For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ્રેમના પથ પર રોમાન્સમાં અવ્વલ છે આ દેશો

By Super
|

રોમાન્સ દરેક વ્યક્તિના જીવનમાં એક અલગ જ સ્થાન ધરાવતું હોય છે. દરેક વ્યક્તિ માટે પ્રેમ એક મહત્વની પળ સમાન હોય છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રેમને એક અલગ માન આપવામાં આવે છે. જોકે, દરેક દેશની પોતાનો પ્રેમ રજુ કરવાની અદા અલગ હોય છે, ક્યાંક પ્રેમને જાહેરમાં વ્યક્ત કરવામાં આવતો હોય છે, તો ક્યાંક પ્રેમમાં સાલિનતાના દર્શન થતા હોય છે. ભારતમાં જે રીતે પ્રેમને સાલિનતાપુર્વક રજુ કરવામાં આવે છે, તેમ બ્રાઝિલ સહિતના દેશોમાં પ્રેમમાં એ સાલિનતા જોવા મળતી નથી પરંતુ તેમના પ્રેમમાં આવેશ હોય છે.

આજે અહીં એવા જ કેટલાક દેશો અંગે આછેરી માહિતી આપવામાં આવી છે કે, જે વિશ્વભરમાં તે ત્યાના લોકાના રોમાન્સના કારણે પણ જાણીતા બન્યા છે. આ યાદીમાં અમેરિકા, સ્વિડન, ઇટલી, આયરલેન્ડ, ફ્રેન્ચ સહિતના દેશો ટોપ પર છે, તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ વિશ્વના ટોપ રોમેન્ટિક દેશ.

ભારત

ભારત

ભારતને એશિયાનું સૌથી રોમેન્ટિક સ્થળ માનવામાં આવે છે. ભારતમાં 90 ટકા લોકો પ્રેમમાં વિશ્વાસ ધરાવે છે, એટલું જ નહીં તાજ મહેલને વિશ્વભરમાં પ્રેમની શાનદાર નિશાની તરીકે ઓળખવામાં આવે છે.

સ્પેન

સ્પેન

સ્પેનના લોકોને સારા લવર સાબિત થાય છે. તેઓ લાઇવલી, ચાર્મિંગ, હોટ હોય છે. તેઓ પ્રેમનો સાચો અર્થ જાણે છે અને જ્યારે તેઓ કોઇના પ્રેમ હોય છે ત્યારે કંઇ છૂપાવતા નથી.

બ્રાઝિલ

બ્રાઝિલ

બ્રાઝિલ તેની રોમેન્ટિક અપીલ માટે જાણીતો છે. ત્યાં લવ અને સેક્સ એક સામાન્ય બાબત હોવાનું અવાર-નવાર બહાર આવ્યું છે. બ્રાઝિલના અનેક સ્થળો રોમાન્સ માટે જાણીતા છે.

ઇટલી

ઇટલી

પ્રેમની બાબતમાં ઇટલી જેવો અન્ય કોઇ દેશ નથી. ત્યાંના લોકો માટે પ્રેમ એક અવિભાજ્ય અંગ હોય તેવો વ્યવહાર ઇટલીના લોકોમાં જોવા મળે છે.

સ્વિડન

સ્વિડન

સ્વિડન વિશ્વમાં તેમના ચાર્મ અને રોમાન્સના કારણે પ્રચલિત છે. સ્વિડનના લોકો પતિ તરીકેની જવાબદારી સારી રીતે નિભાવતા હોવાનો સર્વે પણ બહાર આવ્યો હતો.

અમેરિકા

અમેરિકા

રોમેન્ટિક દેશોમાં અમેરિકાએ પણ પોતાનું સ્થાન બનાવ્યું છે. પ્રેમની બાબતમાં આ રાષ્ટ્ર પણ અન્ય રાષ્ટ્રો કરતા વિભિન્ન છે.

ફ્રેન્ચ

ફ્રેન્ચ

ફ્રેન્ચના લોકો તેમના પ્રેમાળ સ્વભાવ માટે જાણીતા છે. તેઓ ખરા અર્થમાં પ્રેમની ભાષા જાણે છે. ત્યાના લોકો જીવન, ફૂડ, ચોકલેટ અને વાઇનને પ્રેમ કરે છે અને તેથી જ પેરિસને વિશ્વના સૌથી રોમેન્ટિક શહેર તરીકે ઓળખવામાં આવે છે.

આયરલેન્ડ

આયરલેન્ડ

આયરલેન્ડ વિશ્વનો સૌથી ચાર્મિંગ અને રોમેન્ટિક દેશ છે. તેઓનો પહેરવેશ ઘણા સારો હોય છે અને પ્રેમમાં તમનો આવેશ આપણને જોવા મળે છે.

લેબનેસ

લેબનેસ

લેબનેસ વિશ્વના સૌથી રોમેન્ટિક સ્થળોમાનું એક છે. તે આરબ વિશ્વના અન્ય દેશોની તદ્દન અલગ છે. તેમની ડાર્ક સ્કિન અને આંખોના કારણે તેમની શારિરીક અપીલ ઘણી જ હોય છે. તેઓ પ્રેમને કેવી રીતે રજુ કરવો તે સારી રીતે જાણે છે.

અર્જેન્ટિના

અર્જેન્ટિના

અર્જેન્ટિનાએ ઘણો જ પેસનેટિક અને રોમેન્ટિક દેશ છે. લેટિન અમેરિકાના આ રાષ્ટ્રના લોકોમાં ઘણું પેશન હોય છે. એર્જેન્ટિનાના લોકોના પ્રેમને ખરા અર્થમાં જોવો હોય તો તે ટાંગોમાં જોવા મળે છે.

English summary
here is the list of Most Romantic Nation in The World
X
Desktop Bottom Promotion