આ છે એવા આદિવાસીઓ કે જે પીવે છે માણસોનું સૂપ !

Posted By: Staff
Subscribe to Boldsky

વિશ્વમાં અનેક આદિવાસી જ્ઞાતિઓ રહે છે કે જેમની પ્રથાઓ પર વિશ્વાસ કરવો બહુ મુશ્કેલ હોય છે અને આ યાનોમામી આદિવાસી પણ કંઇક અલગ નથી, કારણ કે તેઓ માણસોનું સૂપ પીવા માટે જાણીતા છે.

આદિવાસીઓની ઘણી વાર્તાઓ છે કે જે નરભક્ષણ કે વિચિત્ર પ્રકારની પ્રથાઓ સાથે જોડાયેલી છે. આ વાર્તા એક જાણીતા ભારતીય આદિવાસીઓની છે કે જે અમેઝાનનાં વરસાદી વોનાં કિનારે રહે છે અને જેમને યાનોમામી આદિવાસી કહેવામાં આવે છે.

આ આદિવાસી લોકો અવિશ્વસનીય કાર્યો, પ્રથાઓ થા પોતાનાં રહેવાની રીત માટે જાણીતા છે. આ આદિવાસી લોકોની જીવનશૈલી સાથે જોડાયેલા રોચક તથ્યો વિશે જાણીએ.

પોતાનાં પ્રિય લોકોનાં આત્માને બચાવવા માટે આ લોકો પોતાની જ જ્ઞાતિનાં મૃત લોકોની રાખ ખાવામાં વિશ્વાસ ધરાવે છે. તેઓ નાગા ફરે છે અને તેઓ ખુલ્લા ટેંટમાં છત નીચે રહે છે.

તો આ અજીબ પ્રથા વિશે વધુ જાણીએ અને આ જનજાતિ દ્વારા રાખ ખાવાની આ પ્રથા પાછળ રહેયાલ તર્કને જાણીએ.

tribal people who drink human blood

આ કોણ છે ?
આ યાનોનામી જનજાતિનાં લોકો છે અને આ જનજાતિ અમેઝાનનાં વરસાદી વન વિસ્તારમાં લગભગ 200-250 ગામોમાં ફેલાયેલા છે. તેઓ પ્રાકૃતિક રીતે મૃત્યુને પ્રાપ્ત થયેલ વ્યક્તિની રાખમાંથી બનેલું સૂપ પીવે છે. જરૂરી નથી કે મૃત વ્યક્તિ તેમનો કોઈ સંબંધી હોય. તે તેમની જ્ઞાતિની કોઈ પણ વ્યક્તિ હોઈ શકે છે.

tribal people who drink human blood

તેમનો વિશ્વાસ
આ જનજાતિ મૃત્યુમાં વિશ્વાસ નથી ધરાવતી, પરંતુ તેમનું એવું માવું છે કે વિરોધી જનજાતિનાં કોઇક જાદુગરે તેમની પ્રજાતિની કોઇક વ્યક્તિ પર હુમલો કરી ખરાબ આત્મા મોકલી દીધો છે. તેના ઉપાય માટે તેઓ વિચારે છે કે તેવ્યક્તિનાં શરીરનું અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે.

tribal people who drink human blood

રાખ કેમ ખાય છે ?
તેમનું એવું માનવું છે કે મૃત વ્યક્તિની રાખ ખાવાથી તેમની જાતિનાં પ્રિય સભ્યનો આત્મા જીવિત રહે છે તથા તેનાથી આવનારી પેઢીઓનું ભાગ્ય સારૂં હોય છે.

tribal people who drink human blood

રાખનું સૂપ કઈ રીતે બનાવવામાં આવે છે ?
મૃત વ્યક્તિનાં શરીરને નજીકનાં જંગલમાં પાંદડાઓ વડે ઢાંકીને મૂકવામાં આવે છે. 30થી 45 દિવસો બાદ તેઓ વિઘટિત શરીરમાંથી હાડકાં એકત્ર કરે છે અને તેમને બાળે છે. હાડકાંઓ બળવાથી જે રાખ મળે છે, તેને ફર્મેંટ કરેલા કેળા સાથે મેળવી સૂપ બનાવવામાં આવે છે.

tribal people who drink human blood

સંપૂર્ણ જનજાતિ આ સૂપ પીવે છે
સંપ્રૂણ જનજાતિએ આ મિશ્રણ પીવું જરૂરી હોય છે. તેના માટે જનજાતિનાં સભ્યો વચ્ચે સૂપ પાસ કરવામાં આવેછે. ાદર્શ રીતે તેને એક વારમાં જ પીવું જરૂરી હોય છે.

કેટલીક એવીજ પ્રથાઓ છે કે જે આજે પણ પ્રચલિત છે. જો આપની પાસે આનાથી જોડાયેલી કોઈ માહિતી હોય, તો કૃપા કરી નીચેનાં કૉમેંટ સેક્શનમાં શૅર કરો.

English summary
This is the story of the “Yanomami tribal people” who drink human soup! Read the spine-chilling story, here!
Story first published: Thursday, April 13, 2017, 13:30 [IST]