For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો, ભારતમાં જોઇન્ટ ફેમિલી સાથે રહેવાના ફાયદા

|

આજે ભલે કહેવાય કે ન્યૂકલીયર ફેમિલી વધી રહી છે. અને લોકોને પરિવારની સાથે રહેવાના બદલે એકલા જ રહેવાનું વધુ પસંદ કરતા હોય પણ તેમ છતાં હજી ધણા પરિવારો તેવા છે જે આજે પણ જોઇન્ટ ફેમિલિમાં રહે છે. અને આટલો મોટા પરિવાર તમામ જરૂરિયાતો, ઉત્સવો અને સુખ દુખ સાથે મળીને માણે છે.

જોઇન્ટ ફેમિલીમાં જ્યાં સાથે મળીને લોકો મોજ મસ્તી કરે છે ત્યાં જ બીજી તરફ લડાઇ ઝગડા પણ થાય છે. પણ જોઇન્ટ ફેમિલીની સૌથી વધુ મઝા તહેવાર સમયે આવે છે. જ્યારે દાદા-દાદી, કાકા-કાકી અને બહુ બધા કજીન ભાઇ બહેનો સાથે મળીને તહેવારની મઝા માણે છે.

ત્યારે જોઇન્ટ ફેમિલી હોવાના શું ફાયદા છે તે વિષે કેટલીક રસપ્રદ વાતો અમે તમને જણાવીશું નીચેના આ આર્ટીકલમાં. સાથે જ જાણો જોઇન્ટ ફેમિલી હોવાના કારણે કેવા કેવા ડ્રામા થાય છે અને કેવી કેવી મઝા આવે છે. તો જો આ દિવાળી તમને પણ તમારા મોટા પરિવારની સાથે હશો તો તમને પણ આ તમામ વાતો વાંચીને આનંદ જરૂરથી થશે.

બહુ બધા ભાઇ-બહેનો
જોઇન્ટ ફેમલીમાં તમે ક્યારેય એકલા નથી હોતા. કારણ કે તમારી આસપાસ તમારા બહુ બધા ભાઇ-બહેનો રમતા-ફરતા રહેતા હોય છે. જેમાંથી કેટલાક તમને બુલી પણ કરતા હોય છે અને કેટલાક સાથે તમારું ખૂબ બનતું પણ હોય છે.

જાત જાતના પકવાન
જોઇન્ટ પરિવારમાં હોવાના કારણે તમને ખાવા-પીવાની કોઇ પરેશાની ક્યારેય નહીં થાય. તમારી કાકી-દાદી-મમ્મી તમારી અલગ અલગ ભાવતી ડિસ તમારા માટે બનાવતી રહેશે અને તમને અલગ અલગ વસ્તુઓ પણ પ્રેમથી ખાવા મળશે.

અંધવિશ્વાસની બોલ બાલા
જોઇન્ટ ફેમલીમાં કોઇ કોઇ વ્યક્તિ તેવું હોય છે જે અંધવિશ્વાસમાં માનતું હોય છે અને તેના કારણે તમને ગમે કે ના ગમે તમારે પણ માનવું પડે છે. જો કે આ વાતને બીજી રીતે જોઇએ તો આજ રીતે સંબંધો બને છે.

રજાની મઝા
જોઇન્ટ ફેમિલીની સૌથી સારી વાત તે હોય છે કે રજાના વખતે ખૂબ જ મઝા આવે છે. આખો પરિવાર સાથે હોય છે. ફરવા જવાની તેવી મઝા ખાસ હોય છે.

સાફ સફાઇ
જોઇન્ટ ફેમિલી હોવાના કારણે સાફ સફાઇનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. વળી તમારામાં નાનપણથી આ મામલે શિસ્ત પણ જોવા મળે છે. અને આ રીતે તમારું સ્વાસ્થ પણ સારું રહે છે.

ઓવર પ્રોટેક્ટિવ ડ્રામા
ન્યૂક્લિયર ફેમિલિના બાળકોને તેમના માતા-પિતા ખાસ પ્રોટેક્ટ કરે છે પણ જોઇન્ટ ફેમલિમાં તેટલું નથી હોતું. આ જ કારણે જોઇન્ટ ફેમલિના બાળકાને પોતાનું કામ કઢાવતા, સારા-નાસારાની પરખ સારી હોય છે.

English summary
Perks Of Growing Up In An Indian Family in hindi Life in India can be quite the drama kind. There are a ton of perks we all have when brought up in an Indian household, take a look and dont be amazed.
Story first published: Tuesday, November 10, 2015, 12:41 [IST]
X