For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેલિફોર્નિયાની આ બિલાડીને મળ્યું સ્કૂલમાં એડમિશન અને આઈડી કાર્ડ

By KARNAL HETALBAHEN
|

કેલેફોર્નિયાના સેન જોસમાં એક પાલતું બિલાડી બુબ્બા આ હાલમાં ચર્ચાનો વિષય બનેલી છે. આ બિલાડીને પોતાના ઘરની નજીકની સ્કૂલમાં જ એડમિશન મળી ગયું છે. જી હાં તમે સાંભળીને ચોંકી ગયા હશો કે હવે એક બિલાડી પણ સ્કૂલ જશે?

જી હાં આ બિલાડી દરરોજ સ્કૂલમાં જાય છે, દરેક સ્પોટર્સ ઈવેન્ટને એટેન્ડ કરે છે અને સ્કૂલ કેમ્પસમાં આરામથી ફરતી નજરે આવે છે. બુબ્બા પણ હવે બાકી સ્ટૂટેન્ટની જેમ આ સ્કૂલનો ભાગ છે.

એટલા માટે સ્કૂલ પ્રશાસને બુબ્બા માટે સ્કૂલ આઈડી કાર્ડ પણ આપ્યું છે જેથી બીજા બાળકોની જેમ તે પણ ક્લાસ એટેન્ડ કરી શકે અને સ્કૂલની દરેક એક્ટિવિટીમાં ભાગ લઈ શકે.

સ્કૂલમાં જતી હતી ફરવા

સ્કૂલમાં જતી હતી ફરવા

બુબ્બા પોતાના માલિક એમ્બર મેરેથલ અને તેના પરિવારની સાથે એક સ્કૂલની પાસે જ બનેલા એક ઘરમાં રહે છે. જોકે, આ બિલાડીના માલિકનું કહેવું છે કે અમે ઈચ્છતા હતા કે તે ઈનડોર કેટ જ રહે, તેને અમે ૨૦૦૯માં દત્તક લીધી હતી.

પરંતુ તે હંમેશાથી જ બહાર ફરવા માટે ઉત્સુક રહેતી હતી. પરિણામ સ્વરૂપ બુબ્બા વધારેમાં વધારે સમય ઘરની બહાર વિતાવવા લાગી અને હરવા ફરવાના તેના આ શોખે ઘરની પાસે બનેલી સ્કૂલ સુધી પહોંચાડી દીધી. સ્કૂલમાં વધારે સમય વ્યતીત કરવાના કારણે પરીણામ એ આવ્યું કે તે હવે બધાની ચહીતી સ્ટાર બની ચૂકી હતી. બુબ્બા જ્યારે પણ સ્કૂલમાંથી ગાયબ રહેતી તો સ્કૂલ પ્રશાનન અને તેના મિત્રો તેની તબિયત પૂછવા માટે ફોન કરી લે છે.

એક મ્યાઉ જ પુરતું છે

એક મ્યાઉ જ પુરતું છે

ના ફક્ત બુબ્બા પરંતુ સ્કૂલનો સ્ટાફ અને બાળક પણ બુબ્બાને લઈને એક્સાઈટેડ રહે છે. તે ત્યાં બધાથી સારી રીતે પરિચીત થઈ ચૂકી છે. બુબ્બાને આખી સ્કૂલમાં ક્યાંય પણ આવવા જવાની અનુમતિ છે અને તે કોઈ પણ કલાસમાં બેસી શકે છે. જો તેને ક્લાસની બહાર જવું હોય તો તે બીજા બાળકોની જેમ પોતાનો પંજો નથી ઉઠાવતી પરંતુ તેના એક વખત મ્યાઉ બોલવાથી જ તેના માટે દરવાજા ખોલી દેવામાં આવે છે.

બિલાડીનો માલિક પણ હેરાન

બિલાડીનો માલિક પણ હેરાન

બુબ્બાને સ્કૂલમાં હરતી-ફરતી વખતે કોઈના પગની નીચે આવી જવાનો ડર નથી રહેતો. સ્કૂલ એવોર્ડસ દરમ્યાન ઘણી વખત બુબ્બાને સોકર ગેમ ગ્રાઉન્ડ પર પણ સોકરની મઝા ઉઠાવતાં પણ જોવામાં આવી છે. બુબ્બા સરળતાથી સ્કૂલમાં પ્રવેશ કરી શકે તેના માટે તેનુ એક આઈડી કાર્ડ પણ બનાવવામાં આવ્યું છે. બુબ્બા ઘરે પણ ત્યારે જ પાછી આવે છે, જ્યારે બાકીના બાળકો સ્કૂલની છુટ્ટી થયા બાદ આવે છે. આ વિશે તેના માલિકનું કહેવું છે કે હું બુબ્બાની ગતિવિધીઓને લઈને ઘણો હેરાન છું તેને બાકી બિલાડીઓની જેમ બિલકુલ પણ ડર લાગતો નથી અને તે ઘણી સોશિયલ છે.

૩૬ કલાક રહી ક્લાસમાં બંધ

૩૬ કલાક રહી ક્લાસમાં બંધ

એક ઘટનાને યાદ કરતા બુબ્બાના માલિક જણાવે છે કે બુબ્બા સ્કૂલમાં સ્પોર્ટસ પ્રેક્ટિસ પછી ઘરે આવતી હતી પરંતુ એક દિવસ ખોટી રીતે તે ૩૬ કલાક માટે એક ક્લાસમાં બંધ થઈ ગઈ હતી. તેની મ્યાઉ મ્યાઉની અવાજ સાંભળ્યા પછી સિક્યોરિટીએ તેને બહાર નીકાળી.

સ્કૂલ ટીચર્સ સાથે ફ્રેન્ડલી

સ્કૂલ ટીચર્સ સાથે ફ્રેન્ડલી

બુબ્બા સ્કૂલ ટિચર્સની સાથે એટલી હળી-મળી ગઈ છે કે તે ટીચર્સથી ટ્રીટની ડિમાન્ડ પણ મ્યાઉ મ્યાઉ કરીને લે છે. બુબ્બા જ્યા સુધી તેની ફેવરેટ ટીચર પાસેથી ટ્રીટ નથી મળતી. તે દરવાજા પાસે બેસીને તેમની રાહ જુએ છે.

ફેસબુક પેજ પણ

ફેસબુક પેજ પણ

આખી સ્કૂલમાં તેની ચર્ચા છે અને હવે તેનુ એક ફેસબુક પેજ પણ છે જેમાં તેના લગભગ ૩૦૦૦ ફેન્સ છે. મેરેથલ કહે છે કે વિદ્યાર્થીઓએ બુબ્બાની એક પ્રતિમા પણ પરિસરમાં લગવવાનું વિચાર્યું પરંતુ તે કેમ્પસના નિયમોની વિરૂદ્ધ હોવાના કારણે ના થઈ શક્યું. જોકે, હવે બુબ્બાને સ્કૂલનું આઈડી મળી ગયું છે જે છાત્રોએ પ્રયાસ કરીને અપાવ્યું. હવે બુબ્બા પણ આ સ્કૂલની સ્ટૂડેન્ડ છે. બુબ્બાનો ઉત્સાહ ભણવામાં અને સ્કૂલને જોઇને એવું લાગે છે કે જાણે તે હવે આ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થઈને જ નીકળશે.

English summary
Bubba the cat has been roaming around a high school for so long – that he’s now been officially recognized as a student with his own ID card.
Story first published: Tuesday, May 23, 2017, 10:13 [IST]
X
Desktop Bottom Promotion