ટોપ 10 વસ્તુઓ જે તમને પ્રતિભાશાળી બનાવશે

Posted By:
Subscribe to Boldsky

દુનિયામાં દરેક વ્યક્તિ જીનિયસ બનવા માંગે છે. માતા પિતા બાળક જન્મે ત્યારથી જ તે પ્રતિભાશાળી બને તે માટેના પ્રયાસો આરંભે છે. આ માટે જીવનશૈલી પણ થોડાઘણા અંશે અસર કરે છે. વિજ્ઞાનીઓનું માનવું છે કે વધારે પ્રતિભાશાળી બનવા માટે કેટલીક બેઝિક એક્ટિવિટી છે જેને કરવાથી ઘણો ફેર પડે છે. આવી પ્રવૃત્તિઓમાં દિવસ દરમિયાન થોડી ઊંઘ લેવી, ચોક્કસ પ્રકારનો ખોરાક ખાવો વગેરેનો સમાવેશ થાય છે. અહીં આપણે જીનિયસ માઇન્ડની વાત કરીશું જે એક સાથે અનેક કામ કરી શકે.

1. ચોકલેટ ખાવી

1. ચોકલેટ ખાવી


તાજેતરમાં એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લી એક સદીમાં નોબલ પ્રાઇઝ વિજેતાઓના જીવનનો અભ્યાસ કરતા જોવા મળ્યું છે તે તેઓ ખૂબ ચોકલેટ ખાતા હતા. ચોકલેટ પ્રેમી દેશોની યાદીમાં સ્વીત્ઝરલેન્ડ પ્રથમ ક્રમે છે. બીજા અને ત્રીજા ક્રમે સ્વીડન અને ડેનમાર્ક આવે છે.

2. મગજની કસરત

2. મગજની કસરત


શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે શારીરિક કસરતો કરતા હોઇએ છીએ. એવી રીતે મગજને સ્વસ્થ રાખવા માટે માનસિક કસરતો પણ કરવી જોઇએ. બ્રેઇન ટ્રેઇનિંગ માટે માર્કેટમાં વિવિધ પ્રકારની ગેમ્સ પણ ઉપલબ્ધ હોય છે. એક માન્યતા પ્રમાણે પુખ્ત વયની વ્યક્તિના મગજમાં કોઇ ફેરફાર થતો નથી. પણ તાજેતરના અભ્યાસો જણાવે છે કે આપણી જીવનશૈલીમાં થતા ફેરફારો સાથે મગજમાં પણ થોડો ફેરફાર થાય છે.

3. શરીરના વાળ

3. શરીરના વાળ


એક અભ્યાસનું તારણ દર્શાવે છે કે પુરુષ શરીર અને પુરુષની બુદ્ધિમત્તા વચ્ચે સંબંધ છે. અભ્યાસ સૂચવે છે કે ઓછી કુશળતા વાળી નોકરી કરતા યુવાનો કરતા ગ્રેજ્યુએટ હોય અને યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરતા હોય તેવા યુવાનોની છાતી પર વધારે વાળ હોય છે. ઓછા માર્ક્સ મેળવનારાની સરખામણીમાં સારા માર્ક્સ મેળવનારા પુરુષ વિદ્યાર્થીઓની છાતીમાં વધારે વાળ હોય છે.

4. મલ્ટીટાસ્કિંગ ટાળવું જોઇએ

4. મલ્ટીટાસ્કિંગ ટાળવું જોઇએ


મલ્ટીટાસ્કિંગ પર્સન વિશે આપનું શું માનવું છે? એક સાથે અનેક કામ કરનારી વ્યક્તિને બુદ્ધિશાળી માનવામાં આવે છે. ઘણા લોકો તો પોતાના સીવીમાં મલ્ટીટાસ્કિંગ હોવાનો ખાસ ઉલ્લેખ કરે છ. વાસ્તવમાં મલ્ટીટાસ્કિંગ એકાગ્રતા અને બુદ્ધિપ્રતિભાનો દુશ્મન છે. તમે એક જ સયમે જેટલા વધારે કામ કરવા જશો તેટલી તમારી એકાગ્રતા ભંગ થશે અને સાથે તમારા સરેરાશ કાર્યદેખાવની ગુણવત્તા ઘટશે.

5. દિવસે એકાદ ઝોકું ખાઇ લેવું

5. દિવસે એકાદ ઝોકું ખાઇ લેવું


વિજ્ઞાનીઓએ કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દિવસ દરમિયાન કામની વચ્ચે એકાદ ઝોકું ખાઇ લેવું તમારું માનસિક પરફોર્મન્સ સુધારે છે. અપૂરતી ઊંઘ આલ્કોહોલ લીધા જેવું કામ કરે છે. તે વ્યક્તિની કાર્યક્ષમતા અને માનસિક કાર્ય ક્ષમતા ઘટાડે છે. જ્યારે વ્યક્તિ તદ્દન નવી બાબતના સંપર્કમાં આવે છે ત્યારે તેને સંપૂર્ણ રીતે સમજવામાં 6 કલાકનો સમય લાગે છે. દિવસમાં 20 મીનિટની નાનકડી ઊંઘ તમારા પરફોર્મન્સમાં કમાલનો સુધારો લાવશે.

6. દ્વિધ્રુવી વિકાર (બાયપોલર ડિસઓર્ડર)

6. દ્વિધ્રુવી વિકાર (બાયપોલર ડિસઓર્ડર)


લેખક ચાર્લ્સ ડિકિન્સ, વિજ્ઞાની આલબર્ટ આઇનસ્ટાઇનમાં બાયપોલર ડિસઓર્ડરના લક્ષણો જોવા મળ્યા હતા. તેમાંથી કેટલાક વિકારને પ્રયત્નપૂર્વક દૂર કરી શકાય છે. આ વિકાસમાં મગજ કેટલીક બાબતોને ગ્રહણ કરીને તેને સમજવામાં અક્ષમતા દર્શાવે છે.

7. આત્મકેન્દ્રી બનવું

7. આત્મકેન્દ્રી બનવું


આત્મકેન્દ્રી વ્યક્તિઓને પારખવા મુશ્કેલ હોય છે. સાથે એમ પણ માનવામાં આવે છે કે આત્મકેન્દ્રી વ્યક્તિમાં બુદ્ધિપ્રતિભા અને રચનાત્મકતા વધારે હોય છે.

8. ડાબોડી હોવું

8. ડાબોડી હોવું


મગજ બે ભાગોમાં વહેંચાયેલું છે. બંને ભાગોના કાર્યો પણ વહેંચાયેલા છે. મગજનો ડાબો ભાગ માહિતીની સમીક્ષા કરે છે જ્યારે જમણો ભાગ તમામ વસ્તુઓનું ધ્યાન રાખે છે. દરેક પ્રાણીઓમાં મગજના એક ભાગ કરતા બીજા ભાગનું પ્રભુત્વ વધારે રહે છે. કેટલાક અભ્યાસો એમ દર્શાવે છે કે ડાબોડી વ્યક્તિનો આઇક્યૂ ઊંચો હોય છે. ડાબોડી વ્યક્તિ સમસ્યાનું સમાધાન પણ ઝડપથી કરી શકે છે.

9. નાસ્તિક હોવું

9. નાસ્તિક હોવું


વર્ષ 2008માં કરવામાં આવેલા બુદ્ધિપ્રતિભા અને ધર્મમાં આસ્થા વચ્ચેના સંબંધના અભ્યાસમાં જોવા મળે છે કે જો લોકોમાં આઇક્યૂ વધારે હોય છે તેઓ નાસ્તિક હોય છે. આ ઉપરાંત કટ્ટરવાદી લોકોની સરખામણીએ ઉદારવાદીઓના આઇક્યૂ પણ ઊંચા હોય છે. જો કે આ બાબતમાં વધારે અભ્યાસ કરવામાં આવી રહ્યા છે.

10. ખુશ રહેવું

10. ખુશ રહેવું


એક કહેવત છે કે હસે એનું ઘર વસે. એક અભ્યાસ પ્રમાણે ઊંચા આઇકયૂ અને હતાશા વચ્ચે સંબંધ રહેલો છે. લેખક અર્નેસ્ટ હેમિંગ્વેએ લખ્યું છે કે અતિ બુદ્ધિશાળી લોકોમાં આનંદીપણું ઓછું જોવા મળે છે. જો કે તાજેતરમાં કરવામાં આવેલો એક અભ્યાસ એવું પણ દર્શાવે છે કે વધારે આઇક્યૂ ધરાવતા લોકોની સરખામણીએ ઓછો આઇક્યૂ ધરાવતા લોકો વધારે દુ:ખી રહે છે.

English summary
Top 10 things that will make you a genius
Story first published: Thursday, June 13, 2013, 13:00 [IST]