For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જુઓ, જૂનાં જમાનામાં મહિલાઓ પીરિયડ દરમ્યાન સેનેટરી પેડની જગ્યાએ શું લગાવતી હતી?

By Lekhaka
|

મહિલાઓના પીરિયડને લઈને લોકોના મગજમાં ઘણા પ્રકારના સવાલ ઉદભવતા રહે છે. પુરુષ મહિલાઓના પીરિયડથી જોડાયેલા ઘણાં પ્રકારના તથ્ય જાણવા ઇચ્છે છે. પરંતુ તમારા મગજમાં કોઈક વખત તો સવાલ જરૂર આવ્યો જ હશે કે જ્યારે સેનેટરી પેડ્સ અને ટેમ્પોંસ નહોતા બનતા ત્યારે મહિલાઓને પીરિયડ્સ દરમ્યમાન થનાર બ્લીડિંગને રોકવા માટે શું ઉપયોગમાં લેતી હતી. તમને જાણીને નવાઇ લાગશે કે તે સમયની મહિલાઓ લાકડાં, રેત, કપચી, અને ઘાસ જેવી વસ્તુઓનો ઉપયોગ કરતી હતી.

બેન ફ્રેંકલિને સૌથી પહેલાં ડિસ્પોજેબલ સેનેટરી પેડ્સનો આવિષ્કાર કર્યો પરંતુ તેનો ઉપયોગ પીરિયડ્સમાં નહીં, પરંતું યુદ્શ દરમ્યાન ઘાયલોને શરીરમાંથી વહેનાર લોહીને રોકવા માટે કરવામાં આવતો હતો. તેના પછી વ્યવસાયિક રીતે મહિલાઓ માટે ડિસ્પોજેબલ પેડ ૧૮૮૮માં માર્કેટમાં મળવા લાગ્યા. આવો જાણીએ કે સેનેટરી પેડ્સના આધુનિક રૂપ પહેલાં મહિલાઓ કંઈક આ રીતે પેડ્સનો ઉપયોગ કરતી હતી.

Papyrus

Papyrus

મિશ્રમાં બ્લીડિંગ રોકવા માટે મહિલાઓ Papyrus નો પ્રયોગ કરતી હતી. આ એક રીતનો લિપી પત્ર હતો. પીરિયડ્સમાં મહિલાઓ તેને પલાળીને સેનેટરી પેડ્સની જેમ ઉપયોગ કરતી હતી.

મૅાસ

મૅાસ

મૅાસનો મતલબ થાય છે કાઈ. પહેલાં મહિલાઓ કાઈ એકઠી કરીને એક કપડાંમાં લપેટી લેતી હતી અને પછી તેને ઉપયોગમાં લેતી હતી. આ એક સારો આઇડિયા હતો પરંતુ કાઈમાં તો ખૂબ વધારે પરિજીવી પણ હતા. જે માણસના શરીરમાં ગયા પછી ફાયદો તો નહીં જ પહોંચાડતા હોય.

રેતી

રેતી

ચાઈનીઝ મહિલાઓ બ્લીડિંગથી બચવા માટે એક કપડાંમાં રેત ભરીને તેને ફીટ બાંધી લેતી હતી.

જ્યારે રેતી ભીની થઈ જતી હતી ત્યારે તે તેને ફેંકીને કપડાંને ફરીથી ઉપયોગ કરવા માટે સુકવતી હતી.

ઘાસ

ઘાસ

આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની મહિલાઓ બ્લીડિંગથી બચવા માટે ઘાસને પેડની જેમ ઉપયોગ કરતી હતી.

બેંડેઝ કે ગોઝ પટ્ટી

બેંડેઝ કે ગોઝ પટ્ટી

પહેલાંવિશ્વ યુદ્ધના સમયે નર્સોએ સૌથી પહેલાં બેંડેઝનો પ્રયોગ કર્યો. ફ્રાન્સમાં ઘાયલ સૈનિકોના લોહીનેરોકવા માટે બેંડેઝનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેના પછી નર્સોએ વિચાર્યું કે તેને પીરિયડ્સ દરમ્યાન થનાર બ્લીડીંગને રોકવા માટે પણ ઉપયોગ કરી શકાય છે.

જૂનાં કપડાં

જૂનાં કપડાં

આજે પણ છેવાડાના ગામડાઓમાં અને નાના શહેરોમાં ઘણી મહિલાઓ સેનેટરી પેડની જગ્યાએ જૂનાં કપડાંનો ઉપયોગ કરે છે. જોકે ઘણાં વિશેષજ્ઞોનું માનવું છે કે તે મહિલાઓના સ્વાસ્થ્ય માટે બિલકુલ યોગ્ય નથી.

દેવદારની છાલ

દેવદારની છાલ

દેવદારની છાલ સાંભળીને થોડી નવાઈ લાગી રહી હશે પરંતુ નેટિવ એમરિકાની મહિલાઓની પાસે તેના ઉપરાંત બીજો કોઈ ઉપાય નહોતો. તેને લગાવાની પાછળ કારણ એ હતું કે એક તો તે ખૂબ જ પાતળું અને હળવું હોય છે. બીજું કે તે ભીનાશને જલદી શોષી લે છે એટલા માટે ત્યાની મહિલાઓનો પસંદીદા સેનેટરી પેડ રહ્યું હશે.

ઉન

ઉન

રોમમાં મહિલાઓ પીરિયડ્સ દરમ્યાન બ્લીડિંગને રોકવા માટે ઉનનો ઉપયોગ કરતી હતી. ઘેટાંના વાળમાંથી ઉન તૈયાર કરવામાં આવે છે.

image source

લાકડાં

લાકડાં

વિચારો પીરિયડ દરમ્યાન પોતાના ગુપ્તાંગોની પાસે લાકડાંના ટુકડાં લગાવવા. વિચારીને જ રુવાડાં ઉભા થઈ જાય છે. ગ્રીકની મહિલાઓ Lint ના લાકડાંને પોતાના પ્રાઈવેટ પાર્ટસમાં એડજસ્ટ કરતી હતી. જેનાથી બ્લીડિંગ રોકાઈ જાય. આ સેનેટરી પેડની તુલનામાં આ ખૂબ જ ખતરનાક અને ડરામણો ઉપાય હતો.

જાનવરની ચામડી

જાનવરની ચામડી

એવી જગ્યાઓ જ્યાં ઠંડીનો પ્રકોપ સૌથી વધારે હતો ત્યાં મહિલાઓ પશુઓની ચામડીને પેડની જેમ ઉપયોગમાં લેતી હતી કેમકે બરફ જામેલી જગ્યાઓ પર કોઈ બીજો ઉપાય પણ તેમની પાસે નહી રહ્યો હોય.

સેનેટરી બેલ્ટસ

સેનેટરી બેલ્ટસ

સેનેટરી પેડ્સનું સૌથી જૂનું રૂપ હતું સેનેટરી બેલ્ટ તે ડાયપરની જેમ હતું જેમાં ઈલાસ્ટિક બેલ્ટ લાગેલું હોય છે અને તેમાં કોટન પેડ ફિક્સ કરવામાં આવતું હતું. તેને પહેલી વાર અઢારમી શતાબ્ધીની આજુબાજુ બનાવવામાં આવ્યું હતું જેનું ચલણ ૧૯૭૦ ના દશક સુધી રહ્યું.

image source

એવી મહિલાઓ જે પીરિયડ્સમાં કંઈ પણ ઉપયોગ નથી કરતી

એવી મહિલાઓ જે પીરિયડ્સમાં કંઈ પણ ઉપયોગ નથી કરતી

ભારતમાં એવી ઘણી બધી જગ્યાઓ છે જ્યાં પેડની ચલણ નથી. આદિવાસી વિસ્તારોમાં તછ બિલકુલ પણ નહીં. તેનું એક કારણ એ પણ છે કે ભારતમાં પીરિયડ્સ પર ખુલીને ક્યારેય વાત નથી થતી. પછાત વિસ્તારોમાં તો આજે પણ જે મહિલાઓને પીરિયડ્સ આવે છે તેને અઠવાડિયા સુધી અશુદ્ધ માનવામાં આવે છે. એટલા જ દિવસ તે પોતાના જ ઘરમાં અછૂત થઈ જાય છે અને તેને પાણી સુધી અડવામાં નથી દેવામાં આવતું. અને ઘણી જગ્યાએ તો મહિલાઓને પીરિયડમાં બીજી ઝૂંપડી કે રૂમમાં રાખતા હતા. અને ત્યાં કોઈ જઈ શકતું નહોતું.

English summary
Here are some unbelievable things when women used some really unsafe sanitation methods for menstruation.
Story first published: Monday, June 26, 2017, 10:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more
X