For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એક સૈનિક જે મર્યા પછી પણ 49 વર્ષોથી સરહદની કરી રહ્યા છે સુરક્ષા

By Super Admin
|

આપણી દુનિયા અજીબો ગરીબ રહસ્યોનો પટારો છે. અહી ઘણી એવી ઘટનાઓ પણ ઘટતી રહે છે જેને ઉકેલવી ક્યારેક ક્યારેક મુશ્કેલ બની જાય છે. આજે અમે તમને એક એવા સૈનિક વિશે જણાવા જઈ રહ્યા છીએ. જેમના મૃત્યુના 49 વર્ષ પછી પણ તે સેનામાં ડ્યૂટી આપે છે. તમે માનો કે ના માનો પણ આ સાચું છે.

પૂર્વી સિક્કિમમાં પંજાબ રેજિમેન્ટના જવાન હરભજન સિંહની આત્મા ગત 49 વર્ષોથી સેવારત છે. તેમના ચમત્કારોના કારણે જ તેમની યાદમાં બાબા હરભજન સિંહ મંદિર પણ બનાવવામાં આવ્યું છે. બાબા હરભજન સિંહ મેમોરિયલ મંદિર જેલેપ્લા દર્રે અને નાથુ લા દર્રેની વચ્ચે સ્થિત છે અને એક લોકપ્રિય તીર્થ કેન્દ્ર છે, જ્યાં દરરોજ સેકન્ડો શ્રદ્ધાળુ આવે છે. અને માનતા માંગીને જાય છે. આવો જાણીએ બાબા હરભજનના વિશે.

જોખમ આવતાં પહેલાં કરી દે છે સચેત

જોખમ આવતાં પહેલાં કરી દે છે સચેત

સૈનિકોનુ કહેવું છે કે હરભજન સિંહની આત્મા, ચીન તરફથી થનાર જોખમ વિશે પહેલાંથી તેમને જણાવી દે છે. અને જો ભારતીય સૈનિકોને ચીનના સૈનિકોનું કોઈ પણ મૂવમેન્ટ પસંદ ના આવે તો તેમના વિશે તે ચીનના સૈનિકોને પણ પહેલાં જ જણાવી દે છે જેથી વાત વધારે ના બગડે અને હળીમળીને વાતચીત કરીને તેનો ઉપાય નીકાળી શકાય. ભલે તમે આ સાચુ માનો કે ના માનો પણ ચીનના સૈનિકો પોતે પણ આના પર વિશ્વાસ કરે છે એટલા માટે ભારત અને ચીન વચ્ચે થનાર દરેક ફ્લેગ મિટીંગમાં હરભજન સિંહના નામની એક ખાલી ખુરશી રાખવામાં આવે છે જેથી તે મિટીંગ એટેન્ડ કરી શકે.

કોણ છે હરભજન સિંહ:

કોણ છે હરભજન સિંહ:

હરભજન સિંહનો જન્મ 30 ઓગસ્ટ 1946ના રોજ જિલ્લો ગુજરાવાળા જે કે હાલમાં પાકિસ્તાનમાં છે, ત્યાં થયો હતો. હરભજન સિંહ 24 મી પંજાબ રેઝિમેન્ટના જવાન હતા જે કે 1966 માં આર્મીમાં જોડાયા હતા. પણ માત્ર ૨ વર્ષની નોકરી કરીને 1966 માં એક અકસ્માતનો શિકાર થઈ ગયા હતા. ખરેખર એક દિવસ જ્યારે તે ખચ્ચર પર બેસીને નદી પાર કરી રહ્યા હતા તો ખચ્ચર સાથે નદીમાં વહી ગયા. નદીમાં વહીને તેમની લાશ ખૂબ આગળ નીકળી ગઇ હતી. બે દિવસની તપાસ પછી પણ તેમની લાશ ન મળી તો તેમણે પોતે પોતાના એક સાથી સૈનિકના સપનમાં આવીને પોતાના શબની જગ્યા જણાવી. સવારે સૈનિકે બતાવેલી જગ્યા પર હરભજનના શબના અંતિમ સંસ્કાર કર્યા.

સૈનિકોમાં છે આસ્થા

સૈનિકોમાં છે આસ્થા

હરભજન સિંહના આ ચમત્કાર પછી સાથે સૈનિકોની તેમનામાં આસ્થા વધી ગઈ અને તેમને અનેક બંકરને એક મંદિરનું રૂપ આપ્યું. જોકે ત્યાર પછી તેમના ચમત્કાર વધવા લાગ્યા અને તે વિશાળ જન સમૂહની આસ્થાનું કેન્દ્ર થઈ ગયા તો તેમના માટે એક નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ જે કે ‘બાબા હરભજન સિંહ મંદિર' ના નામથી જાણીતું છે. આ મંદિર ગંગટોકમાં જેલેપ્લા દર્રે અને નાથુલા દર્રેની વચ્ચે, 13000 ફૂટ ઉંચાઈ પર સ્થિત છે. જૂનું બંકરવાળુ મંદિર તેનાથી 1000 ફીટ વધારે ઉંચાઈ પર સ્થિત છે. મંદિરની અંદર બાબા હરભજન સિંહનો એક ફોટો અને તેમનો સામાના રાખવામાં આવ્યો છે.

આજે પણ કરે છે ડ્યૂટી:

આજે પણ કરે છે ડ્યૂટી:

બાબા હરભજન સિંહ પોતાના મૃત્યુ પછી સતત પોતાની ડ્યુટી કરે છે. તેના માટે તેમને કાયદેસર પગાર પણ આપવામાં આવે છે, તેમની સેનામાં એક રેન્ક છે, નિયમઅનુસાર તેમનું પ્રમોશન પણ કરવામાં આવે છે, અહીં સુધી કે કેટલાક વર્ષ પહેલાં સુધી ૨ મહિનાની રજાઓમાં ગામડે પણ મોકલવામાં આવ્યા હતા. તેના માટે ટ્રેનમાં સીટ રિઝર્વ કરવામાં આવે છે, ત્રણ સૈનિકોની સાથે તેમનો બધો સામન તેમના ગામમાં મોકલવામાં આવે છે તથા બે મહિના પુરા થયા પછી પાછા સિક્કિમ લાવવામાં આવતા હતા. જે બે મહિના બાબા રજાઓ પર રહેતા હતા તે દરમિયાન પૂરી બોર્ડર હાઇ એલર્ટ પર રહેતા હતા કેમકે તે સમયે સૈનિકોને બાબાની મદદ મળી શકતી નહોતી શકતી.

હવે બારે મહિના ડ્યુટી પર

હવે બારે મહિના ડ્યુટી પર

પરંતુ બાબાનું સિક્કિમથી જવાનુ અને આવવાનુ એક ધાર્મિક આયોજનનુ રૂપ લેતા જઈ રહ્યા હતા જેમાં મોટી સંખ્યામાં જનતા ભેગી થવા લાગી હતી. કેટલાક લોકો આ આયોજનને અંધવિશ્વાસને વધારો કરવાનુ માનતા હતા એટલા માટે તેમને કોર્ટનો દરવાજો ખખડાવ્યો કેમકે સેનામાં કોઈપણ પ્રકારના અંધવિશ્વાસનો નિષેધ હોય છે. એટલે સેનાએ બાબાને રજાઓ પર મોકલવાનું બંધ કરી દીધું. હવે બાબા વર્ષના બારે મહિના ડ્યુટી પર રહે છે. મંદિરમાં બાબાનો એક રૂમ પણ છે જેમા દરરોજ સફાઈ કરીને પથારી કરવામાં આવે છે. બાબાની સેનાના વર્દી અને જૂતા પણ રાખવામાં આવે છે. કહે છે કે રોજ ફરીથી સફાઈ કર્યા પછી તેમાના જૂતમાં કિચડ અને ચાદર પર કરચલીઓ જોવા મળે છે.

લોકોની આસ્થાનું કેન્દ્ર છે મંદિર:

લોકોની આસ્થાનું કેન્દ્ર છે મંદિર:

બાબા હરભજન સિંહનુ મંદિર સૈનિકો અને લોકો બન્નેનું આસ્થાનું કેન્દ્ર છે. આ જગ્યા પર આવનાર દરેક નવો સૈનિક સૌથી પહેલા બાબાને નમન કરવા જાય છે. આ મંદિરને લઈને અહીં લોકોમાં એક અજીબ માન્યતા છે કે આ મંદિરમાં બોટલમાં ભરીને પાણીને ત્રણ દિવસ માટે રાખવામાં આવે તો આ પાણીમાં ચમત્કારી આૌષધિય ગુણ આવી જાય છે. આ પાણીને પીવાથી લોકોના રોગ મટી જાય છે. એટલા માટે મંદિરમાં નામ લખેલી બોટલોનો લાઈન લાગેલી રહે છે. આ પાણી ૨૧ દિવસોની અંદર પ્રયોગ કરી શકાય છે અને આ દરમ્યાન માંસાહાર અને દારૂનું સેવન નિષેધ હોય છે.

આર્મી કરે છે મંદિરનુ સંચાલન

આર્મી કરે છે મંદિરનુ સંચાલન

બાબાનુ બંકર, જે કે નવા મંદિરથી 1000 ફૂટ ઉંચાઈ પર છે, લાલ અને પીળા રંગોથી સજાવેલું છે. સીડી પણ લાલ રંગની અને પિલર પીળા રંગના. સીડીની બન્ને બાજુ રેલિંગ પર નીચેથી ઉપર સુધી ઘંટડીઓ બાંધેલી છે. બાબાના બંકરમાં નોટો રાખી છે. આ નોટોમાં લોકો પોતાની માનતા લખે છે એવું માનવામાં આવે છે કે તેમાં લખેલી દરેક માનતા પૂરી થાય છે. આજ રીતે બંકરમાં એક એવી જગ્યા છે જ્યાં લોકો સિક્કા નાખે છે જો તે સિક્કો તેમને પાછો મળી જાય તો તે ભાગ્યશાળી માનવામાં આવે છે. પછી તેને હંમેશા માટે પોતાના પર્સ કે તિજોરીમાં રાખવાની સલાહ આપવામાં આવે છે. બન્ને જગ્યાનું સંપૂર્ણ સંચાલન આર્મી દ્વારા જ કરવામાં આવે છે.

English summary
This is the story of Baba Harbhajan Singh, an Indian Army soldier, who died in 1986 but his ghost is believed to still be protecting his brothers-in-arms at the border.
Story first published: Wednesday, May 17, 2017, 15:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more