For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું આપ તો નથી માનતા આ અંધિવશ્વાસની વાતો ?

By Lekhaka
|

બાળપણથી જ આપણને કેટલીક એવી માન્યતાઓ વિશે જણાવવામાં આવતું રહ્યું છે કે જેને આપણે અંધવિશ્વાસુઓની જેમ માનતા આવી રહ્યા છીએ. રસપ્રદ બાબત તો એ છે કે આપણે પોતે પણ જાણીએ છીએ કે આ માત્ર અંધવિશ્વાસ છે, પરંતુ છતા આપણે તેમને માનીએ છીએ.

અંધવિશ્વાસ વધારે કંઈ નહીં, બસ તે ભય છે કે જેના પગલે આપણે કેટલીક રસમો કરવા લાગીએ છીએ. મોટાભાગનાં અંધવિશ્વાસ નિરાધાર હોય છે કે જેમની ઉપર આપણે આંખો બંધ કરીને વિશ્વાસ કરી લઇએ છીએ. તેમનો વાસ્તવિકતા સાથે દૂર-દૂર સુધી કોઈ સંબંધ જ નથી હોતો.

ભારત એક એવો દેશ છે કે જ્યાં આજનાં ટેક્નિકલ યુગમાં પણ લોકો દ્વારા અનેક અંધવિશ્વાસની વાતો માનવામાં આવે છે. આપણે ભારતીયો પોતાને ઘણી વખત અંધવિશ્વાસો અને ટેક્નિકલ યુગ વચ્ચે ઊભેલા પામીએ છીએ.

આ અંધવિશ્વાસો પર સવાલ ઉઠાવવો આપણા માટે જ જરૂરી બનતું જઈ રહ્યું છે. તો શું આપ અંધવિશ્વાસુ છો ? તેનો તાગ મેળવવો બહુ આસાન છે. જો આપ નીચે આપેલી કોઈ પણ વસ્તુને માનો છે કે તેનાથી ડરો છો, તો આપ સાચે જ અંધવિશ્વાસને પ્રોત્સાહન આપી રહ્યાં છો.

મંગળવારે વાળ નથી કપાવતા

મંગળવારે વાળ નથી કપાવતા

અગાઉ સોમવારની રજા રહેતી હતી, તો સૌ તે જ દિવસે વાળ કપાવી લેતા હતાં. તેથી મંગળવારે કોઈ પણ ગ્રાહક નહોતા આવતા અને તેના પગલે સૅલૂન બંધ રહેતા. આ પરંપરા આજે પણ છે, જ્યારે હવે રજા રવિવારની હોય છે, પરંતુ આજે પણ લોકો મંગળવારે વાળ નથી કપાવતાં.

ઘરની અંદર છત્રી નથી ખોલતા

ઘરની અંદર છત્રી નથી ખોલતા

છત્રી ખોલવા માટે વધારે જગ્યાની જરૂર હોય છે અને ઘરની અંદર ખોલવાથી સામાનતુટી શકે છે. આ જ કારણ હતું કે છત્રી ઘરની અંદર નથી ખોલવામાં આવતી, પરંતુ લોકો આજે પણ તેને અપશુકન માને છે.

લિંબુ અને મરચું

લિંબુ અને મરચું

આ અંધવિશ્વાને લિંબુ ટોટકું પણ કહે છે. આપે જોયું હશે કે તેને લોકો પોતાનાં વાહનો અને ઘરનાં દરવાજે બાંધે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે દોરીથી લિંબુ અને મરચું બાંધવામાં આવે છે, તે તેમની તીખી ગંધ એબ્સૉર્બ કરી લે છે કે જેથી તે ત્યાં મચ્છરો અને કીડાઓ દૂર કરવામાં મદદ કરે છે. તેથી આ કોઈ ખરાબ આત્માને દૂર નથી કરતું. આ માત્ર એક મિથક છે.

અરીસો તુટવો અપશુકન છે

અરીસો તુટવો અપશુકન છે

અગાઉનાં દિવસોમાં અરીસા બહુ મોંઘા મળતા હતા, સાથે જ તેમની ગુણવત્તા પણ ઓછી હતી. અરીસો તુટતા બચાવવા માટે તેમણે લોકોને મૂરખ બનાવવાનું શરૂ કરી દીધું કે અરીસો તૂટવાથી સાત વર્ષ માટે દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે.

સૂર્યાસ્ત બાદ નખ નહીં કાપવા જોઇએ

સૂર્યાસ્ત બાદ નખ નહીં કાપવા જોઇએ

અગાઉ સૂર્યાસ્ત બાદ નખ કે વાળ કાપવા બહુ મોટી વાત હતી, કારણ કે અંધારામાં આ કામ કરતા ઈજા થઈ શકતી હતી. આ જ કારણ હતું કે જેથી સૂર્યાસ્ત બાદ નખ અને વાળ નહોતા કાપવામાં આવતાં.

ગ્રહણ દરમિયાન સગર્ભા મહિલાઓએ બહાર ન જવું જોઇએ

ગ્રહણ દરમિયાન સગર્ભા મહિલાઓએ બહાર ન જવું જોઇએ

સગર્ભા મહિલાઓ ઉપર એમ તો ઘણા બધા પ્રતિબંધો હોય છે કે જેમાંનો એક છે ગ્રહણ દરમિયાન બહાર ન જવું. એટલું જ નહીં, ગ્રહણ દરમિયાન તેમણે શાકભાજી પણ નહીં સમારવી જોઇએ, પરંતુ તેનું વાસ્તવિક કારણ એ છે કે તે યૂવી રણો કે જેનાથી ભ્રૂણને નુકસાન પહોંચી શકે છે.

સાંજે ઝાડુ લગાવવી

સાંજે ઝાડુ લગાવવી

અગાઉનાં જમાનામાં વધુ વીજળી વગેરે ન હોવાનાં કારણે ઘરોમાં પ્રકાશ નહોતો. તેના પગલેજો કોઈ દાગીનો કે આભૂષણ અજણતા નીચે પડી જાય, તો સાંજે ઝાડુ લગાવતી વખતે ખોવાઈ જતા હતાં.

English summary
Blindly following the superstitions and teaching others about it, without knowing the actual cause for it to be created, is nothing but sheer stupidity. Knowing the actual reason will surely stun you and make you realise that you have been fooled all these years.
Story first published: Thursday, December 22, 2016, 14:45 [IST]
X