Related Articles
ડિસ્ટન્સ રિલેશનશિપ તરોતાજા રાખવાની 10 Tips
કેટલાક લોકો એવું સમજે છે કે લાંબા અંતરના સંબંધોમાં કેટલાક સમય બાદ પ્રેમ મરી પરવારે છે. આનું કારણ એવું માનવામાં આવે છે કે આમ થવાનું કારણ એ છે કે બંને લોકો ઘણા લાંબા સમય સુધી પરસ્પર મળતા નથી. પરંતુ આ સંપૂર્ણ રીતે ગેરમાન્યતા છે. કારણ કે બંને વ્યક્તિઓ વચ્ચે પરસ્પર સંબંધ જાળવવાનું એ બંને વ્યક્તિઓના હાથમાં છે.
બે વ્યક્તિઓ વચ્ચે સંબંધ જાળવવા માટે એ જરૂરી નથી કે તે આપ જેને પ્રેમ કરતા હોવ તેને રોજ વ્યક્તિગત રીતે મળો. લાંબા અંતરના પ્રેમને સદાબહાર બનાવવા માટે એવા કેટલાક રસ્તાઓ પણ છે જે એક મહિને, બે મહિને કે છ મહિને મળવા છતાં પણ બે વ્યક્તિઓ વચ્ચેનો પ્રેમ અને આકર્ષણ જળવાઇ રહે છે.
અમે અહીં આપને આવા જ કેટલાક ઉપયોગી ઉપાય જણાવી રહ્યા છીએ જે ક્યારેક ને ક્યારેક આપને આપના જીવનમાં પ્રેમભર્યા સંબંધો ટકાવી રાખવામાં મદદરૂપ બનશે...
1 કેટલીક વસ્તુઓ સાથે કરો
જો આપ બંને એક સાથે નથી તો તેનો અર્થ એ નથી કે આપ સાથે સાથે કંઇ જ કરી શકતા નથી. બેશક આપ અનેક વસ્તુઓ એક સાથે કરી શકો છો. જેમ કે એક સાથે કોઇ ટેલિવિઝન શો જોવો. ત્યાર બાદ તેના વિશે ચર્ચા કરવી. આપ એક જ સમયે એક સરખું કામ કરીને તેના વિશેના અનુભવોની આપ-લે કરી શકો છો. આમ કરવાથી આપને દૂર રહેવા છતાં એક બીજાની સાથે રહ્યાનો અહેસાસ થશે.
2 ભવિષ્યમાં મળવાનો પ્લાન બનાવો
જો આપ ભવિષ્યમાં મળવાનો વિચાર કરી રહ્યા હોવ તો તે અંગે ફોન પર ચર્ચા કરી શકો છો. તેમાં આપ શું કરશો. ઘણા સમયે મળવાથી આપનો સમય એટલો સરસ પસાર થશે કે આપ નવા ઉત્સાહની અનુભૂતિ કરશો.
3 હંમેશા રોમાન્ટિક રહો
હંમેશા પોતાના દિવસની શરૂઆત રોમાંટિક સંદેશા સાથે કરવાની રાખો. જેમ કે તેમને ટેક્સ્ટ મેસેજ મોકલવો કે વ્હોસ્ટએપ પર સંદેશ મોકલીને તમારા પ્રિયને જણાવી શકો છો કે તમે તેમને કેટલો પ્રેમ કરો છો અને આપના જીવનમાં તેમનું કેટલું મહત્વ છે.
4 ઉપહારની સાથે પત્ર અથવા મેઇલ
એક બીજા પ્રત્યે પ્રેમનો ઇઝહાર કરવા માટેની જુની પદ્ધતિ આજે પણ વધારે અસરકારક છે. મશીન કે ટેકનોલોજીથી દૂર કાગળ પર પોતાના પ્રિયજનના અક્ષરો જોઇને જેટલો આનંદ થાય છે તે ઇમેઇલમાં નથી થતો. આમ છતાં એટલું નહીં કરી શકનારાઓ માટે ઇમેઇલમાં પ્રેમના બે શબ્દો લખવા પણ રૂબરૂ મળ્યાથી ઓછું નથી. આ ઉપરાંત પત્રની સાથે તમે ગિફ્ટ પણ મોકલી શકો છો.
5 વીડિયો કોલિંગ
ટેકનોલોજી લાંબા અંતરે રહેતા લોકો માટે આશીર્વાદ સમાન છે. વીડિયો કોલિંગના સોફ્ટવેર કે એપ્લિકેશન જેવી કે સ્કાઇપ અને ફેસ ટાઇમે જીવનના વધારે સરળ બનાવી દીધું છે અને અંતરને ઘટાડી દીધું છે. આ એપ્લિકેશનની સાથે આપ એક બીજા સાથે સારો એવો સમય પસાર કરી શકો છો.
6 ફોટોની આપ લે કરો
એક બીજાને પોતાની લેટેસ્ટ ફોટો મોકલીને પણ આપ એક બીજાના સંપર્કમાં રહી શકો છો. આજ કાલ આ માટેની અનેક એપ્લિકેશન સરળતાથી મળી રહે છે. જે તમારા પ્રેમને તરોતાજા અને જીવંત રાખવામાં મદદ કરશે.
7 સરપ્રાઇઝ ગિફ્ટ
સરપ્રાઇઝ કોને પસંદ હોતા નથી? પરંતુ ધ્યાન રાખજો કે આપની સરપ્રાઇઝ સરપ્રાઇઝ રહે જેના કારણે અન્ય વ્યક્તિને શોક ના લાગે.
8 રોજ વાત કરો
આપ જ્યારે લાંબા સમય સુધી લોંગ ડિસ્ટન્સમાં રહો છો ત્યારે બંને વ્યક્તિ વચ્ચે વાત થવી જરૂરી છે. આપ પોતાની વાતચીતમાં પ્રેમને પ્રગટ કરી શકો છો. દિવસમાં ઓછામાં ઓછી એક વાર તો વાત કરવી જ જોઇએ.
9 સાથીદારને પરેશાન ના કરો
લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ આમ તો પડકારજનક બાબત છે. તેમાં તણાવની સ્થિતિ ત્યારે ઉભી થાય છે જ્યારે સાથીને મૂર્ખતાપૂર્ણ પ્રશ્ન પૂછીને જવાબ માંગવામાં આવે. આમ તણાવ ઉભો થાય ત્યારે પ્રેમ ઘટે છે. આ કારણે તણાવ ઉભો થાય તેવી સ્થિતિ ટાળવી જોઇએ.
10 ફોન સેક્સ
ફોન સેક્સ શબ્દ સાંભળીને કેટલાંકના ભવાં ઉપર ચઢશે તો કેટલાકને અજીબ લાગશે. પણ હવે સાબિત થઇ ચૂક્યું છે કે ફોન સેક્સને કારણે આપને આપના સાથીને મળવાની ઇચ્છા વધારે તીવ્ર બની જાય છે. તેના પ્રત્યેનું આકર્ષણ પણ વધે છે. તેના કારણે સંબંધો વધારે રૂચિકર બને છે. તેને ટ્રાય કરવો જોઇએ.