Just In
- 593 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 601 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1331 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1334 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
ભારતમાં જ નહીં, આ દેશોમાં પણ માને છે વિચિત્ર અંધવિશ્વાસ
ભારતીય લોકોમાં અંધવિશ્વાસ સૌથી વધારે ફેલાયેલો છે. અહીંયા લોકો ઘણા પ્રકારની વસ્તુઓ પર વિશ્વાસ કરે છે અને જ્યારે આ વિશ્વાસ પોતાની મર્યાદા ઓઠંગી દે છે તો અંધવિશ્વાસ કહેવાય છે.
દુનિયાભરનાં લોકો માને છે કે ભારતીયોમાં સૌથી વધારે અંધવિશ્વાસ ફેલાયેલો છે, પરંતુ આ સાચું નથી. હકિકતમાં દુનિયામાં એવી ઘણી જગ્યા છે જ્યાં લોકો આંખ બંધ કરીને કેટલીક વસ્તુઓ પર વિશ્વાસ કરે છે.
ચીનથી લઈને ઇઝરાયલ સુધી કેટલાય દેશો એવા છે કે જ્યાં અંધવિશ્વાસનું પાલન ધાર્મિક રૂપથી કરવામાં આવે છે.
ચાલો જાણીએ કે ભારતનાં ઉપરાંત કયા દેશોમાં કેવા અંધવિશ્વાસ પ્રચલિત છે.

કૉરિયા
કૉરિયમાં ગર્ભવતી મહિલાઓને લઈને અંધવિશ્વાસ પ્રચલિત છે. અહીં માનવામાં આવે છે કે ગર્ભાવસ્થાનાં સમયે વિષમ ભોજનનું સેવન કરવાથી તે સ્ત્રીનું સંતાન કદરૂપુ થાય છે.

જાપાન
જાપાનીઓ માને છે કે ભલે જ આપનાં જીવનમાં કોઈ દિશા ન હોય, પરંતુ મરી ગયેલા લોકોની હોય છે. અહીં માનવામાં આવે છે કે મૃત લોકો ઉત્તર દિશામાં આરામ કરે છે માટે આ દિશા તરફ માથું રાખી સૂવાથી દુર્ભાગ્ય આવે છે.

રશિયા
રશિયામાં કોઇ પક્ષી દ્વારા માણસ ઉપર મળ કરવા પાછળ પણ એક કરાણ છે. અહીંયાનાં લોકો માને છે કે આ સમૃદ્ધિનું કારક છે.

ટર્કી
આ દેશનું અંધવિશ્વાસ જાણીને આપને વિશ્વાસ નહીં થાય. આ દેશમાં માનવામાં આવે છે કે રાત્રનાં સમયે ચ્યૂઈંગમ ચાવવી કોઇ મૃતનું સડેલું માંસ ખાવની બરાબર છે.

પોર્ટુગીઝ
પોર્ટુગીઝના લોકો મુજબ પાછળની તરફ ચાલવાનો મતલબ છે કે આપ શેતાનને પોતાનો રસ્તો બતાવી રહ્યાં છો.

હંગેરી
હંગેરી અને રશિયા બંને જગ્યાએ માનવામાં આવે છે કે ડિનર માટે ખૂણાનાં ટેબલ ઉપર બેસવાથી લગ્નની સંભાવના વધી જાય છે.

ફ્રાંસ
ફ્રાંસમાં અંધવિશ્વાસ છે કે કુતરાનું મળ આપનું ભાગ્ય નિર્ધારિત કરી શકે છે. જો આપ આનાથી ડાબી તરફ ચાલો છો તો આપને પોતાનાં ભાગ્યનો સાથ મળશે, પરંતુ જો આપ જમણી તરફ ચાલો છો તો દુર્ભાગ્ય મળશે.
હવે તો આપ સમજી ગયા હોશો કે ભારત એક માત્ર એવુ દેશ નથી જ્યાં અંધવિશ્વાસને માનવામાં આવે છે.