For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઓફિસમાં કેવી રીતે કરશો ડિલ અનપ્રોફેશનલ લોકો સાથે

By KARNAL HETALBAHEN
|

બની શકે કે તમે તમારી ઓફિસમાં એક ગંભીર વ્યક્તિ તરીકે જાણીતા હોય, પરંતુ તેનો એ મતલબ નથી કે તમારા કલીગ પણ તમારા જેવા જ હોય. કહેવાનો મતલબ એ છે કે દરેક ઓફિસમાં અનપ્રોફેશનલ લોકો પણ હોય છે, જે કામની જવાબદારીને સમજતા નથી. ઓફિસમાં કોઇ તમારી વિપરીત બોલે તો તેની પર તરત પ્રતિક્રિયા ના આપો.

બની શકે કે તમે તમારી ઓફિસમાં એક ગંભીર વ્યક્તિ તરીકે જાણીતા હોય, પરંતુ તેનો એ મતલબ નથી કે તમારા કલીગ પણ તમારા જેવા જ હોય. કહેવાનો મતલબ એ છે કે દરેક ઓફિસમાં અનપ્રોફેશનલ લોકો પણ હોય છે, જે કામની જવાબદારીને સમજતા નથી. એવા લોકો તે લોકો માટે ઘાતક સિદ્ધ થઇ શકે છે, જે મહેનત અને લગનની સાથે પોતાનું કામ કરે છે. તમે જેટલું પણ ઈચ્છો આવા અનપ્રોફેશનલ લોકોને ઈગ્નોર કરી શકતા નથી.

એવામાં તમારે તમારું મગજ ઠંડુ રાખવું પડશે અને સમજદારી સાથે કામ લેવું પડશે. અમે તમને જણાવી રહ્યાં છીએ કે ઓફિસના માહોલમાં એવા લોકો સાથે ડીલ કરવાની ૬ સરળ રીત-

પોતાનું મગજ ઠંડુ રાખો

પોતાનું મગજ ઠંડુ રાખો

ઓફિસમાં કોઈ તમારી વિપરીત બોલે તો તેની પર તરત પ્રતિક્રિયા ના આપો અને તે દરમ્યાન તમારું મગજ ઠંડુ રાખો. ગુસ્સો ના કરો કેમકે એવામાં તમે તમારો સંબંધ તે કલીગની સાથે ખરાબ કરી શકો છો. કૂલ રહેવાની સાથે નિયંત્રિત રહો અને યોગ્ય નિર્ણય લેવાની સ્થિતિમાં રહો છો.

બીજાના અનુભવો પરથી શીખો

બીજાના અનુભવો પરથી શીખો

અનપ્રોફેશનલ લોકોથી ઓફિસમાં ના ફક્ત તમે જ પરંતુ ઓફિસના દરેક લોકો હેરાન રહે છે. તો એવામાં તે વ્યક્તિ પ્રતિ લોકોનો વ્યવહાર જુઓ અને સાંભળો. તેમનો પણ અનુભવ સાંભળો અને તમારો પણ અનુભવ તેમની સાથે શેર કરો.

હંમેશા સ્પષ્ટ વાત કરો

હંમેશા સ્પષ્ટ વાત કરો

ઓફિસમાં કહેલી એક નાની પણ વાત એટલું સમાધાન કરી શકે છે, તેનો અંદાજ પણ નહી લગાવી શકો. તો એવામાં તે વ્યક્તિના વિશે તમારી કંઈ સલાહ છે, તે સ્પષ્ટ જણાવો. તેમને બોલો કે તમારા વ્યવહારથી તમને કંઈ રીતનો ફરક પડે છે.

તેમની સાથે ના કરો ખરાબ વર્તન

તેમની સાથે ના કરો ખરાબ વર્તન

કોઈ માણસ નથી ઈચ્છતો કે તેનો ઓફિસમાં મજાક થાય કે તેનો અનાદર થાય. એટલા માટે તમારે ચાહે તે વયક્તિથી કેટલી પણ સમસ્યા કેમ ના હોય, તેની સાથે સન્માનથી જ વર્તો. તેનાથી તમારા સંસ્કાર દેખાશે અને તે વ્યક્તિ પણ તમારી ઈજ્જત પણ કરશે.

તમારા કામ પર ફોકસ કરો

તમારા કામ પર ફોકસ કરો

ઓફિસ આવતા જ તમે તમારા કામ પર પૂરું ફોકસ કરી લો. કાનોમાં હેડફોન લગાવી લો અને ફક્ત લેપટોપ કે કોમ્પ્યુટર પર નજર નાંખો. એવામાં જો કોઈ તમને ડિસ્ટર્બ કરવા ઈચ્છશે તો પણ નહીં કરી શકે.

એચ આર સાથે વાત કરો

એચ આર સાથે વાત કરો

જો તમે તે વ્યક્તિને નજરઅંદાજ નથી કરી શકતા તો તમે એચ આર સાથે વાત કરો. તેનાથી તમને જરૂર મદદ મળશે.

English summary
Dealing with difficult people is easier when the person is just generally obnoxious or when the behavior affects more than one person.
Story first published: Saturday, June 10, 2017, 13:51 [IST]
X
Desktop Bottom Promotion