સર્વે: મુસીબતમાં નાખી શકે છે ઓફીસમાં બાળકો જેવી હરકતો

Posted By:
Subscribe to Boldsky

શિકાગો: ઓફીસ અને ક્લાસરૂમમાં ફર્ક હોય છે. પરંતુ ઘણાં લોકો આ વાતને નથી જાણતા. કેટલાક લોકો ઓફીસમાં આવ્યા બાદ પણ ક્લાસરૂમ જેવું વર્તન ક્યારેય નથી છોડતા. અમેરિકામાં એક રીસર્ચ કરવામાં આવી હતી જેમાં આ વાત સામે આવી છે.

HR ફર્મ કેરિયર બિલ્ડર તરફથી કરાવવામાં આવેલા સર્વે મુજબ ઓફીસમાં દર ચારમાંથી ત્રણ એટલે કે 77 ટકા લોકોએ પોતાના સાથી કર્મચારીઓના બાળકો જેવા વર્તન અંગે વાત કરી હતી. આ સર્વેમાં લગભગ 3000 કર્મચારીઓના સેમ્પલ્સ લેવામાં આવ્યાં હતા. બની શકે કે આ વાંચ્યા બાદ આપને હસવું આવે પણ હસ્યા બાદ તમે પણ વિચારજો કે ક્યાંક તમે પણ આવું તો નથી કરતાને.

આ છે બાળકો જેવી ઓફીસમાં કરવામાં આવતી હરકતો
1. 55 ટકા કર્મચારીઓ ઓફીસમાં ધીમા અવાજે ગણગણાટ કર્યાં કરે છે.
2. 46 ટકા કર્મચારીઓ પોતાની મરજીનું ન થતા મોં ચઢાવી લે છે.
3. 44 ટકા કર્મચારીઓ ગોસિપ કરે છે.
4. 36 ટકા કર્મચારીઓ પોતાના સાથી કર્મચારી સાથે ફ્રેન્ક રમતા હોય છે.
5. 35 ટકા કર્મચારીઓ પીઠ પાછળ વિવિધ નકલ કરે છે.
6. 32 ટકા કર્મચારીઓ ઓફીસમાં જૂથબંધી કરે છે.
7. 30 ટકા કર્મચારીઓ સહકર્મચારીઓ અંગે અફવાઓ ફેલાવે છે.
8. 29 ટકા કર્મચારીઓ ગુસ્સામાં પોતાની કેબિન બહાર નીકળે છે.
9. 27 ટકા કર્મચારીઓને નખરા બતાવવાની આદત હોય છે.
10. 23 ટકા કર્મચારીઓ એવા હોય છે જે પોતાના રીસોર્સીસ અન્ય સાથે શેર નથી કરતા.

કેટલીક હરકતો એવી હોય છે કે બાળકો પણ પાછળ રહી જાય. આવી હરકતો પર સામાન્ય રીતે મેનેજમેન્ટનું ધ્યાન નથી જતું. અન્ય એવી કેટલીક હરકતો પણ હોય છે જેના પર કર્મચારીઓનું ધ્યાન નથી જતુ. આવો આગળની સ્લાઈડમાં જાણીએ એવી જ કેટલીક હરકતો અંગે.

નખરા કરવા

નખરા કરવા

કંપનીના માલિક તરફથી નખરા બતાવવા, બીજા પર ગુસ્સો કરવો અથવા જોરથી દરવાજો બંધ કરવો.

હાઈડ એન્ડ સીક

હાઈડ એન્ડ સીક

કર્મચારીઓ અનેક વખત પોતાના કામથી બચવા માટે ક્યાંક છુપાઈ જતા હોય છે.

બીજાને મુશ્કેલીમાં નાખવા

બીજાને મુશ્કેલીમાં નાખવા

ઘણી વખત એવી સ્થિતિ ઉભી કરવામાં આવે છે, જેના કારણે અન્યને મુશ્કેલી ઉભી થાય છે.

ખાવાનું ચોરવું

ખાવાનું ચોરવું

જી હા ઓફીસમાં ફ્રિઝ અથવા તો ટીફિન બોક્સમાંથી પોતાના સાથીનું ખાવાનું ચોરવું.

પાર્કિંગને બ્લોક કરવું

પાર્કિંગને બ્લોક કરવું

બીજા કર્મચારીઓને પાર્કિંગમાં મુશ્કેલી થાય તે હેતુથી પાર્કિંગ બ્લોક કરી દેવું.

પહેલા ગોસીપ અને પછી સપોર્ટ

પહેલા ગોસીપ અને પછી સપોર્ટ

સામાન્ય રીતે પહેલા કર્મચારીઓ ગોસીપ કરે છે, અને પછી સપોર્ટ કરવાનું નાટક કરે છે.

લંચ પર ગયા બાદ ગાયબ થઈ જવું

લંચ પર ગયા બાદ ગાયબ થઈ જવું

કેટલાક કર્મચારીઓ લંચ પર ગયા બાદ ઓફીસમાં નથી દેખાતા

ફોનમાં તાકજાક કરવું

ફોનમાં તાકજાક કરવું

ફોનમાંથી કન્ટેટની ચોરી કરીને બીજા કર્મચારીઓને બતાવવું.

English summary
According to New CareerBuilder Survey 3 in 4 workers report adolescent or childish behaviours in the Workplace.