Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
નામીબ રણ : જ્યાં રણ અને દરિયાનું થાય છે મિલન
દુનિયાનાં સૌથી પ્રાચીન અને વિશાળ રણોમાંનું એક નામીબ રણ અને ઍટલાંટિક સાગરનાં છેડાને મળે છે.
અત્યાર સુધી આપે દુનિયામાં એવા રણો વિશે સાંભળ્યું હશે કે જોયું હશે કે જ્યાં દૂર-દૂર સુધી માત્ર રેતી જ પથરાયેલી રહે છે. માઇલો દૂર સુધી પાણીનું નામોનિશાન સુદ્ધા નથી હોતું, પરંતુ અમે આપને આજે નામીબ રણ વિશે બતાવીશું કે જ્યાં દુનિયાનાં સૌથી પ્રાચીન વિશાળ નામીબ રણ અને ઍટલાંટિક દરિયાનાં છેડા સાથે મળે છે.
દક્ષિણ આફ્રિકાનાં પૂર્વ નામીબિયા ખાતે આવેલ નામીબ રણ લગભગ 1,35,000 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. દુનિયાનો એકમાત્ર કાંઠાળ દરિયા કે જ્યાં દૂર-દૂર સુધી ધુમ્મસ છવાયેલું રહે છે. આ લેખ વડે અમે આપને નામી રણની સુંદરતાનાં દર્શન કરાવીશું.

દેખાશે દૂર સુધી દરિયો અને રેત
નામીબિયાનુો આ વિચિત્ર નજારો રેણની ઉપર જો ફ્લાઇટ વડે નજર નાંખવામાં આવે તો શું કહેવું ! જો વિમાનથી આ નજારો જોવામાં આવે, તો કુઇસેબ નદીનાં કાંઠા સાથે રણની ટેકરીઓ દેખાય છે. આપ જ્યાં સુધી જોશો, આપને સતત ઍટલાંટિક સાગરનો છેડો અને રણ ફેલાયેલા દેખાશે.
દુનિયાનો સૌથી મોટો રેતીનો ટેકરો
દુનિયાનો સૌથી મોટો રેતીનો ટેકરો બિગ ડૅડી અહીં જોવા મળે છે. આ ટેકરીની લંબાઈ 325 મીટર છે. આ ઉપરાંત અહીં ડ્યૂન 45 પણ છે કે જેને દુનિયાનો ફોટોજેનિક ટેકરો કહેવામાં આવે છે.
બે મોટા રણો
નામીબિયામાં વિશ્વનાં બે સૌથી પ્રાચીન અને વિશાળ રણ આવેલા છે. કાલાહારી અને 80 મિલિયન વર્ષ જૂનો નામીબ રણ. અહીં વર્ષનાં 365 દિવસોમાંથી 300 દિવસ સૂર્યનો પ્રકાશ રહે છે.\



Click it and Unblock the Notifications













