For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દુનિયાનાં સૌથી પ્રતિબંધિત સ્થળો કે જ્યાં વીઆઈપીને પણ નથી મળતી એંટ્રી

By Super Admin
|

સમગ્ર દુનિયામાં એવા ઘણા ગુપ્ત સ્થળો છે કે જ્યાં સામાન્ય લોકો તો શું, મોટી-મોટી હસ્તીઓ સુદ્ધા નથી જઈ શકતી. આવો જાણીએ એવા સ્થળો વિશે.

પૃથ્વી પર એવા પણ વિસ્તારો છે કે જ્યાં આપનો પ્રવેશ વર્જિત છે. આ વિસ્તારોમાં આ શું, દુનિયાની કોઈ પણ હસ્તી નથી જઈ શકતી. તેની પાછળ જુદા-જુદા કારણો છે કે જેમના વિશે અમે આપને આગળ વિસ્તૃત રીતે બતાવીશું.

તેમાંનાં કેટલાક સ્થળોનાં નામ કંઈક આ મુજબ છે :

સવબાર્ડ સીડ :

સવબાર્ડ સીડ :

આ વિસ્તાર નૉર્વેજિયન ટાપુ પર સ્થિત મહત્વનું સ્થાન છે. અહીંનાં 120 મીટરનાં વિસ્તારમાં ભયાનક સુરક્ષા છે અને લોકોનું જવું નિષિદ્ધ છે. આ ટાપુ પર દુનિયાની દરેક જડી-બૂટી છે કે જેનો ઉપયોગ દુનિયાનાં સંકટગ્રસ્ત થવા પર કરવામાં આવશે.
Image Source

વેટિકનનાં સીક્રેટ ઍચીવર્સ :

વેટિકનનાં સીક્રેટ ઍચીવર્સ :

વેટિકન સોસાયટીની યૂનિક લાયબ્રૅરીમાં માત્ર કેટલાક સભ્યો જ જઈ શકે છે. અહીં પર ઘણા રહસ્યમય પુસ્તકો મૂકાયેલા છે કે જે માયા કોડ, એલિયન અને અન્ય વાતો વિશે માહિતી આપે છે.

Image Source

પાઇન ગૅપ :

પાઇન ગૅપ :

આ સ્થાન ઉપરથી કોઈ પણ પસાર નથી થઈ શકતું. આ સ્થળને વિશેષ સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે આ સ્થળ ઑસ્ટ્રેલિયામાં આવેલું છે અને અહીં સીઆઈએ તથા ઑસ્ટ્રેલિયા સરકારની તહેનાતી કાયમ હોય છે.
Image Source

હૅવનકો :

હૅવનકો :

આ સ્થળને સને 2000માં બનાવવામાં આવ્યું હતું અને તેને જૂનુ એંટી-ઍરક્રાફ્ટ પ્લેટફૉર્મ આપવામાં આવ્યુ હતું, પરંતુ હવે તેમાં સામાન્ય પ્રજા અને લોકો માટે પ્રવેશ પ્રતિબંધિત છે, કારણ કે તેમાં ઘણી ગુપ્ત વસ્તુઓનો સંગ્રહ છે. અહીં માત્ર તે જ લોકો જાય છે કે જે તેમાં કાર્યરત્ છે અને કોઈ પણ ફસાદમાં નથી પડતાં.
Image Source

ઍરફોર્સ વન :

ઍરફોર્સ વન :

આ દુનિયાનું સૌથી રહસ્યમય સ્થળ છે કે જ્યાં પ્રવેશ અશક્ય છે. તેની અંદર શું છે ? આ અંગે કોઈને માહિતી નથી. અહીં સુધી કે તેનું લોકેશન પણ આપ સર્ચ નથી કરી શકતાં.
Image Source

સ્નૅક આઇસલૅંડ :

સ્નૅક આઇસલૅંડ :

આ ટાપુ પર માત્ર સાંપોનો જ વાસ છે. અહીં દુનિયાનાં સૌથી ઝેરી સાંપો જોવા મળે છે કે જ્યાં આપ જઈને પરત ક્યારેય નહીં આવી શકો. તેથી અહીં જવા પર મનાઈ છે.
Image Source

કોકા કોલા વૉલ્ટ :

કોકા કોલા વૉલ્ટ :

આપ દુનિયાનાં કોઈ પણ કોકા કોલા વૉલ્ટમાં પ્રવેશ નથી કરી શકતા અને તેની રેસિપી વિશે પણ જાણી નથી શકતા કે આ કોકનું નિર્માણ કઈ રીતે કરવામાં આવે છે.
Image Source

ફોર્ટ નૉક્સ :

ફોર્ટ નૉક્સ :

આ તે સ્થળ છે કે જ્યાં ત્રીસ હજાર સૈનિકો રહે છે અને તેની સુરક્ષા કરે છે. સમગ્ર યૂએસમાં આ સૌથી સુરક્ષિત સ્થળ છે અને માનવામાં આવે છે કે અહીં રાષ્ટ્રનો ખજાનો મૂકી રાખવામાં આવ્યો છે.
Image Source

રૂમ 39 :

રૂમ 39 :

આ સ્થળનું નિર્માણ 1970માં થયુ હતું અને તેને કોર્ટ ઑફ ઇકોનૉમી નામે પણ ઓળખવામાં આવે છે. અહીં નૉર્થ કોરિયાનાં કિમ જોંગ ઉન માટે તમામ વિદેશી કરન્સી મૂકવામાં આવે છે.
Image Source

English summary
These are the places where people are banned from entering. Check out the list of the most restricted areas around the world!
Story first published: Wednesday, May 10, 2017, 10:02 [IST]
X
Desktop Bottom Promotion