સિંહોએ બચાવ્યું અપહરણકારોથી એક છોકરીનું જીવન

Posted By: Super Admin
Subscribe to Boldsky

ઇથિયોપિયાનાં જંગલોમાં ત્રણ સિંહોએ એક બાર વર્ષની છોકરીને માત્ર અપહરણકારોથી બચાવી જ નહીં, પણ જ્યાં સુધી કોઈ તે છોકરીને બચાવવા નહીં આવ્યો, ત્યાં સુધી તે સિંહોએ તે છોકરીની રખેવાળી પણ કરી.

જ્યારે સિંહ કોઈ માણસને જુએ છે, તો સીધો તેની ઉપર હુમલો કરી દે છે, પરંતુ ઇથિયોપિયાનાં જંગલોમાં ત્રણ સિંહોએ એક બાર વર્ષની છોકરીને માત્ર અપહરણકારોથી બચાવી જ નહીં, પણ જ્યાં સુધી કોઈ તેને બચાવવા ન આવ્યો, ત્યાં સુધી તે સિંહોએ તે છોકરીની રખેવાળી પણ કરી. સાંભળીને ચોંકી ગયા ને આપ ! પરંતુ આ સત્ય છે. આવો જાણીએ આ આખા કિસ્સા વિશે.

ઇથિયોપિયામાં છોકરીઓને કિડનૅપ કરી પરાણે લગ્ન કરાવવામાં આવે છે. એવુ જ થયુ હતું 2005માં કે જ્યારે સ્કૂલે જતી એક છોકરીનું કેટલાક બદમાશોએ અપહરણ કરી લીધું અને ઇથિયોપિયાનાં દક્ષિણ-પશ્ચિમ જંગલોમાં તેને કેદ કરી રાખી. અપહરણકારો છોકરીનાં અપહરણ બાદ તેની ઉપર ત્રાસ ગુજારવા લાગ્યાં. તેની સાથે મારઝૂડ કરવા લાગ્યાં, પરંતુ જંગલનાં ત્રણ સિંહોએ એ છોકીરનો અવાજ સાંભળી તેનો પીછો કર્યો અને અપહરણકારોને ડરાવીને ભગાડી દીધાં.

ethiopian girl who saved from three lion

અદીસ અબાબાનાં જંગલોમાં મળી
સ્થાનિક પોલીસે જણાવ્યું કે અપહરણકારોનાં ભાગી ગયા બાદ તે સિંહો છોકરી સાથે ગાર્ડ બનાવીને ત્યાં સુધી તેની સાથે ઊભા રહ્યાં કે જ્યાં સુધી છોકરીના કોઇક ઘરવાળા કે પરિજનો તેને શોધતા ન પહોંચ્યા. સ્થાનિક પોલીસે જણાવ્યું કે અપહૃત છોકરી બિતા જનેટ દક્ષિણ પશ્ચિમનાં પાટનગર અદીસ અબાબાથી કંઇક 560 કિલોમીટર (348 માઇલ) દૂર જંગલોમાં મળી. જ્યારે તેમણે તે છોકરીને જીવતી જોઈ, તો તેઓ આશ્ચર્યમાં પડી ગયાં, પરંતુ જ્યારે છોકરીએ તેમને આખો કિસ્સો સંભળાવ્યો, તો સૌ મોમાં આંગળા નાંખીને રહી ગયાં.

ethiopian girl who saved from three lion

સિંહોએ બચાવી જાન
પોલીસ કર્મચારીઓનાં જણાવ્યા મુજબ જ્યારે તે લોકો ત્યાં પહોંચ્યા, તો સિંહો તે છોકરીની રખેવાળી કરી રહ્યા હતાં. અમે પહોંચ્યા કે તરત જ સિંહ તેને છોડીને જંગલમાં પરત જતા રહ્યાં. છોકરીએ પોલીસને જણાવ્યું કે અપહરણકારોએ લગ્નનું દબાણ નાંખી તેને બહુ મારી, પરંતુ સિંહોએ તેને કોઈ પણ જાતનું નુકસાન ન પહોંચાડ્યું.

ethiopian girl who saved from three lion

છોકરી રડતા સિંહોનું હૃદય પીગળી ગયું
ઇથોયિપયન વન્યજીવ નિષ્ણાત મુજબ સિંહોએ તે છોકરીને એટલા માટે છોડી દીધી હશે, કારણ કે છોકરીનું રડવું તેમને સિંહનાં બાળકનાં રડવાની જેમ લાગ્યું હશે. પોલીસનું કહેવું છે કે લોકો માટે આ કોઈ ચમત્કારની જેમ હશે, કારણ કે સામાન્યતઃ સિંહો માણસોને જોતા જ તેમની ઉપર હુમલો કરી દે છે. જે લોકોએ છોકરીનું અપહરણ કર્યુ હતું, તેઓ પાછળથી ઝડપી લેવામાં આવ્યાં. મોટાભાગનાં ઇથિયોપિયન સમુદાયનાં લોકો છોકરીઓનું અપહરણ કરી તેમની સાથે લગ્ન કરે છે.

English summary
A pride of lions has rescued a girl from her kidnappers in rural south-west Ethiopia, according to police.
Story first published: Tuesday, May 16, 2017, 11:00 [IST]