For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tips: તહેવારોમાં ઇ-શોપિંગને બનાવો સુરક્ષિત

By Kumar Dushyant
|

આજે ઓનલાઇન ખરીદી એક જરૂરિયાત બની ગઇ છે. અહીં ઘણી વસ્તુઓ સસ્તામાં અને ઘરેબેઠાં મળી જાય છે. સૌથી સુરક્ષિત ઉપાય છે કેશ-ઓન ડિલેવરી એટલે કે સામાન મળ્યા બાદ ચૂકવણી. પરંતુ આ સુવિધા હંમેશા મળતી નથી અને તમારે કાર્ડ, ઓનલાઇન,મોબાઇલ બેકિંગના માધ્યમથી ચૂકવણી કરવી પડે છે. જો તમારા વિક્રેતા પર શંકા છે અને સીઓડીનો વિકલ્પ નથી, તો ક્રેડિટ કાર્ડનો જ ઉપયોગ કરો.

ઘરેબેઠાં ખરીદી કરવી ખૂબ જ સુવિધાજનક છે. એક ક્લિક કર્યું, પોતાના ડેબિટ/ક્રેડિટ કાર્ડના રિપોર્ટ અનુસાર ભારતમાં ઓનલાઇન છૂટક વેચાણનો બિઝનેસ ઝડપથી ફૂલીફાલી રહ્યો છે. અનુમાન છે કે વર્ષ 2016 સુધી આ વેપાર 50,00 કરોડ રૂપિયાને પાર કરી જશે. એસોચૈમના એક રિપોર્ટ અનુસાર દેશમાં ઓનલાઇન ખરીદી કરનારની સંખ્યા ઝડપથી વધી રહી છે અને દર મહિને 5.34 કરોડ લોકો ઓનલાઇન ખરીદી કરી રહ્યાં છે.

આ વર્ષે 15 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. સાઇબર ક્રાઇમ રોકવા માટે નવા-નવા નિયમ-કાયદા બનાવવામાં આવી રહ્યાં છે, તેમછતાં હેકર અને ગોટાળાબાજ નકલી સાઇટો વગેરેનો ઉપયોગ કરી ગ્રાહકોને લૂંટવામાં સફળ થઇ રહ્યાં છે. આ બિલકુલ ઓરિજનલ દેખાતી ઇ-વેપાર કંપનીઓની સાઇટ બનાવીને ઉપયોગકર્તાની વ્યક્તિની માહિતી જેમ કે ક્રેડિટ કાર્ડની માહિતી, ફોન નંબર, પાસવર્ડ વગેરે ચોરી લે છે. આ ઉપરાંત ગ્રાહક ઘણીવાર બનાવટી વેબસાઇટોના ચક્કરમાં ફસાઇ જાવ છો, જે સામન મોકલતી નથી અથવા પછી ખરાબ અથવા નકલી સામાન મોકલી દે છે. ઇ-ખરીદીને સુરક્ષિત બનાવવા માટે કેટલાક જરૂરી નિયમ અમે અહીં જાણાવીશું.

પહેલાં તપાસો પરખો

પહેલાં તપાસો પરખો

ચૂકવણી કરતાં પહેલાં બિઝનેસ સાઇટની સાખ અને સચ્ચાઇ વિશે પાયાની શોધ કરી લો. જાણી લો કે સાઇટનો ટ્રેક રેકોર્ડ કેવો છે અને તેને ઉપયોગ કરી ચૂકેલા લોકો તેના વિશે શું મંતવ્ય આપી રહ્યાં છે. એ પણ જુઓ કે વેબસાઇટ સુરક્ષિત ટ્રાંજેક્શન માટે પ્રમાણિત છે કે નહી. મોટી ઇ-વેપાર કરતી કંપનીઓ સારા સુરક્ષા સોફ્ટવેરનો ઉપયોગ કરતી નથી જે તમારી સૂચનાઓને કોડમાં બદલી દે છે, જેનાથી ચોરી થવાનો ખતરો નામ માત્ર રહી જાય છે.

નવા વિક્રેતાઓની સાથે સર્તક રહો

નવા વિક્રેતાઓની સાથે સર્તક રહો

જો કોઇ નવા વિક્રેતાનો મુદ્દો હોય તો, તેની કંપની વિશે વિશ્વસનીય જાણકારી મળવી થોડી મુશ્કેલ હોય છે. નવા વિક્રેતાને અજમાવવા માંગો છો, તો પહેલાં એ જાણી લોકો તે ભૌતિક રીતે ક્યાં સ્થિત છે. તેનું એડ્રેસ અને ફોન નંબર વગેરે શું છે. તેની વિશ્વનિયતાને તમે 'બેટર બિઝનેસ બ્યૂરો' અને અન્ય ઉપભોક્તા એજન્સીઓના માધ્યમથી તપાસ કરી શકો છો. ઘણી વેબસાઇટો એવી છે કે જે ઉત્પાદો અથવા ઉપલબ્ધ કરાવવામાં આવતી સેવાઓ વિશે કોઇપણ જવાબદારી લેતી નથી.

જાણીતી વેબસાઇટ પરથી ખરીદી કરો

જાણીતી વેબસાઇટ પરથી ખરીદી કરો

જંગલી.કોમ ઇ-વેપારની એક જાણીતિ વેબસાઇટ એગ્રીગેટર છે જે બજારમાં જામેલા ખેલાડીઓ ઉપરાંત નવા ઓનલાઇન વિક્રેતાઓને પણ પોતાની સાઇટ પર બતાવે છે. જો કે આ સાઇટ 'બાઇ ઓન જંગલી'નો વિકલ્પ આપે છે જે ગ્રાહકને પોતાની અનુમતિ આપે છે કે તે પોતાના અમેજન એકાઉન્ટના માધ્યમથી ટ્રાંજેક્શન કરી શકે. કોઇ નવા અથવા ઓછા ચર્ચિત વિક્રેતાને આ પ્રકારના તૃતિય પક્ષમાં ચૂકવણી વિકલ્પના માધ્યમથી ચૂકવણી કરવી જોઇએ.

શંકા હોય તો...

શંકા હોય તો...

આવી સ્થિતીમાં સૌથી સુરક્ષિત છે કે કેશ-ઓન-ડિલેવરી (સીઓડી) ચૂકવણી. જો આ વિકલ્પ ઉપલબ્ધ નથી, અને તમે તેમછતાં પણ ઓર્ડર કરવા માંગો છો, તો બેંકના ખાતામાંથી સીધી ચૂકવણી કરનાર રીત જેમ કે નેટબેંકિંગ, મોબાઇલ બેંકિંગ અને ડેબિટ કાર્ડથી બચો. તેની જગ્યા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો. આનાથી તમે ટ્રાંજેક્શનને વિવાદિત ગણાવવા અને પોતાના પૈસા પરત લેવાનો દાવો કરવાની તક મળશે. જો અસ્થાયી વર્ચુઅલ કાર્ડનો પણ ઉપયોગ કરી શકો છો. ક્રેડિટ કાર્ડ આપનાર તમને એકવાર વૈકલ્પિક નંબર પણ આપે છે, જેનો ક્રેડિટ કાર્ડ નંબરની જગ્યાએ ઉપયોગ કરી શકાય છે.

જો તમે ફસાઇ જાવ તો....

જો તમે ફસાઇ જાવ તો....

જો તમારા ડેબિટ/ક્રેડિટ કાર્ડની માહિતી ચોરી કરી ગેરકાયદેસર ઉપાડ થાય તો, તાત્કાલિક અપરાધ શાખા અથવા સ્થાનિક પોલીસ મથકમાં પ્રાથમિકી નોંધાવો. જો તમારી ચૂકવણી બાદ સામાન મળતો નથી, ખરાબ સામાન અથવા સેવા મળે છે, અથવા પછી મોડું થાય છે, તો પણ તેના માટે રસ્તો છે. કોઇ વેપારી દ્વારા તમારી ચૂકવણીના બદલામાં આપવામાં આવેલા સામાન અથવા સેવાને લઇને વિવાદની સ્થિતીમાં ગ્રાહક પાસે વિકલ્પ હોય છે કે તે કાર્ડ આપનાર બેંક અથવા નાણાંકીય સંસ્થાનો સંપર્ક કરો. કાર્ડ આપનાર બેંક વેપારીનો સંપર્ક કરી મામલાની તપાસ કરશે અને 'કેશ બેક'ની પ્રક્રિયાનો ઉપયોગ કરી વિવાદનો અંત લાવવાનો પ્રયત્ન કરશે.

કેશ બેક માટે શું કરશો

કેશ બેક માટે શું કરશો

કેશ બેકનો દાવો શરૂ કરવા માટે પહેલાં તમારે સંબંધિત વેપારી પાસે ફરિયાદ દાખલ કરાવવી પડશે. જો તે કોઇ સંતોષજનક પગલાં ભરતી નથી, તો તમે ઓર્ડર આપ્યાના અથવા ડિલેવરીના 30 દિવસની અંદર કરવામાં આવેલા ટ્રાંજેક્શન માટે ચાર્જબેક પ્રક્રિયા શરૂ કરી શકો છો. ફરિયાદ દાખલ થયા બાદ કાર્ડ આપનાર નાણાંકીય સંસ્થા વેપારી પાસેથી કેશબેકની માંગણી કરશે. આ કામ તે વેપારીના બેંકના માધ્યમથી કરે છે, જેના દ્વારા પૈસા લીધા છે. સમયની સાથે ઓનલાઇન સુરક્ષાના નવા-નવા ઉપાય શોધવામાં આવી રહ્યાં છે. પરંતુ છેતરપિંડી કરનાર હોશિયાર થતા જાય છે એટલા માટે તમારા પૈસાને સુરક્ષિત રાખવા તમારી જવાબદારી છે.

English summary
Let's face it, there's every reason in the world to shop online. The bargains are there. The selection is mind-boggling. The shopping is secure. Shipping is fast. Even returns are pretty easy, with the right e-tailers. Shopping has never been easier or more convenient for consumers.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more