તમારા ભાગ્યને જાણવા માટે આ રીતે સીખો ડાબા હાથની રેખાઓને જોતા

By Karnal Hetalbahen
Subscribe to Boldsky

ઘણાબધા લોકો હથેળીની રેખાઓના માધ્યમથી હસ્તરેખા જુએ છે. જમણા હાથ કામમાં લેવામાં આવતા લોકો માટે, એવું કહેવામાં આવે છે કે તમારા ડાબા હાથમાં તમારું ભાગ્ય જન્મથી જ લખેલું હોય છે જ્યારે તમારા જમણા હાથમાં તમારા જન્મ બાદનું ભાગ્ય હોય છે જે તમારી મહેનત અને કર્મોથી હોય છે.

ડાબા હાથવાળાઓ માટે તેનાથી ઉંભુ હોય છે. હસ્તરેખા જોવાનું ચલણ ભારત, ચીન, મિશ્ર, અરબ અને ગ્રીસમાં વધુ છે. વર્ષોથી લોકોના મગજમાં એ પ્રશ્ન રહ્યો છે કે શું હાથની રેખાઓ ભૂંસાતી અને બદલાતી રહે છે/તેનો જવાબ છે હા. તમારા હાથની રેખાઓ નિરંતર બદલાતી રહે છે અને આ મુખત્વે સમય અને સ્થિતિ પર નિર્ભર કરે છે.

જે રેખાઓ દ્રશ્ય અને અદ્રશ્ય થતી રહે છે તેને ''માર્કિંગ અથવા અંકન રેખાઓ'' કહેવામાં આવે છે. એટલા માટે આવો જોઇએ ડાબા હાથની 7 મહત્વપૂર્ણ રેખાઓ જે તમારી જીંદગી વિશે ઘણું બધુ જણાવે છે. આ વાંચીને તમને ખૂબ જ આશ્ચર્ય થશે!

જીવન રેખા

જીવન રેખા

જીવન રેખા વ્યક્તિની જીવન અવધિ અને શારીરિક તાકાત વિશે જણાવે છે. આ રેખા તમારા સ્વાસ્થ્યની સ્થિતિ અને તમારા બદલાતા વાતાવરણ વિશે બતાવે છે. જ્યાં આ રેખા સ્પષ્ટ અને ઘાટી હોય તેનો અર્થ છે સારું સ્વાસ્થ્ય. તૂટેલી રેખાનો અર્થ છે તણાવ, ઇજા, બિમારીઓ.

વિવાહ રેખા

વિવાહ રેખા

હસ્તરેખામાં આ રેખા પર પણ ખૂબ ધ્યાન આપવામાં આવે છે. આ રેખા તમારી લવ લાઇફ વિશે જણાવે છે. ઘણીબધી નાની રેખાઓ તમારા એકતરફી પ્રેમને દર્શાવે છે. અંતે વિભાજીત થયેલી રેખાઓ છુટાછેટાના રૂપમાં લગ્નના અંતને દર્શાવે છે. જો રેખાઓ એકબીજાને કાપતી હોય તો તેનો અર્થ છે કે તમને જીવનસાથી શોધ છે. જો તમારા હાથમાં વિવાહ રેખા નથી, તો ચિંતા ના કરો, તેનો અર્થ છે કે હજુ તમારા મગજમાં લગ્ન વિશે કોઇ વિચાર આવ્યો નથી.

મસ્તિષ્ક રેખા

મસ્તિષ્ક રેખા

આ રેખા તમારી બુદ્ધિમતા અને વિચારવાની રીતને દર્શાવે છે, સાથે જ પ્રેરણ પણ દર્શાવે છે. જો આ જીવન રેખાની ઉપરથી જઇ રહી છે તો તેનો અર્થ છે કે તમારી વિચારસણી અને સમજણ યોગ્ય સંતુલનમાં નથી. લાંબે અને મોટી મસ્તિષ્ક રેખાનો અર્થ છે કે તમારું મગજ બીજી કોઇ વ્યક્તિ દ્વારા નિયંત્રિત થાય છે એટલે કે તમારા માટે કોઇ બીજું નિર્ણય લે છે. બે કે તેથી વધુ રેખાઓનો અર્થ છે કે તમે એક ખાસ પ્રકારના માણસ છો જે વિચારવાની દ્રષ્ટિએ રચનાત્મક અને સ્માર્ટ છો.

ભાગ્ય રેખા

ભાગ્ય રેખા

આ રેખા તમારા ભાગ્ય વિશે જણાવે છે. ગાઢ રેખાનો મતલબ છે કે જીવન નાટકીય રીતે આગળ વધશે. બારીક રેખા દર્શાવે છે કે તમારા પર બીજા કોઇનું નિયંત્રણ છે અને તમારા પર કોઇ બીજું હુકમ ચલાવશે. બે અથવા વધુ રેખાઓનો મતલબ છે કે તમે ખૂબ જ તેજ દિમાગવાળા બુદ્ધિશાળી વ્યક્તિ છો અને તમે આગળ જઇને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરશો.

ધન રેખા

ધન રેખા

આ રેખા તમારી અનામિકા આંગળીની નીચે સ્થિત સૂરજથી શરૂ થાય છે. નાની રેખાઓ અર્થ છે કે તમને પૈસા પ્રત્યે ખાસ લગાવ નથી. લાંબી રેખા દર્શાવે છે કે તમારા માટે પૈસાનું મહત્વ છે અને તમે પૈસા બચાવો પણ છો. ઘણીબધી નાની રેખાઓ દર્શાવે છે કે તમે ખૂબ ખર્ચાળુ છો.

છાલાની સંખ્યા

છાલાની સંખ્યા

તમારા કાંડા પર જેટલા વધુ છાલા હશે તમારી પાસે જીવનમાં એટલા જ વધુ પૈસા હશે. વધુ છાલાનો અર્થ વધુ પૈસા.

ખુશીની રેખા

ખુશીની રેખા

આ કેટલાક લોકોના હાથમાં જ હોય છે જે હથેળી પર માછલીના આકારની હોય છે. જો આ હાથ પર છે તો આ તમારી સફળતા અને ખુશીઓને દર્શાવે છે.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    Read more about: life bizarre જિંદગી
    English summary
    Look At Your Left Palm To Know More About Your Life. You will seek a lot of shocking facts which might scare you, so hold your breath and read on.
    Story first published: Tuesday, December 6, 2016, 15:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more