For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વિદેશમાં ખૂબ યાદ આવે છે આપણા દેશની આ 13 વાતો

By Kumar Dushyant
|

વિદેશમાં એડજસ્ટ થવું તથા નવી સંસ્કૃતિ, નવી ભાષા, અજાણ્યા નિયમો અને સામાજિક રીવાજો વચ્ચે નવું જીવન શરૂ કરવું ખૂબ જ કઠીન છે. તમે મોટાભાગે ઘરની સુવિધાઓ, જાણીતા માર્ગો, જાણતી સ્માઇલ તથા કંઇ ખોટું ન થવાનો એહસાસ વગેરે યાદ કરો છો.

પરંતુ આ વિશેષ રૂપથી બધુ કઠિન હોય છે જ્યારે તમે ભારતીય છો અને વિદેશમાં વસવાનો પ્રયત્ન કરી રહ્યાં છો કારણ કે એવી કેટલીક વસ્તુઓ છે જેની તમને યાદ આવશે. અહીં કેટલીક 13 એવી વાતો જણાવવામાં આવી છે જેમની યાદ તમને ખૂબ આવે છે જ્યારે તમે દેશથી બહાર જાવ છો:

લોકો

લોકો

જેમણે આપણે ભીડ કહીએ છીએ, તે તમને ખૂબ યાદ આવશે. તમને આશ્વર્ય થશે કે જ્યારે તમે દેશની બહાર હશો તો તમે 'ભીડમાં ગુમ' થવાને કેવી રીતે મીસ કરશો. અને જો તમે ભગવાનની દયાથી યૂરોપમાં છો તો તમને પહેલાં દિવસ એવું લાગશે કે કદાચ કોઇ કારણથી કર્ફ્યૂ લાગ્યો છે જેથી લોકો રસ્તા પર નથી. થોડા સમય પછી (જ્યારે તમને ખબર પડશે કે કોઇ પ્રકારનો કર્ફ્યૂ લાગ્યો નથી) તમે તમારી નજીકથી દોડતી કારોને જોઇને થાકી જશો અને તમે લોકોના ચહેરા જોવા તરસી જશો.

જીવનનું સંગીત

જીવનનું સંગીત

તમને યાદ આવશે કે તે બધા અવાજો જે તમને પરેશાન કરતા હતા જેમ કે શાકભાજીવાળો, પસ્તીવાળો, અનેક વિક્રેતા (જે બપોરની ઉંઘના સમયે તમને બૂમો પાડતા હતા), ઘરમાં અવર-જવર કરનાર નોકરાણીઓ, રસ્તા પર ઘોંઘાટ કરનાર ગાડીઓ, તે ગાડીમાં કાન ફાડી નાખનાર સંગીત, દૂર મંદિરમાં સંભળાતી મંદિરની ઘંટડીઓ જીવનનું સંગીત જેને તમે ઘોંઘાટ સમજો છે, તમે તેને યાદ કરશો.

મિત્ર બનાવવાની સરળતા

મિત્ર બનાવવાની સરળતા

તમારા દેશમાં તમે કોઇ અજાણ્યા વ્યક્તિને પોતાનો પાક્કો મિત્ર બનાવી શકો છો ભલે જ તે સવારની લોકલમાં તમારી સાથે જનાર વ્યક્તિ હોય કે પછી હોટલનો માલિક જે તમને જમવાનું ડિસ્કાઉન્ટ પર આપે છે, ખાસ ઓફર અને તહેવારો પર મિઠાઇ આપે અથવા તે નાઇ જેની પાસે તમે નિયમિત રીતે જાવ છો અને જે તમારી પસંદ નાપસંદ વિશે સારી રીતે જાણે છે... ભારતમાં મિત્ર બનાવવા સરળ છે.

મજેદાર તહેવાર

મજેદાર તહેવાર

વિદેશમાં ભલે જ તહેવાર પર તમે ગેટ ટૂ ગેધર ન કરો પરંતુ તમે તહેવારોની મજા એવી રીતે ન માણી શકો કે જેવી ભારતમાં મોજમસ્તી કરો છો. તમે તમારી પસંદગીની મિઠાઇઓ, શણગારેલા બજાર, ઘરે જવાની તૈયારી અને શોપિંગ અને નિશ્વિતપણે તે દિવસ મળનારી રજા બધાની યાદ અપાવે છે. હોળીને વિકેન્ડમાં ઉજવવી કારણ કે તે અઠવાડિયાની વચ્ચે આવી છે, આ વાતમાં એ મજા નથી જે તહેવારને તે દિવસે ઉજવવામાં છે.

ભૂલ કરવાની આઝાદી

ભૂલ કરવાની આઝાદી

તમે ના ફક્ત નિયમોના પુસ્તક અનુસાર જીવન જીવવા લાગો છો પરંતુ તમે ઘણીવાર નાની-નાની ભૂલો માટે જેની ઉપેક્ષા કરવામાં આવે છે, મોટો દંડ ભરવો પડે છે ભલે તે એકવાર કેમ ન તોડો (પહેલીવાર ભૂલ કરનરને કોઇ માફી નથી).

ચમત્કારી નોકરાણીઓ

ચમત્કારી નોકરાણીઓ

એ વાતનો કોઇ ફરક નથી પડતો કે તમે તમારી કામવાળીને કહ્યા વિના તગેડી મુકવા માટે કોસી હોય અથવા તેને જમીન પર પડેલી ઘૂળને સારી સાફ ન કરી હોય, તમે તે સમયે તેને પણ (તમારી માતા બાદ) ખૂબ યાદ કરો છો જ્યારે તમે ધૂળ સાફ કરી રહ્યાં હોવ, કપડાં ધોઇ રહ્યાં હોવ, સફાઇ કરી રહ્યાં હોવ, શોપિંગ કરી રહ્યાં હોવ, શાકભાજી કાપી રહ્યાંહોવ કે પછી જમવાનું બનાવી રહ્યાં હોવ...ઉફ્ફ!

ગજબની રિક્ષા

ગજબની રિક્ષા

એ વાતનો કોઇ ફરક નથી પડતો કે આ લોકોના તૂટેલા મીટરના કારણે તમને ઘરે પરત ફરતી વખતે ગમેતેટલી મુશ્કેલી પડી હોય કે પછી ફિક્સ કરેલા ભાડાથી તેમને દસ રૂપિયા વધુ લીધા હોય પરંતુ હવે તમે એ પ્રાર્થના કરશો કે કોઇપણ પ્રકારના વિશ્વનો ભાગ બની જાય. વિદેશોમાં ભલે ઝડપી દોડનાર મેટ્રો હોય અથવા સમયસર આવનારી બસો, તેમછતાં તમને ખૂબ ચાલવું પડશે તથા જો તમે સારા દોડવીર કે ખેલાડી નથી તો તમે આનાથી નફરત કરવા લાગશો.

પડોશીઓની મદદ

પડોશીઓની મદદ

ભારતમાં પડોશીઓની મદદ માંગવી અસમાન્ય વાત નથી. પડોશી હોવાના નાતે તમને આ અધિકાર મળી જાય છે કે તમે તમારા પડોશી પાસેથી ખાંડ, ચા, દૂધ, દહી, પાણી, મીઠું કે અન્ય કોઇ કરિયાણાનો સામાન જે તમારી પાસે ખતમ થઇ ગયો છે તે માંગી શકો છો. આ ઉપરાંત તમે તેને ફોન કરીને અથવા ફોન કોલ્સ રિસીવ કરતાં, પોતાને દિવસે કે રાતે જમવા માટે આમંત્રિત કરવા કે હંમેશાની માફક વધારાનું સિલિંડર ઉધાર લેવા સુધી આગળ વધી શકો છો.

ઘરે બનાવેલું જમવાનું

ઘરે બનાવેલું જમવાનું

બની શકે કે તમે તમારી મનપસંદ દાળ તડકા બનાવવાની રીત યાદ કરી લીધી હોય અને સંભવ છે કે તમે તે પ્રકારે માપસર તેને બનાવો પરંતુ તેમછતાં પણ માના હાથોમાં કોઇ જાદૂ હોય છે જે તેના જમવાના અગલ સ્વાદ અને સુગંધ આપે છે, એવી વસ્તુ જે તમે રેસિપી અપનાવીને પણ પ્રાપ્ત કરી શકતા નથી અથવા કોઇ ફાઇવ સ્ટાર હોટલમાં પણ આ સ્વાદ મળશે નહી.

બિમારીમાં એકલા રહેવું

બિમારીમાં એકલા રહેવું

આ તે સમય હોય છે જ્યારે તમે ફક્ત પાંચ મિનિટ માટે તમારી માતાનો ખોળો ઇચ્છો છો અને તેના હાથનું બનાવેલું જમવાનું ખાવા ઇચ્છો છો. જેથી તમે સારું અનુભવો તથા આ એવો સમય હોય છે કે જ્યારે તેના માટે તમે કંઇપણ છોડવા માટ તૈયાર હોવ છો. (ભલે તે તમને છેતરપિંડીથી મળેલું કાયમી નિવાસ પરમિટ કેમ ન હોય), સાચું ને?

ભાવતાલ કરવો

ભાવતાલ કરવો

એ વાતથી કોઇ ફરક પડતો નથી કે તમે કાર ખરીદી કરી રહ્યાં છો કે શાકભાજી. જ્યારે તમે વિદેશમાં છો તો ભાવતાલનો કોઇ પ્રશ્ન ઉદભવતો જ નથી. દરેક વસ્તુની કિંમત નક્કી હોય છે જે તેના પર છપાયેલી હોય છે તથા જો ડિસ્કાઉન્ટની વાત કરીએ તો તમને એક સહાનુભૂતિવાળી સ્માઇલ મળે છે. અહીં ભારત જેવું હોતું નથી કે તમે ભાવતાલ કરો તો તમને ફાયદો થાય.

દાક્તરી સારવાર

દાક્તરી સારવાર

કેટલાક યૂરોપિયન દેશોમાં મેડિકલ સિસ્ટમ એવી છે કે ડૉક્ટરને મળવું એક ઉત્સવ સમાન હોય છે જેને તમે તમારી ડાયરીમાં નોટ કરવા માંગો કારણ કે આવી તક ખૂબ ઓછી મળે છે. ઉદાહરણ માટે સ્વીડનમાં કોઇ પણ ગર્ભવતી મહિલા પોતાની ગર્ભાવસ્થા દરમિયાન અથવા બાળકના જન્મ દરમિયાન સ્ત્રી રોગ વિશેષજ્ઞ અથવા અન્ય ડોક્ટરની પાસે ક્યારેય જતી નથી. આ દરમિયાન તેની દેખભાળ વિશેષ રીતે ટ્રેઇન નર્સો દ્વારા કરવામાં આવે છે. ભારતીયો માટે ખૂબ મુશ્કેલ છે કારણ કે આપણને બે વાર છીંક આવતાં આવતા આપણે કાન, નાક, ગળાના ડૉક્ટર પાસે પહોંચી જઇએ છીએ.

ભારત-પાકિસ્તાનની મેચ જોવી

ભારત-પાકિસ્તાનની મેચ જોવી

આ પ્રકારની મેચને નખ ચાવતાં અંતિમ ઓવર સુધી જોવા માટે તમારે સ્ટેડિયમમાં જવાની જરૂરિયાત નથી. આ તે પળ છે જ્યારે આખો દેશ પોતાના દેશની જીત માટે પ્રાર્થના કરી રહ્યો હોય છે. આ તે પળ હોય છે જ્યાર તમારા દિલમાં દેશભક્તિની ભાવના સ્વતંત્રતા દિવસ કરતાં પણ વધારે હોય છે.

English summary
It's hard to adjust to a foreign land and start a new life amidst different culture, new language and unfamiliar rules and social norms.
Story first published: Thursday, August 28, 2014, 15:34 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more