Related Articles
નાના નામવાળી વ્યક્તિ વધુ આકર્ષક?
લંડન, 12 સપ્ટેમ્બરઃ નવા અધ્યયન અનુસાર કોઇ વ્યક્તિનું ઓનલાઇન આકર્ષણ તેના પ્રથમ નામની લંબાઇ પર નિર્ભર કરે છે. સર્વેક્ષણકર્તાઓનું કહેવું છે કે, નાના નામવાળી વ્યક્તિઓ સાથે ઓનલાઇન વધુ પ્રમાણમાં સંપર્ક કરવામાં આવે છે અને તેમને અન્ય કરતા વધું મિત્રવત માનવામાં આવે છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ બડૂ ડોટ કોમ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ અને અધ્યયન અનુસાર, પોતાના પહેલા નામને નાનું કરીને પોતાની વિપરીત લિંગની વ્યક્તિને વધું પ્રભાવી તરીકે આકર્ષિત કરી શકે છે.
વેબસાઇટના પ્રવક્તા નિકોલો ફોરમઇએ એક વક્તવ્ય જારી કરીને કહ્યું છે કે, ઓનલાઇન આકર્ષણ માત્ર પોતાના ચહેરા-મહોરા પર જ નિર્ભર કરતું નથી. એવું લાગે છે કે તમારા પહેલા નામની લંબાઇ પણ ઘણી પ્રભાવીત કરે છે.
આ વેબસાઇટે પાંચ મહિના દરમિયાન નાના નામો અને મોટા નામો વાળો આઠ દેશો, અમેરિકા, કેનેડા, ઇન્ગલેન્ડ, બ્રાઝીલ, ફ્રાન્સ, ઇટલી અને જર્મનીના લોકોને મળેલા ઓનલાઇન સંદેશોની તુલના કરીને આ નિષ્કર્ષ આપ્યું છે.72 ટકા મોટા નામ અનાકર્ષક જોવા મળ્યા, તથા તમામ દેશો નાના નામોને મહત્વ આપી રહ્યાં છે. સંક્ષિપ્ત નામોનો પ્રયોગ કરનારા પુરુષ મહિલામાં બેગણા વધારે પસંદગી પામ્યા. વેબસાઇટએ વ્યવહાર મનોવિજ્ઞાની જો હેમિંગ્સના હવાલાથી કહ્યુ કે, તમારું નામ તમારી અંગે ઘણું બધું કહીં જાય છે.