For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ છે ભારતનાં સૌથી અમીર ભિખારીઓ કે જેમની પાસે છે લાખોનાં ફ્લૅટ અને...

By Lekhaka
|

શું આપ વિશ્વાસ કરશો કે ભારતમાં આટલી ગરીબાઈ હોવા છતાં પણ કેટલાક એવા ભિખારીઓ છે કે જેમણે ભીખ માંગી-માંગીને લાખોનાં ફ્લૅટ અને પોતાનાં ઘર લીધા છે ? વિશ્વાસ નથી થતો ને !? પરંતુ આ વાત સાચી છે.

આજે અમે આપને ભારતનાં 5 સૌથી અમીર ભિખારીઓ વિશે જણાવીશું કે જેમણે સારૂં-એવું બૅંક બૅલેંસ જમા કરી રાખ્યું છે અને છતાં પણ તેમને સિગ્નલ પર ભીખ માંગતા જોઈ શકાય છે. તેમાંથી મોટાભાગનાં ભિખારીઓ મુંબઈનાં રહેવાશી છે.

તેમાં એક ભિખારણ સર્વતિયા દેવી છે કે જે પટણાની રહેવાશી છે અને તેમની ખાસ બાબત એ છે કે તેમણે પોતાનો 36,000 રુપિયાનો વીમો પણ ઉતરાવી રાખ્યો છે કે જેનાં પ્રીમિયમ તેઓ દર મહિને ભરે છે. એવા જ વધુ ભિખારીઓ પણ છે કે જેમના મોટા-મોટા ઘરો પણ છે અને બૅંકની તિજોરીમાં લાખોની સમ્પત્તિ પણ છે. આવો જાણીએ તેમના વિશે :

richest beggars in India

ભારત જૈન
આમની પાસે મુંબઈમાં બે ઍપાર્ટમેંટ છે કે જેમની કિંમત 140 લાખ રુપિયા છે. આ ઉપરાંત તેઓ એક જ્યુસની દુકાન ધરાવે છે કે જે તેમણે ભાડે ચઢાવેલી છે અને તેનાથી મહિને 10,000 રુપિયા ખૂબ સરળતાથી કમાઈ લે છે. તેઓ દર મહિને ભીખ માંગી લગભગ 60,000 રુપિયા કમાવવાનું કામ કરે છે.

સર્વતિયા દેવી
આ પટણાનાં રહેવાશી છે. તેઓ દરવર્ષે પોતાનાં 36,000 રુપિયાનાં વીમાનું પ્રીમિયમ ભરે છે. પટણામાં એક સારૂ એવું ઘર પણ છે.

કૃષ્ણ કુમાર ગીતે
તેમનું મુંબઈનાં નાલાસોપારામાં પોતાનું એક ફ્લૅટ છે કે જેની કિંમત 5 લાખ રુપિયા છે. તેઓ દરરોજ લગભગ 1500 રુપિયા ભીખ માંગીને એકઠા કરી લે છે.

સંભાળી કાળે
શું આપ જાણો છો કે આ ભિખારીએ શોલાપુરમાં એક ફ્લૅટ અને બે પોતાનાં ઘર ખરીદી રાખ્યા છે ? એટલુ જ નહીં, શોલાપુરમાં તેમની એક પોતાની જમીન પણ છે. બૅંકોમાં લાખો રુપિયાનું સેવિંગ્સ પણ કરી રાખ્યું છે.

લક્ષ્મી દેવી
તેમણે 16 વર્ષની ઉંમરથી ભીખ માંગવાનું શરૂ કરી દીધું હતું. આજે તેમની પાસે લાખો રુપિયા બૅંકમાં જમા પડ્યા છે.

English summary
Here is the list of richest beggars from India. These are the guys who mint money by just begging. Find out more about these richest beggars of India.
Story first published: Thursday, November 17, 2016, 11:47 [IST]
X
Desktop Bottom Promotion