For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભવિષ્યમાં ડિમાન્ડમાં રહેનારી ટોપ 10 જોબ્સ

|

સમય અને બદલાતી જીવનશૈલીની સાથે રોજગાર એટલે કે જોબ્સના પ્રકાર અને જગ્યાઓ પણ બદલાતી રહે છે. જોબ સેક્ટરમાં ઉદભવતી જરૂરિયાતને આધારે વિશ્વમાં અનેક યુનિવર્સિટીસ એ પ્રકારના અભ્યાસક્રમો તૈયાર કરે છે. આ સાથે શ્રમ બજારની પણ કેટલીક ગણતરીઓ હોય છે. કેટલીક વાર એવું બને છે કે આકસ્મિક ક્ષેત્રનો પ્રવેશ થવાથી બધું ગણિત બદલાઇ જાય છે. વર્તમાન સયમમાં જોબ માર્કેટમાં સાયન્ટિફિક શોધખોળો અને સમાજમાં આવતા મહત્વના ફેરફારો સૌથી વધારે અસર કરી રહ્યા છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી વર્ષેમાં ક્યા સેક્ટરની કઇ જોબ ટોપ 10 ડિમાન્ડમાં આવશે તે અંગે અહીં વાત કરવામાં આવી છે. આવો જાણીએ ભવિષ્યની ટોપ 10 જોબ્સ કઇ છે...

1 - જીનેટિક્સ

1 - જીનેટિક્સ

જીનેટિક્સમાં સંશોધનો અમર્યાદિત સંખ્યામાં થઇ શકે છે. માનવ જીવન સાથે સંકળાયેલા આ ક્ષેત્રમાં જીન્સની ભાષા સમજી શકતી વ્યક્તિઓ શોધના વિશાળ સમુદ્રમાં સંશોધન કરી શકે છે. જીનેટિક્સ ક્ષેત્રમાં માત્ર માનવ શરીર નહીં પણ સ્વાસ્થ્ય, સુરક્ષા, કૃષિ અને પશુધન વગેરે પણ પેટા ક્ષેત્રો છે.

2 - એન્વાયર્નમેન્ટલ એન્જીનીયરિંગ

2 - એન્વાયર્નમેન્ટલ એન્જીનીયરિંગ

જ્યારથી ગ્લોબલ વોર્મિંગ અંગે વિશ્વના પર્યાવરણ પ્રેમીઓને ખબર પડવા લાગી છે ત્યારથી પર્યાવરણની જાળવણી અને સુરક્ષા ક્ષેત્ર મોટા પાયે વિકસ્યું છે. તેમાં ઘણું કરવાની શક્યતા છે. પર્યાવરણ ક્ષેત્રમાં અનેક પેટા ક્ષેત્રો છે અને દરેક ક્ષેત્રોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે તે ક્ષેત્રના નિષ્ણાતોની જરૂર છે. તેમાં રિનયુએબલ એનર્જી, રિસાયકલિંગ, વેસ્ટ ટ્રીટમેન્ટ અને નોન રિન્યુએબલ સોર્સની સંભાળ જેવા પેટા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

3 - સાયકોલોજી અને મેન્ટલ હેલ્થ

3 - સાયકોલોજી અને મેન્ટલ હેલ્થ

વિકસીત દેશોમાં હેલ્થ કેર સેક્ટરમાં હવે મેન્ટલ હેલ્થ એટલે કે માનસિક સ્વાસ્થ્યનું મહત્વ વધ્યું છે. જો કે હજી પણ ઘણા સમાજોમાં મેન્ટલ હેલ્થ વિશેની ધારણાઓ બદલવાની ઘણી જરૂર છે. મેન્ટલ હેલ્થમાં વર્તામન જીવનશૈલીને કારણે ઉભી થતી સમસ્યાઓ જેવી કે લત, સ્ટ્રેસ સંબંધિત સમસ્યાઓ, શીખવામાં મુશ્કેલી, ફોબિયા વગેરેનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રમાં વિવિધ સમસ્યાઓનું લિસ્ટ લાંબું છે.

4 - ફૂડ સાયન્સ

4 - ફૂડ સાયન્સ

વિશ્વમાં વધતી જતી માનવ વસતીને ધ્યાનમાં રાખીને તેમની ખોરાકની જરૂરિયાત પૂરી કરવા માટે ખેતીમાં ઉત્પાદન વધારનાની તાતી જરૂરિયાત છે. વર્તામાન સમયમાં પણ ખેતી અને પશુધનમાંથી મહત્તમ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય તે મહત્વની બાબતો છે. આ ક્ષેત્રના વિજ્ઞાનીઓ અને ટેકનોલોજીસ્ટની વ્યાપક માંગ છે. ફૂડ ઇન્ડસ્ટ્રીમાં માઇક્રોબાયોલોજી, બાયોટેકનોલોજી, જીનેટિક્સ, કેમિસ્ટ્રી, ન્યુટ્રિશન વગેરે જેવા ક્ષેત્રોમાં નિષ્ણાત બની શકાય છે.

5 - સોફ્ટવેર એન્જીનિયરિંગ

5 - સોફ્ટવેર એન્જીનિયરિંગ

અત્યારે એ કહેવાની જરૂર નથી કે કોમ્પ્યુટર સાયન્સ વર્તમાનમાં વિશ્વમાં સૌથી વધારે જોબ ઓપોર્ચ્યુનિટી આપતા ક્ષેત્રો પૈકી એક છે. કોમ્પ્યુટર ક્ષેત્ર સાથે સંકળાયેલી બાબતોમાં કોમ્પ્યુટરના પ્રોગ્રામ વિકસાવવા અને તેની સંભાળ લેવાનું ક્ષેત્ર પણ ખૂબ મોટું છે. કોમ્પ્યુટરનો વ્યાપ એટલો વધ્યો છે કે તે આર્થિક પ્રવૃત્તિઓનો ધબકાર બની ગયું છે ત્યારે આ ક્ષેત્રના તમામ પેટા ક્ષેત્રોમાં જોબની અપાર સંભાવનાઓ રહેલી છે.

6 - ઇન્ફોર્મેશન સિક્યુરિટી

6 - ઇન્ફોર્મેશન સિક્યુરિટી

કોમ્પ્યુટિંગમાં જ ઇન્ફોર્મેશન સિક્યુરિટી વિશાળ ક્ષેત્ર છે. આ ક્ષેત્રમાં સિક્યુરિટી એક્સપર્ટ્સની મોટી ડિમાન્ડ છે. ઇન્ફોર્મેશન સિક્યુરિટી એક્સપર્ટ માત્ર વ્યક્તિગત નહીં પણ ડિજિટલ આર્કાઇવ્ઝ, બિઝનેસ ડેટા ઉપરાંત વેબસાઇટ્સ અને ડેટાબેઝ પર સાયબર એટેક થતો પણ અટકાવે છે.

7 - મેડિસિન

7 - મેડિસિન

સ્વાસ્થ્ય કોઇ પણ વ્યક્તિ માટે પાયાની જરૂરિયાત છે. સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી તમામ પ્રવૃત્તિ જટિલ હોવાથી તેમાં સતત તાલીમની જરૂર રહે છે. આ ક્ષેત્રમાં ઊંચા પગાર પણ મળે છે. દવાના ક્ષેત્રમાં સંશોધનો કરનારા રિસર્ચર્સની સાથે ડોક્ટર્સ, સર્જન્સ, નર્સીસ અને અન્ય સહાયક સ્ટાફની પણ માંગ મોટા પ્રમાણમાં રહેવાની છે.

8 - અનુવાદકો અને દુભાષિયાઓ

8 - અનુવાદકો અને દુભાષિયાઓ

ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા સુધરી જતા વિશ્વ વેપાર અને સંબંધ વધ્યો છે. જેના પરિણામે વિશ્વમાં દરેક કંપની પોતાના વૈશ્વિક કદ વિશે વિચારીને આગળ વધી રહી છે. આ માટે સંવાદ સાધવા વિશ્વમાં અનુવાદકો અને દુભાષિયાઓની મોટી માંગ ઉભી થઇ છે. જેઓ બે ભાષા કરતા વધારે ભાષા જાણતા હોય તેમના માટે જોબ માર્કેટમાં આકર્ષક તકો રહેલી છે. ખાસ કરીને ચાઇનીઝ, જાપાનીઝ અને રશિયન જેવી અઘરી ભાષામાંથી અનુવાદ કરનારાઓની મોટી ડિમાન્ડ રહેવાની છે.

9 - કોમ્પ્યુટર એન્જીનીયરિંગ

9 - કોમ્પ્યુટર એન્જીનીયરિંગ

આપણે આગળ સોફ્ટવેર એન્જિનીયરિંગ અંગે વાત કરી. કોમ્પ્યુટર ક્ષેત્ર આ પણ મહત્વનું ક્ષેત્ર છે. હવે તેમાં કોમ્પ્યુટર એન્જિનીયરિંગ અને રોબોટિક્સનું ક્ષેત્રનું અનોખું કોમ્બિનેશન જોડાયું છે. કોમ્પ્યુટર હાર્ડવેરની સાથે ઇલેક્ટ્રિકલ ગુડ્સ, ઇન્ડસ્ટ્રીયલ રોબોટ અને તેને સંબંધિત ઉત્પાદનો અને સેવાઓની ડિમાન્ડ ઉભી થવાની છે.

10 - સિવિલ એન્જીનિયરિંગ

10 - સિવિલ એન્જીનિયરિંગ

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સિવિલ એન્જિનીયર્સની ભારે માંગ રહેવાની. કન્સ્ટ્રક્શન અને બિલ્ડિંગ ક્ષેત્ર એટલું મોટું છે તે ક્યારેય તેમાં મંદી આવતી નથી.

English summary
Top 10 in demand jobs of the future
Story first published: Thursday, June 6, 2013, 13:24 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more