Just In
Don't Miss
ધરતી પર નર્કથી પણ બદતર છે આ જગ્યાઓ, ભૂલથી પણ ના જશો આ તરફ
તમારા લોકોમાંથી કોઈએ નર્કને જોયું છે. જી હાં જો આ વાત તમને પૂછવામાં આવે તો તમે એ જ કહેશો કે પૂછનાર પાગલ થઈ ગયો છે. જેમકે બધાજ જાણે છે કે સ્વર્ગ અને નર્ક તો મર્યા પછી જ મળે છે તેનું જીવતે જીવ મળવાની વાત કહેવી એક સામાન્ય મજાક લાગે છે બીજું કંઈ નહી. સંસારમાં ઘણી એવી જગ્યાઓ છે કે ખૂબ સુંદર છે અને પોતાની સુંદરતાને કારણે તે લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. પરંતુ તેમાંથી ઘણી એવી જગ્યાઓ પણ છે જે તમારા માટે એટલી ખતરનાક થઈ શકે છે કે તમારો જીવ પણ લઈ શકે છે.
આજે અમે એવી જ કેટલીક જગ્યાઓની વાત કરીશું જેને ધરતી પરનું નર્ક કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાન કોઈ નર્કથી ઓછું નથી. તમને જણાવી દઈએ કે આ જગ્યાઓ આપણા દેશમાં પણ રહેલી છે. તો આવો જાણીએ તે એવી કઈ જગ્યાઓ છે જ્યાં કોઈપણ જવાનું પસંદ કરતા નથી. આ જગ્યાઓ નર્કથી પણ બદતર છે.

એમપીનું દમોહ
તેની શરુઆત થાય છે મધ્યપ્રદેશની એવ જગ્યાથી જેને દમોહના નામથી જાણવામાં આવે છે. આ શહેરને નર્કની ઉપાધિ એટલા માટે આપવામાં આવી છે કેમકે આ શહેર એટલું ગંદુ છે કે તમે ત્યાં રાહતના શ્વાસ પણ ના લઈ શકો. જે લોકો ત્યાં એક વખત ચાલ્યા જાય છે તો તેની ગંદકીના કારણે તે ત્યાં બીજી વખત જવાનું નામ નથી લેતા. આ શહેર ગંદકીના કારણે નર્કના નામથી ઓળખીતું થયું છે.

લિસ્ટમાં શહેર છે નંબર ૧
તમને જણાવી દઇએ કે એમપીનું આ શહેર દમોહ ભારતની ગંદી જગ્યાઓની લિસ્ટ પર નંબર ૧ની જગ્યા પર છે. આ શહેર પોતાની ગંદકીના કારણે જ જાણીતું છે. અહી આવનાર લોકો બીજી વખત અહીં આવવાનો વિચાર પણ મગજમાં લાવતા નથી.

ઝારખંડનું ડાલટનગંજ શહેર
તમને જણાવી દઈએ કે આ લિસ્ટમાં આગળ વધતા ઝારખંડ રાજ્યનું આ શહેર જે ડાલટનગંજના નામથી જાણીતું છે. આ એટલું ગરમ શહેર છે કે લોકો તેને નર્કની આગથી જોડીને જુએ છે. લોકોનું કહેવું છે કે આ શહેરનું તાપમાન ગરમીમાં નર્કની આગની જેમ થઈ જાય છે જેનાથી લોકો હેરાન થઈ જાય છે. આ શહેરને ભારતનું નર્ક તેની ગરમીના કારણે કહેવામાં આવે છે. અહીં જનાર લોકો હમેંશા આ શહેરમાં ના જવાની સલાહ આપે છે.

રાજસ્થાનનું ચૂરુ
નર્કની ગરમીનો જો તમારે અનુભવ કરવો હોય તો તમારે આ જગ્યા પર જવું જોઇએ. એમ તો લોકો અહીં જવા વિશે ક્યારેય વિચારતા જ નથી. આ વિશ્વની સૌથી વધારે ગરમીવાળી જગ્યા છે. તમને જણાવી દઈએ કે જેને આ જગ્યાની ગરમની સહન કરી લીધી તેને નર્કની આગને પણ સહન કરવાની તાકાત મળી જશે.

ખજુરાહો
પોતાની કલા અને ચિત્રોના કારણે પ્રસિદ્ધ ખજુરાહો પોતાની ગરમીના કારણે પણ જાણીતા છે. તમને જણાવી દઈએ કે અહીં પણ એટલી ગરમી પડે છે કે તમને નર્કનો અનુભવ કરાવે છે. અહીં જતા પહેલા વિચારી લો.

તેલંગાણાનું ખમ્મમ
આ પણ ધરતીના સૌથી મોટા નર્કના લિસ્ટમાં આવે છે. તમને જણાવી દઈએ કે આ જગ્યા પર જવાથી તમને જાણવા મળશે કે આ જગ્યાને ધરતીનું નર્ક કેમ કહેવામાં આવ્યું છે. આ કેટલીક જગ્યાઓ છે જ્યાં તમે ક્યારેય જવા નહીં ઈચ્છો.