રૂપેરૂ નસીબ લઇને જન્મી છે ભારતની આ 5 ખરબપતિ દીકરીઓ

Posted By:
Subscribe to Boldsky

[લાઇફસ્ટાઇલ] દુનિયાના દરેક ખૂણામાં આપને કોઇને કોઇ એવો પરિવાર મળી જશે જે અરબપતિની સૂચિમાં આવતો હોય. કેટલાંક એવા લોકો પણ છે જે પોતાની મહેનત અને લગનથી એટલા રૂપિયા કમાઈ લે છે કે તેઓ અરબપતિ અને ખરબપતિઓની શ્રેણીમાં આવી જાય છે.

એવામાં લોકો તેમના ઉત્તરાધિકારીઓ તેમના વ્યવસાયને આગળ ધપાવે છે અને આ ક્રમને જાળવી રાખે છે. ઘણીવાર આ અરબપતિઓની દીકરીઓ જ તેમની ઉત્તરાધિકારી બની જાય છે. આવી જ કેટલીક ભારતીય દીકરીઓ વિશે આજે અમે આપને અમારા આ લેખમાં જણાવી રહ્યા છીએ.

આવો એક નજર કરીએ ભારતની ખરબપતિ દીકરીઓ પર...

રોશની નાદર

રોશની નાદર

રોશની નાદર, ભારતીય ખરબપતિ શિવ નાદરની દીકરી છે, જે વર્તમાનમાં એચસીએલ ગ્રુપની સીઇઓ છે જે એક ટેક કંપની છે અને 5 બિલિયન યુએસ ડોલરનો નફો કમાય છે. તેમની ઉંમર માત્ર 28 વર્ષની છે. આ કંપનીને ચલાવવા ઉપરાંત, તે શિવનાદર ફાઉંડેશનની શૈક્ષિક પહેલમાં પણ ભાગ લે છે.

પિયા સિંહ

પિયા સિંહ

પિયા સિંહ, કેપી સિંહની પુત્રી છે. જે એક રિયલ એસ્ટેટ મેગનેટ છે. પિયાની પાસે પોતાના પિતાની ફર્મના 400 મિલિયન ડોલર સ્ટોક છે. આ ઉપરાંત, તે ડીએલએફ એંટરટેઇનમેન્ટ વેંચર, રિટેલ બિઝનેઝ ગ્રુપની મેનેઝિંગ ડાયરેક્ટર પણ છે અને ડીટી સિનેમાની ડાયરેક્ટર છે. તેમની ઉંમર 39 વર્ષ છે.

વનિશા મિત્તલ

વનિશા મિત્તલ

વનિશા મિત્તલના લગ્ન નિવેશ બેંકર અમિત ભાટિયા સાથે થયા અને તેમના લગ્નનો ખર્ચ 60 મિલિયન ડોલર આવ્યો હતો. તેમની ઉંમર માત્ર 24 વર્ષ છે અને તેણે સાઉથ એશિયન સ્ટડીઝમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. પરંતુ તેઓ મિત્તલ સ્ટીલના બોર્ડમાં બેસે છે જે 51 બિલિયન ડોલરનો નફો આપે છે.

અક્ષતા મૂર્તિ

અક્ષતા મૂર્તિ

અક્ષતા, નારાયણ મૂર્તિની દીકરી છે. તેમની પાસે પિતાની કંપનીના 1.4 સ્ટોક પણ છે. તેમના લગ્ન, ઋષી શૌનક સાથે થયા છે જે સ્ટેનફોર્ડમાં તેમના સહપાઠી છે. તે સિડેરિયનમાં સીનિયર એસોસિએટ છે.

નિશા ગોદરેજ

નિશા ગોદરેજ

નિશાના પરિવારની પાસે કુલ 5.2 બિલિયનની સંપતિ છે. તેમના પિતાનું નામ આદી ગોદરેજ છે જેમણે હાવર્ડથી એમબીએની ડિગ્રી મેળવી હતી. વર્તમાનમાં નિશા, ગોદરેશ ગ્રૂપના હ્યૂમન કેપીટલ અને ઇનોવેશનની અધ્યક્ષ છે. તેમના અંડરમાં 20000 કર્મચારીઓ કામ કરે છે. તેઓ અશિક્ષિત બાળકીઓની શિક્ષા પર વિશેષ ધ્યાન આપે છે.

English summary
You can find billionaires almost everywhere in the world. But here is a list of most successful billionaire daughters in India.