For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો કોના માટે શુભ છે હીરો અને તેને કેવી રીતે ઓળખશો

By Super Admin
|

સ્ત્રીઓ અને હીરાને ક્યારેય પણ એકબીજાથી અલગ ન કરી શકાય. કહેવામાં આવે છે કે જો તમારે તમારી ગર્લફ્રેન્ડ અથવા પત્નીને મનાવવી છે, તો તેને હીરો ગિફ્ટમાં આપો, કારણ કે આ એકદમ સુંદર અને સૌથી મોંઘો ગણવામાં આવે છે.

પરંતુ શું તમે જાણો છો કે આ કેટલાક લોકો માટે જ શુભ હોય છે. આપણે બધા સદીઓથી આ રત્નો વિશે ઘણી બધી વાર્તાઓ સાંભળતા આવી રહ્યાં છીએ જે દેશ અને સંસ્કૃતિ મુજબ બદલાતી રહે છે.

જેવી રીતે સૌથી વધુ કિંમતી રત્ન ગણવામાં આવે છે, પરંતુ આ કેટલાક ગુણો માટે સારો અને કેટલાક લોકો માટે ખરાબ પણ હોય છે. આવો જાણીએ કેટલીક એવી કહાણીઓ વિશે.

જાણો કોના માટે શુભ છે હીરો અને તેને કેવી રીતે ઓળખશો

હીરામાં પાછળ છુપાયેલ વિશ્વાસ
હીરો મોટાભાગે સગાઇ અને લગ્નની વિંટીમાં ઉપયોગ થાય છે. આ સ્ત્રીના ગર્વ અને પુરૂષના સાહસના સંબંધને જોડવા માટે હોય છે.

દુર્ભાગ્યનું કારણ
હીરો ઘણીવાર દુર્ભાગ્યનું કારણ બને છે જેમ કે હીરો પહેરવાથી લોકોનો ધંધો બંધ થઇ જાય છે. એટલું જ નહી તેને પહેરવાથી દુર્ઘટના અથવા મોત પણ થઇ શકે છે.

કોને હીરો પહેરવો ન જોઇએ
આ રત્ન ખૂબ શક્તિશાળી ગણવામાં આવે છે. હીરો ફક્ત કન્યા અને તુલા રાશિવાળા જાતકોને જ પહેરવો જોઇએ કારણ કે આ તે બે રાશિઓને સૌભાગ્ય અને સમૃદ્ધિ આપે છે.

શું તમને લાગે છે તમારે હીરો પહેરવો જોઇએ?
જો તમને હીરો માફક આવી રહ્યો છે તો એક અઠવાડિયામાં તમને તેના સારા પરિણામ જોવા મળશે. અને જો આ રત્ન તમને સૂટ નથી કરતો તો ખરાબ પરિણામ આપશે.

શું તમને તેની હીલિંગ પાવર્સ વિશે ખબર છે
કારણ કે આ રત્ન ખૂબ શક્તિશાળી ગણવામાં આવે છે તો તેના કેટલાક હીલિંગ પાવર્સ પણ હશે. હીરો પહેરવાથી પુરૂષો અને મહિલાઓ બંનેમાં વાંઝીયાપણાની સમસ્યાને દૂર કરવામાં મદદ મળે છે.

કયો હીરો પહેરવો જોઇએ
હીરાના ઘણા વિકલ્પ છે પરંતુ જ્યારે તમે હીરો પહેરો તો જોઇ લો કે તેમાં કોઇપણ પ્રકારનો કટ અથવા તિરાડ ન હોય, અને તે બિલકુલ પારદર્શી હોવો જોઇએ.

હીરો પહેરવાનો સૌથી સારો સમય
હીરો હંમેશા શુક્રવાર, શુક્લ પક્ષના દિવસે જ લેવો જોઇએ. આ ઉપરાંત ભરણી, પૂર્વા, ફાલ્ગૂની, અને પૂર્વાક્ષાદ નક્ષત્ર દરમિયાન પણ હીરો ખરીદી શકો છો.

English summary
We all know that there are countless superstitions which have become associated with different gemstones throughout the centuries and they also differ according to country and tradition.
Story first published: Friday, November 4, 2016, 11:09 [IST]
X
Desktop Bottom Promotion