Just In
- 346 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 355 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1085 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1087 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
હથેળી પર બનેલી રેખાઓથી જાણો કેટલાં બાળકો હશે તમારા નસીબમાં
જ્યારે કોઇ જ્યોતિષ તમારા હાથને જુએ છે તો હાથ પર કેટલીક રેખાઓ હોય છે જે તમારા ભાગ્ય, નિયતિ કે જીવનકાળને પ્રદર્શિત કરે છે, અહી સુધી કે એ પણ જણાવે છે કે તમને કેટલા બાળકો થશે! ચીની હસ્ત રેખા શાસ્ત્ર અનુસાર આપણી હથેળી પર કેટલીક રેખાખો હોય છે જે એ જણાવે છે કે તમારે કેટલા બાળકો થઈ શકે છે. આ ઉભી રેખાઓ હોય છે જે તમારી કનિષ્કા (સૌથી નાની આંગળી)ના આધારની નીચે અને લગ્ન રેખાની ઉપર સ્થિત હોય છે.
આવો આ રેખાઓ વિશે વિસ્તારમાં જાણીએ જેને ''બાળકોની રેખા'' પણ કહેવામાં આવે છે અને જાણો કે તમારે કેટલા બાળકો થઈ શકે છે! આવો અને વધારે જાણો.

જુડવા બાળકો
જો તમારી હથેળી પર બાળકોની રેખા અંતમાં જઈને વહેંચાઈ જાય છે તો તે જુડવા બાળકનો સંકેત હોય છે. તેમાં ખૂબ વધારે સંભાવના હોય છે કે તમે જુડવા બાળકોને જન્મ આપો.

છોકરો
ચીની હસ્તરેખા શાસ્ત્ર અનુસાર તમારી હથેળી પર ઘેરી અને મોટી રેખાઓ છોકરો થવાની સંભાવના દર્શાવે છે.

છોકરી!
એવું માનવામાં આવે છે કે પાતળી અને છીછરી રેખાઓ છોકરી હોવાની સંભાવના દર્શાવે છે.

કમજોર બાળક
એવું માનવામાં આવે છે કે બાળકનો સંકેત કરનાર રેખાના પ્રારંભમાં જો દ્વીપ બનેલા હોય તો તેનાથી એ સંકેત મળે છે કે ખાસ કરીને બાળક જીવના પ્રારંભિક વર્ષોમાં બિમાર રહેશે.

બાળકને ઉછેરવામાં હેરાનગતિ
એવું માનવામાં આવે છે કે જો બાળકનો સંકેત આપનાર રેખાના અંતમાં જો દ્વીપ બનેલા હોય તો માતા પિતાને બાળકને મોટું કરવુ ખૂબ મુશ્કેલ હોય છે અને માતા પિતાને બાળકના પાલન પોષણ કરવામાં ખૂબ સમસ્યા આવે છે.

બાળકના શરીરનો આકાર ખરાબ થવો
જો આ રેખા વક્ર કે વળેલી હોય તો તે બાળકના શરીરના આકારમાં કોઈ પ્રકારની ઉણપ દર્શાવે છે અને એવું બાળક મોટાભાગે બીમાર પણ રહે છે.

પુરુષોના હાથમાં બાળકની રેખાઓ
એવું માનવામાં આવે છે કે પુરુષોના હાથમાં પણ બાળકની રેખાઓ હોય તો આ બાળકના સ્વાસ્થ્યની તરફ ઈશારો કરે છે. પરંતુ ખાસ કરીને તે એ જણાવે છે કે બાળક મોટાભાગે બીમાર રહી શકે છે.

મહિલાઓમાં બાળકની રેખાઓ
મહિલાઓના હાથમાં બળાકની રેખાઓ બાળકનો રંગ રૂપ અને બાળકની સંખ્યા પ્રદર્શિત કરે છે.