જીવનમાં સંતુલનનું મહત્વ

Posted By: Lekhaka
Subscribe to Boldsky

આપણે જિંદગી પાસેથી જેટલું લઇએ છીએ, જિંદગી તેના કરતા વધુ આપણી પાસેથી લે છે. આપણે પોતાનું દરેક પગલું ખૂબ સમજી-વિચારીને ભરીએ છીએ, પરંતુ ક્યારેય એ નથી સમજી શકતાં કે કેટલીક વાતો માણસનાં દાયરાથી બહાર છે.

દરરોજ આપણો સામનો ઘણી દુઃખદ પરિસ્થિતિઓ સાથે થાય છે. આ પરિસ્થિતિઓને પહોંચી વળવાની તથા તેમને હરાવીને આગળ વધવાની શક્તિ આપણને આપણા પરિવાર, મિત્રો અને અંતરાત્મામાંથી મળે છે. માટે જીવનમાં સંતુલન જાળવી રાખવું ખૂબ જરૂરી છે.

જીવનમાં સંતુલનનું મહત્વ

1. આગળ વધવું :
જો આપ જીવનનાં મહત્વનાં પાસાઓ વચ્ચે સંતુલન જાળવી રાખવામાં સફળ થઈ જાઓ, ત્યારે આપ કોઈ પણ મોટા લક્ષ્ય સુધી પહોંચવાનો સાહસ કરી શકશો. આ સંતુલન માત્ર આપનાં કામકાજી જીવન માટે જ નહીં, પણ આપનાં અંગત જીવન માટે પણ ફાયદાકારક છે. આ રીતે આપ એક ઉજ્જ્વળ ભવિષ્યની કામના કરી શકો છો.

2. આરોગ્ય :
આપનું માનસિક તેમજ શારીરિક આરોગ્ય આપની પ્રગતિમાં એક મહત્વની ભૂમિકા ભજવે છે. આ સંતુલન આપને એક સુખદ તથા સંતુષ્ટ જીવન પસાર કરવામાં મદદ કરે છે. એક સ્વસ્થ શરીર આપને શાંતિ તથા જીવનમાં આગળ વધવામાં આપની મદદ કરે છે.

3. મોટા સપના જોવામાં મદદ કરે છે :
એક સંતુલિત જીવન આપને આગળ વધવાનો માર્ગ દાખવે છે તથા આપને મોટા સપના જોવા માટે અને તેમને સાકાર કરવા માટે પ્રેરિત કરે છે. આ રીતે આપમાં આત્મવિશ્વાસ વધે છે તથા આપ પોતાની આર્થિક પરિસ્થિતિઓ પણ સુધારી શકો છો.

જીવનમાં સુતલન જાળવી રાખવું આટલું સરળ નથી. તેના માટે આપણે ઘણા પ્રયત્નો કરવા પડે છે તથા આપ જે પણ કામ હાથમાં લો, તેને પૂર્ણ કરીને જ જંપો. સાથે જ, પોતાનાં આરોગ્ય પર પણ પુરતુધ્યાન આપો. સારા આરોગ્યથી આપની આજુબાજુ હકારાત્મકતા જળવાઈ રહે છે કે જે આપને આપની મંજિલ સુધી પહોંચવામાં મદદ કરશે. પોતાનાં મિત્રો તથા પરિજનો સાથે સમય વિતાવો અને પોતાનો કૌશલ્ય પણ નિખારો.

Read more about: life જીવન
English summary
While we plan our carers and important moves in life, we do not realise the fact that life takes back a lot in return for all the good things it gives us.
Story first published: Friday, December 16, 2016, 13:30 [IST]