For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સ્વિડનમાં હાઈસ્કૂલ સ્ટુડંટ્સને ક્લાસ ઍટૅંડ કરવા માટે મળે છે દર મહિને 187 ડૉલર સ્ટડી ઍલાઉંસ

By Super Admin
|

સ્વિડનની હાઈસ્કૂલ દર મહિને સ્ટુડંટ્સનો અભ્યાસ પૂર્ણ કરાવવા માટે 187 ડૉલરનું સ્ટડી ઍલાઉંસ આપે છે. જાણો કેમ ?

સ્વિડનની હાઈસ્કૂલ દર મહિને સ્ટુડંટ્સનો અભ્યાસ પૂર્ણ કરાવવા માટે 187 ડૉલરનું સ્ટડી ઍલાઉંસ આપે છે. જાણો કેમ ?

સમગ્ર વિશ્વની કૉલેજો અને યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓનુ કુશળથાને જોતા સ્કૉલરશિપ અને અનુદાન આપે છે, જ્યારે સ્વિડનની હાઈસ્કૂલ સ્ટુડંટ્સને આ માટે અનુદાન આપે છે કે જેથી તેઓ દર મહિને સ્કૂલે આવી ક્લાસિસ ઍટૅંડ કરી શકે.

તેના માટે સ્વિડિશ લૉ મુજબ ત્યાં ભણતા સ્ટુડંટ્સને દર મહિને 187 ડૉલર સ્ટડી ઍલાઉંસ તરીકે આપવામાં આવે છે.

students get paid to go to school in sweden

187 ડૉલરનું એજ્યુકેશન ઍલાઉંસ
સ્વિડિશ કાયદા મુજબ શાળાનાં દરેક વિદ્યાર્થીને 1,050 સ્વિડિશ ક્રોન આપવા પડશે. તેને પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થીની ઉંમર 16 વર્ષ તથા તેણે પોતાની માધ્યમિક સ્કૂલ સુધીની પઢાઈ પૂરી કરેલી હોવી જોઇએ. આ સ્ટડી ઍલાઉંસ પામવા માટે સ્થાનિક સ્ટુડંટ્સે કોઈ અરજી આપવાની નથી હોતી, જ્યારે બહારથી આવીને ભણતા સ્ટુડંટ્સને આ ઍલાઉંસ માટે અરજી કરવાની હોય છે.

જો વિદ્યાર્થી બોર્ડિંગ સ્કૂલમાંથી અભ્યાસ પૂર્ણ કરી રહ્યું હોય અને તેના પરિવારને અનુદાન તરીકે વધુ રકમની જરૂર હોય, ત્યારે વિદ્યાર્થીને અનુપૂરક ભથ્થું કે બોર્ડિંગ અનુદાન પણ આપવાની જોગવાઈ છે. આ સ્ટડી ઍલાઉંસ પામવા માટે સ્ટુડંટની ઉંમર 16થી 20 વર્ષની હોવી જોઇએ.

સ્ટૉકહોમ સુંદર, પરંતુ એક મોંઘુ શહેર છે
સ્વિડનની કૉલેજોમાં અભ્યાસ મફત છે, પરંતુ સ્વિડનમાં રહેવાનું મફત નથી. સ્ટૉકહોમ સ્વિડનનું બહુ મોંઘુ શહેર છે અને તેનું નામ દુનિયાનાં સૌથી મોંઘા શહેરોમાં રજિસ્ટર્ડ છે. અહીંની જીવનશૈલી ખૂબ જ ખર્ચાળ અને મોંઘી છે. તેથી અહીંનાં સ્ટુડંટ્સ બીજા શહેરોમાં જઈ ભણવાનું પસંદ કરે છે. આ જ કારણ છે કે અહીંની સરકારે સ્ટુડંટનાં અભ્યાસમાં નરમ વલણ અપનાવી રાખ્યું છે.

આ પ્રકારનું નિયમ કેવલ સ્વિડનમાં જ નહી, પણ અન્ય યૂરોપીય દેશોમાં પણ મોજૂદ છે. તો પછી કેમ સ્વિડનનાં જ મહત્તમ વિદ્યાર્થીઓ દેવામાં ડુબેલા છે ? જવાબ ખૂબ સરળ છે. વિદ્યાર્થીઓએ પોતાની જવાબદારીઓ પોતે જ ઉપાડવાની હોય છે તથા તેમાં તેઓ માતા-પિતાની મદદ નથી લઈ શકતાં.

માતા-પિતાથી અલગ રહેવું
એક સ્ટડીમાં આ વાત સામે આવી હતી કે સ્વિડનની લાઇફસ્ટાઇલ ખૂબ મોંઘી છે. એક સમય બા ત્યાં પુખ્તો અને વિદ્યાર્થીઓએ પોતાની જવાબદારી પોતે ઉપાડવાની હોય છે અને તેમાં તેઓ પોતાનાં માતા-પિતાની મદદ નથી લઈ શકતાં. અન્ય યૂરોપિયન દેશોનાં વિદ્યાર્થીઓની જેમ સ્વિડનનાં વિદ્યાર્થીઓ પણ ઓછી વયમાં પોતાનાં માતા-પિતાનું ઘર છોડી જુદા રહેવા લાગે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું કે 30 વર્ષની ઉંમર બાદ માત્ર 2 ટકા સ્વિડિશ પુરુષો જ પોતાના માતા-પિતા સાથે રહે છે, જ્યારે સ્પેનમાં 25 ટકા પુરુષો 30 વર્ષની ઉંમર બાદ માતા-પિતા સાથે રહે છે, તો ઇટાલીમાં તેમની ટકાવારી 32 છે. તેથી તેઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે, તે માટે સરકારે શિક્ષણ ક્ષેત્રમાં તેમના માટે સ્ટડી ઍલાઉંસ જેવી કેટલીક યોજનાઓ બનાવી રાખી છે.

English summary
Sweden pays high school students $187 per month to attend school.
Story first published: Friday, May 19, 2017, 10:30 [IST]
X
Desktop Bottom Promotion