શા માટે ભારતીય લગ્નોમાં લગાવાય છે મહેંદી?

Posted By: Staff
Subscribe to Boldsky

ભારતીય લગ્નોમાં 'મહેંદીની રાત' લગ્ન પહેલાની સૌથી મહત્વપૂર્ણ રસમોમાની એક છે. આ માત્ર લગ્ન પહેલીની એક મજેદાર રસમ જ નથી, પરંતુ તેનું સાંસ્કૃતિક મહત્વ પણ ઘણું છે. પારંપરિક રસમ લગ્ન પહેલા વરરાજા અને કન્યાને મહેંદી લગાવવી, ભારતની સૌથી જૂની પરંપરાઓમાની એક છે. જોકે, આ રસમમાં કન્યાના હાથો અને પગોમાં મહેંદીની વિસ્તૃત ડિઝાઇન બનાવવામાં આવે છે. જ્યારે વરરાજાને શગુનના રૂપમાં મહેંદીનો એક ટીકો લગાવવામાં આવે છે.

તેનું અનુસરણ લગ્નની એક પરંપરાના રૂપમાં ભારતના અનેક ભાગો સાથે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ જેવા પડોસી દેશોમાં કરવામાં આવે છે. મુસલમાનો વચ્ચે પણ મહેંદી ઘણી લોકપ્રીય છે. ઇસ્માલી સાહિત્ય અનુસાર, પેંગબર મુહમ્મદ પોતાની દાઢી રંગાવવા માટે મહેંદીનો ઉપયોગ કરતા હતા, તેનો ઉપયોગ બીમારોની સારવાર અર્થે કરતા હતા. જેના કારણે મહેંદીની રસમને ભારતીય ઉપમહાદ્વીપીય અને અનેક અરબી દેશોમાં લગ્ન પહેલાની એક મહત્વપૂર્ણ રસમના રૂપમાં મનાવવામાં આવે છે. તો ચાલો તસવીરો થકી મહેંદીના મહત્વને જાણીએ.

મહેંદીનું મહત્વ

મહેંદીનું મહત્વ

મહેંદી લગ્નના બંધનનું પ્રતીક છે અને તેથી તેને એક શગુન માનવામાં આવે છે. તે દંપતી અને તેમના પરિવારો વચ્ચેના પ્રેમ અને સ્નેહનું પ્રતીક કહેવામાં આવે છે.

આ પરંપરા સાથે જોડાયેલી કેટલીક પ્રચલીત માન્યતાઓ

આ પરંપરા સાથે જોડાયેલી કેટલીક પ્રચલીત માન્યતાઓ

1- કન્યાના હાથનો ઘાટો રંગ જોડાઓ વચ્ચે અતૂટ પ્રેમ દર્શાવે છે.
2- મહેંદીનો ઘાટો રંગ નવવધૂ તથા તેમની સાસુ વચ્ચે પ્રેમ અને સમજને દર્શાવે છે.
3- જ્યાં સુધી નવવધૂના હાથમાં મહેંદીનો રંગ રહે છે, તેટલી તેને શુભ માનવામાં આવે છે.
4- મહેંદીને પ્રજનન ક્ષમતાનું પ્રતીકાત્મક પ્રતિનિધિત્વ પણ માનવામાં આવે છે.

ઔષધીય ગુણો માટે પણ જાણીતી છે

ઔષધીય ગુણો માટે પણ જાણીતી છે

તેની શીતળતા તણાવ, માથાનો દુઃખાવામાં રાહત આપે છે. નખને વધારવામાં પણ મહેંદી ઘણી જ લાભકારક જડીબૂટ્ટી છે. અતઃ લગ્નના તણાવમાં રાહત આપવા માટે વરરાજા અને કન્યાને મહેંદી લગાવવામાં આવે છે. તે લગ્ન પહેલા થનારા કોઇપણ સંભવિત રોગથી બચાવે છે.

મહેંદીની રસમ

મહેંદીની રસમ

મહેંદીની રસમ ઘણી રંગીન, સરુમય તથા ધૂમ ધડાકાથી ભરેલી છે. રસમ દરમિયાન વિભિન્ન પરિવારોની વિભિન્ન પ્રથાઓ હોય છે. સામાન્ય રીતે આ રસમોમાં લગ્નને એક દિવસ પહેલા પૂરી કરી લેવામાં આવે છે તથા તે અવાર નવાર સંગીત પ્રોગ્રામ સાથે આયોજીત કરવામાં આવે છે. કન્યા અને પરિવારની અન્ય મહિલાઓના હાથો અને પગોમાં મહેંદીની આલંકારિક ડિઝાઇન હોય છે, આ બન્ને પરિવારો માટે મોજ કરવાનો, નાચવાનો અને ખાવા પીવાનો અવસર છે.

ડિઝાઇન તથા આધુનિકરણ

ડિઝાઇન તથા આધુનિકરણ

સમયની સાથોસાથ, મહેંદી પારંપારિક ડિઝાઇન અને અધિક જટીલ તથા સજાવટી થઇ ગઇ છે. હવે મહેંદીમાં અનેક પ્રકારની ડિઝાઇન આવે છે તથા તેમાં રાજસ્થાની અને અરબી ડિઝાઇન ઘણી જ લોકપ્રીય છે. હવે મહેંદીને ક્રિસ્ટલ તથા ચમકી સાથે સજાવવામાં આવે છે. પ્રત્યેક સુંદર ડિઝાઇન ઘણી જ જટીલ હોય છે અને ખાસ કરીને કન્યા માટે બનાવવામાં આવે છે. હવે આ જટીલ ડિઝાઇન પેટર્ન વિશ્વભરની વરકન્યાઓમાં ખાસી લોકપ્રીય છે.

English summary
Significance of Mehndi in Indian Wedding
 Mehndi ceremony is very popular in indian wedding/marriage. Here is significance of mehndi in indian wedding.It is not only a fun pre-wedding ritual but also has a deep-rooted cultural significance to it.