For Daily Alerts
Related Articles
એવી બ્રા જે આપના હૃદય પર રાખશે નજર!
Features
oi-Gajendra
By Gajendra
|
દુનિયા ભરમાં લિંજરીની જાણીતી બ્રાંડ વિક્ટોરિયા સીક્રેટે એક એવી બ્રા લોંચ કરી છે જે આપના હૃદયના ધબકારા પર નજર રાખશે એટલે કે આ સ્પોર્ટ બ્રાના ફ્રેબ્રિકમાં સેંસર લાગેલું છે. વિક્ટોરિયા સીક્રેટ હાર્ટરેટ મોનીટર સ્પોર્ટ બ્રા ઓનલાઇન સાઇટમાં $72.50 - $75.50ની વચ્ચે મળી રહી છે એટલે કે ભારતમાં આ 4,400 રૂપિયાથી લઇને 4,700 રૂપિયાની વચ્ચે મળશે.
બ્રા જે ફેબ્રિકથી બનાવવામાં આવી છે તેમાં હાર્ટરેટ સેંસર લાગેલું છે જેના કારણે તેમાં અલગથી હાર્ટરેટ સેંસર લગાવવાની કોઇ જરૂરીયાત નથી, બસ આપની પાસે એક હાર્ટરેટ મોનીટર હોવું જરૂરી છે.
વિક્ટોરિયા સીક્રેટની આ બ્રામાં લાગેલી ટેકનીકને Clothing+ નામની કંપનીએ બનાવ્યું છે જે એડીડાસ જેવી કંપનીઓ માટે સ્પોર્ટ ટેક બનાવે છે. આની પહેલા સીઇએસ ટેક શો દરમિયાન સેનસોરિયા ફિટનેસ બ્રા, ટીશર્ટ અને શૉક્સ સૌથી વધારે ચર્ચાનો વિષય રહ્યા હતા જેને આપ પોતાના સ્માર્ટફોનથી કનેક્ટ કરી સ્વાસ્થ્ય સાથે જોડાયેલ ઘણા ડેટા ફોન પર જોઇ શકો છો.આ જ પ્રકારે ગયા વર્ષે માઇક્રોસોફ્ટે પણ સ્માર્ટ બ્રા ડિઝાઇન કરી હતી જેમાં રિમૂવલ હાર્ટ અને સ્કિન સાથે જોડાયેલ સેંસર લાગેલા હતા. જોકે ભારતમાં આ પ્રકારના વિયરેબલ હજી એટલા પોપ્યુલર ન્હોતું થયું.
GET THE BEST BOLDSKY STORIES!
Allow Notifications
You have already subscribed
Comments
English summary
fancy lingerie brand Victoria’s Secret is now selling a sports bra for around $75 with built in electrodes that hook up to a heart rate monitor.