For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વર્ષો સુધી બંધ દરવાજાની પાછળ ગુમનામીમાં સડતી રહી આ લાશો, કોઈ જોવા સુધી પણ ના આવ્યું

By Super Admin
|

દુનિયામાં એવા ઘણા લોકો છે તે એકલા જીવી રહ્યાં છે. આ લોકો મિત્રો અને પરિવાર વગર જ પોતાની જિંદગી ગુજારી રહ્યાં છે. તેમના છેલ્લા દિવસોમાં પણ કોઈ તેમની દેખભાળ કરવા માટે કોઈ હોતું નહોતું. એમાંથી કેટલાક લોકોને મરવા માટે એકલા છોડી દેવામાં આવતા હતા અને સૌથી દુખની વાત તો એ છે કે વર્ષો સુધી કોઈપણ તેમના ખબર-અંતર લેતા નથી.

અહીં સુધી કે મર્યા પછીના પણ ઘણાં વર્ષો બાદ આ લોકોની લાશ મળે છે. તેમના મોત વિશે કોઈ જાણતું નથી. એવા લોકોના પડોશી સુધી તેમના મર્યા પછી ઘરમાંથી આવાનાર બદબૂ પર ધ્યાન આપવું જરૂરી નથી સમજતા.

આવા બદકિસ્મત લોકોની મોતના આ કેટલાંક કેશ જોઈને લાગે છે કે આપણે કઈ રીતની દુનીયામાં રહી રહ્યા છીએ જ્યાં વર્ષો સુધી કોઈ કોઈની સંભાળ પણ લેતા નથી.

એક વર્ષ પછી મળી તેની લાશ

એક વર્ષ પછી મળી તેની લાશ

કાર્યકર્તા, લેખક અને પ્રકાશક બાર્બરા સાલિનસ નોર્મનનો મૃત દેહ એક વર્ષ મળ્યો હતો. થોડા સમય પહેલા જ ૭૦ વર્ષની ઉંમરે તેમનું મૃત્યું થયું હતું. લાશ મળ્યા પહેલા આ લેખકની લાશ એક વર્ષ સુધી તેમના ઘરમાં પડી રહી.

અચાનક થયા ગાયબ

અચાનક થયા ગાયબ

મરવાના થોડા સમય પહેલા સુધી બ્રિટિશ મહિલા, જોઈસ કેરોલ વિન્સેન્ટ પોતાના મિત્રો સાથે હતી. પછી તે અચાનક ત્યાંથી નીકળી ગઈ અને ક્યારેય પણ ના મળી. કોઈને ત્યાં સુધી જાણવા ના મળ્યું જ્યારે ત્રણ વર્ષ પછી તેમના જ ઘરમાંથી તેમની લાશ મળી.

૩ વર્ષ પછી મળી આ લાશ

૩ વર્ષ પછી મળી આ લાશ

એકલા રહેનાર સિમોન એલેનની લાશ ૩ વર્ષ સુધી તેમના ઘરમાં પડી રહી. ૨૦૧૩માં એક સફાઈ કર્મચારીને તેમનો મૃત દેહ મળ્યો એટલે કે તેમની મોતના ત્રણ વર્ષ પછી. લાશે મોજા પહેર્યા હતા અને તે એક ખુરશીની પાછળ પડી હતી.

લોકોને લાગ્યું ઘર શિફ્ટ કરી લીધું પરંતુ પછી મળી ડેડ બોડી

લોકોને લાગ્યું ઘર શિફ્ટ કરી લીધું પરંતુ પછી મળી ડેડ બોડી

પડોશીઓને લાગ્યું કે જેનેવા ચૈંબર્સએ અચાનક પોતાનું ઘર શિફ્ટ કરી લીધું અને હવે તે તેમની પડોસમાં નથી રહેતા પરંતુ તેમાં વાત કંઈક અલગ જ હતી. આ મહિલા ત્રણ વર્ષ સુધી પોતાના જ ઘરમાં મૃત પડી રહી હતી. તેમની લાશની જાણ ત્યારે થઈ જ્યારે બેન્ક કર્મી તેમની પ્રોપર્ટી પર પ્રતિબંધ લગાવવા આવ્યા હતા.

૩ વર્ષ સુધી મર્યા રહ્યાં બે જુડવા ભાઈ

૩ વર્ષ સુધી મર્યા રહ્યાં બે જુડવા ભાઈ

એંડ્યૂ અને એન્થની ૬૩ વર્ષના બે જુડવા ભાઈ હતા. આ બન્ને ભાઈ સર્જિકલ માસ્ક પહેરીને પડોશી સાથે બગાવત કરતા જોવા મળતા હતા. પરંતુ દુર્ભાગ્યવશ તેમના ગાયબ થવા પર કોઈએ પણ તે તરફ ધ્યાન આપાવની જરૂર ના સમજી. મર્યા પછીના ૩ વર્ષ બાદ તેમનું શરીર પોલિસને તેમના ઘરમાંથી મળ્યું. આ બન્ને ખુરશી પર આરામ કરતા મળ્યાં.

૪ વર્ષ સુધી પડોશીઓને ના મળી મોતની ખબર

૪ વર્ષ સુધી પડોશીઓને ના મળી મોતની ખબર

મિત્રો અને પડોશીઓની વચ્ચે ખૂબ પોપ્યુલર રહેનાર ડેવિડ વોકર મર્યા પછી ૪ વર્ષ સુધી પોતાના ઘરમાં કેદ રહ્યાં હતા. તેમને લોકોને કહ્યું હતું કે તે બીજા શહેરમાં જઈ રહ્યાં છે પરંતુ તેમને પોતાના રૂમમાં પોતાને ગોળી મારી લીધી હતી. તેમની બોડી ૪ વર્ષ સુધી તેમના ઘરમાં જ પડી રહી હતી.

૧૫ વર્ષ પછી મળી આ બોડી

૧૫ વર્ષ પછી મળી આ બોડી

ફ્રાંન્સમાં એક માણસની બોડી ૨૦૧૨માં મળી હતી જ્યારે તેનું મોત ૧૫ વર્ષ પહેલા જ થઈ ગયું હતું. રિપોર્ટ અનુસાર તેમનું કોઈ સંબંધી પણ નહોતું અને તે એકલા જ રહેતા હતા.

આ બોડીને મળવામાં લાગ્યા ૭ વર્ષ

આ બોડીને મળવામાં લાગ્યા ૭ વર્ષ

જર્મનીમાં એક ૫૯ વર્ષીય માણસની લાશ તેમના ઘરમાં જ પલંગની નીચે સૂતેલી મળી. તેમનું મોત સાત વર્ષ પહેલા થઈ ચૂક્યું હતું. રિપોર્ટસ અનુસાર તે માણસ બેડના માથે કેટલીક સિગરેટ, એક જૂનું ટીવી અને કેટલીક ડિટ્શી માર્કસ કોઈન્સ મળ્યાં હતા.

બોડી મળવામાં લાગી ગયા ૮ વર્ષ

બોડી મળવામાં લાગી ગયા ૮ વર્ષ

એક ઓસ્ટ્રેલિયાઈ મહિલા નતાલી વુડ પોતાના ભાઈથી ડિમેંશિયાથી ચાલતા ઘણી દૂર થઈ ચૂકી હતી. અહીં સુધી કે તેમને તેમના ભાઈને જણાવ્યું હતું કે તેને બ્રેન ટ્યુમર પણ છે. મોતના આઠ વર્ષ પછી લાશ તેમના જ ઘરમાં વર્ષ ૨૦૧૧માં મળી હતી.

૫ વર્ષ પછી મળી લાશ

૫ વર્ષ પછી મળી લાશ

ફરવાના સ્વભાવની પિઆ ફેરનકોપ્ફ ખૂબ જ ઓછી પોતાના પરિવાર સાથે વાત કરતી હતી. તે હંમેશા અલગ-અલગ જગ્યાઓ પર ફરતી રહેતી હતી એટલા માટે તેના પરિવારને પણ જાણ નહોતી કે તે ક્યાં છે. પિઆના પરિવારને ત્યારે ઘણું અચરજ થયું જ્યારે તેની મોતના પાંચ વર્ષ પછી તેની લાશ પોલિસને મળી. આવા કેશને જોઈને લાગે છે કે આપણે કેટલી સ્વાર્થી દુનિયામાં જીવી રહ્યાં છીએ.

English summary
These are the cases of people whose bodies were not found for years. Check out their bizarre stories...
Story first published: Tuesday, June 13, 2017, 12:00 [IST]
X