For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ટૉયલેટ : એક સાસ-વહુની પ્રેમ કથા

કાનપુરમાં એક 80 વર્ષની વહુએ પોતાની 102 વર્ષની સાસ માટે બકરીઓ વેચી શૌચાલય બનાવ્યું કેજેથી સાસને તકલીફ ન થાય. વહુએ પોતાના પીઢ સાસુ માટે ટૉયલેટ બનાવ્યું, પરંતુ તેના માટે તેને પોતાની 6 બકરીઓ વેચવી પડી.

By Lekhaka
|

જહાઁ શૌચ, વહાઁ શૌચાલય... આજ-કાલ ટીવીમાં આ જ વિષય પર અક્ષય કુમાર અને ભૂમિ પંડેકરની ફઇલ્મ 'ટૉયલેટ એક પ્રેમ કથા'નાં પ્રોમો હેઠળ બહુ જોર-શોરથી બતાવામાં આવે છે કે જેમાં એક પતિ પોતાની પત્ની માટે ગામમાં શૌચાલયની લડાઈ દર્શાવવામાં આવી છે, પરંતુ વાસ્તવિક જીવનમાં ઉત્તર પ્રદેશમાં કાનપુરનાં અનંતાપુરમાં સાસુ-વહુનો અનોખો દૃષ્ટાંત જોવા મળ્યો છે.

અહીં એક 80 વર્ષની વહુએ પોતાની 102 વર્ષની સાસુ માટે બકરીઓ વેચીને શૌચાલય બનાવ્યું કે જેથી તેની સાસુને તકલીફ ન થાય. વહુએ પોતાની પીઢ સાસ માટે ટૉયલેટ બનાવડાવ્યું, પરંતુ તેના માટે તેને પોતાની 6 બકરીઓ વેચવી પડી.

સાસુની સુવિધા માટે :

સાસુની સુવિધા માટે :

સાસુને શૌચાલય જવામાં તકલીફ ન થાય, તેથી તેની વહુએ પરિવારની આજીવિકાનું સાધન વેચી શૌચાલય બનાવડાવ્યું. મહિલાનાં પુત્રે સમાચાર એજંસી એએનઆઈને જણાવ્યું કે તેમની દાદીનું પગ તૂટી ગયુ હતું કે હરી-ફરી નહોતા શકતાં. દાદીની આ તકલીફને જોઈ તેની માતાએ શૌચાલય બનાવવાનો નિર્ણય કર્યો, પરંતુ પૈસા ન હોવાનાં કારણે તેને પોતાની બકરીઓ વેચવી પડી.

જ્યારે વહિવટી તંત્રે પણ ન કરી મદદ :

ચંદનાનાં પુત્ર રામ પ્રકાશે જિલ્લા વહિવટી તંત્ર પાસેથી મદદની માંગણી કરી અને સરપંચને ઘરમાં ટૉયલેટ બનાવડાવી દેવાનું કહ્યું, પરંતુ તેની વાત કોઈ સાંભળી નહીં. તે પછી ચંદનાએ નક્કી કર્યું કે તે પોતાની સાસુ માટે ઘરે જ શૌચાલય પોતાનાં ખર્ચે બનાવડાવશે. આર્થિક રીતે ખૂબ જ નબળા હોવા છતાં ચંદનાએ સમાજ માટે એક મોટો દૃષ્ટાંત સ્થાપિત કર્યો.

વડાપ્રધાનની ઝુંબેશ

વડાપ્રધાનની ઝુંબેશ

આપને જણાવી દઇએ કે કેન્દ્ર સરકારે સ્વચ્છ ભારત ઝુંબેશ હેઠળ 2જી ઑક્ટોબર, 2019 સુધી સમગ્ર દેશને ખુલ્લામાં શૌચમાંથી મુક્ત કરાવવાનો નિર્ણય કર્યો છે. આ ઝુંબેશ હેઠળ સસમ્ર દેશમાં શૌચાલયોનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. તેના માટે સરકાર પણ મદદ કરે છે, પરંતુ કેટલાક લોકો સ્વચ્છતા ઝુંબેશથી પ્રેરાઈને પોતાની જરૂરિયાતની વસ્તુઓ વેચીને પણ શૌચાલય બનવાડાઈ રહ્યાં છે.

English summary
an 80-year-old woman gifted a toilet to her 102-year-old mother-in-law by selling six goats in Kanpur, Uttar Pradesh.
X
Desktop Bottom Promotion