For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતીય સેના રિટાયરમેંટ બાદ વફાદાર કૂતરાઓને એટલા માટે મારી દે છે ગોળી...

By Lekhaka
|

વફાદારીની વાત જ્યારે પણ આવે છે, ત્યારે સૌપ્રથમ કૂતરાનું નામ જ લેવામાં આવે છે, પરંતુ જ્યારે આપનું વફાદાર કૂતરૂ આપનાં માટે મુસીબતનું કારણ બની જાય, તો આપ શું કરશો ? હા જી, અમે વાત કરી રહ્યા છીએ ભારતીય સેનાની.

ભારતીય સેના સાથે જે પણ કૂતરૂં કામ કરે છે, તેને રિટાયરમેંટ બાદ સેના દ્વારા ગોળી મારી દેવામાં આવે છે.

ચોંકો નહીં, આવું કરવા પાછળ પણ કોઈ કારણ છે. ાવો જાણીએ કે આખરે પોતાનાં વફાદાર સાથીને કેમ ગોળીએ વીંધી નાંખે છે ભારતીય સેના...

why indian Army killes dog After retirement

કેમ મારી દેવાય છે રિટાયર કૂરતાઓ

કૂતરાઓને રિટાયરમેંટ બાદ મારી દેવા અંગે એક વ્યક્તિએ આરટીઆઈ વડે જ્યારે જવાબ માંગ્યો, ત્યારે જાણ થઈ કે તેની પાછળ સિક્યુરિટી કારણો છે.

આર્મીનું માનવું છે કે રિટાયરમેંટ બાદ કૂતરૂ ક્યાંક કોઈ એવા માણસને હાથે ન લાગી જાય કે જેથી દેશને નુકસાન થાય. હકીકતમાં આર્મીનાં કૂતરાોને આર્મીનાં દરેક ગુપ્ત સ્થળ વિશે ખબર હોય છે.

આ પણ છે એક કારણ

આર્મીએ આ વાત પણ કહી છે કે જ્યારે કૂતરાનું આરોગ્ય બરાબર નથી રહેતુ, ત્યારે તેનું ચેકઅપ કરાવવામાં આવે છે. ઇલાજ દરમિયાન એક મહિના સુધી જો કૂતરાની હાલતમાં સુધારો નથી થતો, તો તેને મારી દેવામાં આવે છે.

ઉઠે છે એક સવાલ

જેવું કે સૌ જાણે છે કે કૂતરૂં ભલે બેજુબાન હોય છે, પણ તેમની અંદર પણ જાન હોય છે.

સેના પાસે આટલા ફંડા હોય છે કે તે ઇચ્છે, તો તેમની દેખરેખ કરી શકે છે. કારણ કે તે કૂતરાઓ પણ એક જવાનની જેમ જ દેશ માટે કામ કરે છે. આવા કૂતરા જવાન કરતા ઓછા નથી.

English summary
All the dogs working with the Indian Army are shot by the army after retirement.
Story first published: Monday, September 18, 2017, 10:54 [IST]
X
Desktop Bottom Promotion