, અને તેને સજાવટ કરવામાં નથી આવ્યું હોતું.

જો આપ આપના ઘરથી વધારે સમય આપની ઓફિસમાં વિતાવતા હોવ તો એ જરૂરી છે કે ઓફિસ ડેસ્કને એવી રીતે સજાવવામાં આવે જેથી તેના પર બેસીને કામ કરવાનું દિલ કરે. ઓફિસ ડેસ્કને સજાવ્યા પહેલા એ વાત પર ધ્યાન આપો કે ત્યાં કઇ કઇ વસ્તુઓને બદલવાની જરૂરીયાત છે.

ઘણા લોકોને લાગે છે કે તેમના ડેસ્ક પર લાઇટીંગને બદલવાની જરૂરીયાત છે, તો તેઓ પોતાના ડેસ્ક પર લેમ્પ લગાવી લે છે. જો આપ પણ આપની ઓફિસ ડેસ્કને સજાવવાનું વિચારી રહ્યા છો તો અમારી આપેલી ટિપ્સને જરૂર અપનાવો.

સાફ-સફાઇ રાખો

સાફ-સફાઇ રાખો

જો આપનું ઓફિસ ડેસ્ક ભરેલું પડેલું છે તો આપ તેને ગમે તેટલું સજાવી લો, કોઇ ફર્ક નથી પડવાનો. હંમેશા ડેસ્કને સાફ રાખો જે વસ્તુઓની જરૂરીયાત ના હોય તેને નીકાળી દો અને ડ્રોવરમાં મૂકી દો.

ફોટો લગાવો

ફોટો લગાવો

તમારી ડેસ્કને તમારુ બનાવવા માટે ત્યાં તમારા પરિવાર, પતિ અથવા મિત્રોની તસવીર લગાવો. ઇચ્છો તો આપના ટીમમેટ્સની પણ તસવીર લગાવી શકો છો. જેનાથી આપનું મન ઓફિસમાં લાગેલું રહેશે.

યોગ્ય લાઇટિંગ રાખો

યોગ્ય લાઇટિંગ રાખો

ઘણા લોકો કહે છે કે લોકો કહે છે કે તેમના ડેસ્ક પર લાગેલી લાઇટ કાંતો ખૂબ વધારે તેજ હોય છે અથવા તો ધીમી હોય છે. જો આપને પણ એ સમસ્યા છે તો આપ આપના ડેસ્ક પર સારો એવો લેમ્પ લગાવી શકો છો.

હરિયાળી

હરિયાળી

લીલો રંગ આંખો માટે સારો કહેવાય છે. તો આપની ઓફીસમાં થોડી હરિયાળી રાખો. જેના માટે આપ એક નાનકડું છોડ આપના ડેસ્ક પર મૂકી શકો છો.

નાનકડું પેન સ્ટેન્ડ

નાનકડું પેન સ્ટેન્ડ

તમારી ઓફિસ ડેસ્કને મસ્ત બનાવવા માટે તેના પર એક ફન્કી પેન સ્ટેન્ડ રાખી દો. જેનાથી આપના પેન અને પેન્સિલ યોગ્ય સ્થાને રહેશે. સાથે સાથે ઓફિસ ક્યૂબિકલ સજેલું રહેશે.

જે કરવાનું હોય તેની લિસ્ટ લગાવો

જે કરવાનું હોય તેની લિસ્ટ લગાવો

જ્યારે આપ આપની ઓફિસ ડેસ્ક સજાવી રહ્યા હોય તો તે સજાવટ આપના કામને પ્રોત્સાહિત કરે, એવો આપનો ઉદ્દેશ્ય હોવો જોઇએ. તમારા ટાર્ગેટનું એક પ્રિન્ટ આઉટ નીકાળીને તમારા ડેસ્કના સોફ્ટ બોર્ડ પર લગાવો. જેનાથી આપના દિમાગમાં હંમેશા એ જ કામ રહેશે અને આપની સેલેરી પણ વધશે.

ડેસ્કને રંગીન બનાવો

ડેસ્કને રંગીન બનાવો

તમારે તમારા ડેસ્કને રંગીન બનાવવું જોઇએ. તેના માટે આપે રંગીન સ્ટેશનરી ખરીદવી જોઇએ જેનાથી ઓફિસ હંમેશા ફ્રેશ લાગે.

સોફ્ટ બોર્ડનો પ્રયોગ

સોફ્ટ બોર્ડનો પ્રયોગ

દરેક ઓફિસમાં સોફ્ટ બોર્ડ હોય છે જેનો પ્રયોગ દરેકે કરવો જોઇએ. તેની પર આપ પોસ્ટર, ન્યૂઝપેપર આર્ટિકલ અને કલરફૂલ કાર્ટુન્સની તસવીરો લગાવી શકો છો.

English summary
Before you decorate your office cubicle, stop and think. Here are some cool and personal ways to decorate your office cubicle.
X
Desktop Bottom Promotion