For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું આપ જાણો છો કે પાકિસ્તાનમાં પણ હતાં એક મધર ટેરેસા ?

By Lekhaka
|

કોન નથી જાણતુ કે મધર ટેરેસા અને તેમના નિ:સ્વાર્થ ભાવથી બીમારી સામે ઝઝુમી રહેલા લોકોની મદદને? તેમણે પોતાનું આખુ જીવન એવા લોકોના નામે કરી દિધુ કે જે બીમાર અથવા ગરીબ હતા.

આજકાલ મધર ટેરેસા જેવા કેટલા લોકોને આપણે જાણીએ છીએ?

આ કહાની છે એક એવી જ સ્ત્રીની છે કે જે પાકિસ્તાનની મધર ટેરેસા કહેવામાં આવતા હતા. હમણા જ 87 વર્ષની વયે એમનુ મૃત્યુ થઈ ગયુ.

જ્યારે આ સમાચારો વહેતા થયા ત્યારે આમારું ધ્યાન તેમનાં નામથી જોડાયેલા "મધર ટેરેસા" ટૅગ પર ગયું. આમાં અમે થોડીક તપાસ કરી અને અમને આ ખબર પડી.

આવું કહી શકાય છે કે તેવો પાકિસ્તાનની ભૂલાયેલી હીરો છે, કારણ કે તેમણે પણ પોતાનું જીવન ભારતની મધર ટેરેસાની જેમ જ લોકો માટે સમર્પિત કરી દિધું. આગળ વાંચો અને પાકિસ્તાનની મધર ટેરેસા વિશે વધુ જાણો.

તેવો પાકિસ્તાની નહોતા

તેવો પાકિસ્તાની નહોતા

તેમનું જન્મ જર્મનીમાં થયો, પરંતુ તેમનું હૃદય પાકિસ્તાનમાં વસતુ હતું. 1960માં તેઓ પાકિસ્તાન આવ્યાં અને અહિંયા પોતાનું ઘર બનાવી લીધું અને તેના પછી તેમણે પાકિસ્તાનમાં ટીબી અને લેપ્રૉસીના દર્દીની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરયું.

તેમનો પ્રેરણાસ્રોત

તેમનો પ્રેરણાસ્રોત

તેમનાં શહેર જર્મનીમાં દ્વિતીય વિશ્વ યુદ્ધનાં વિધ્વંશકારી રૂપ જોયા બાદ તેમણે ડૉકટર બનીને લોકોની મદદ કરીને પોતાનું જીવન પસાર કરવાનો નિર્ણય લીધો.

તેમને પોતાનો લક્ષ્ય મળ્યો

તેમને પોતાનો લક્ષ્ય મળ્યો

એક જાણીતા મીડીયા ગ્રુપની સાથે ઇંટરવ્યૂ વખતે પ્ફાઊએ જણાવ્યુ કે તેઓ કરાચીમાં પોતાના શરૂઆતના દિવસોમાં મળ્યા એક નવયુવકને ક્યારેય પણ નહીં ભૂલી શકે, તે દર્દી માટીમાં આરોટતા તેમની પાસે પહોચ્યો, કારણ કે તે પહેલા જ નક્કી કરી ચુક્યો હતો કે તેની પાસે આ સીવાય બીજો કોઇ રસ્તો નહતો.

તેમની આખી જિંદગી લોકોની સેવા માટે સમર્પિત હતી

તેમની આખી જિંદગી લોકોની સેવા માટે સમર્પિત હતી

કૅથોલિક ઑર્ડર ઑફ ધ ડૉટર ઑફ હાર્ટ એંડ મૅરીને જૉઇન કરતા પહેલા તેમણે મેંઝ અને મારબર્ગની યૂનિવર્સિટીમાં મેડિસીનનો અભ્યાસ કર્યો હતો. આ સંસ્થાએ તેમને મિશનરી તરીકે બાહર મોકલી. આ તેમની કિસ્મત હતી કે જે તેમને પાકિસ્તાન લઈ આવી.

તેમણે બીમારીને નિયંત્રિત કરી

તેમણે બીમારીને નિયંત્રિત કરી

એવું માનવામાં આવે છે કે 1950થી લઈ 1996 સુધી લેપ્રૉસી પાકિસ્તાનમાં એક મોટી બીમારી બનીને ઉપસી. પ્ફાઊએ પાકિસ્તાન સરકાર અને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન સાથે મળીને આ બીમારીને નિયંત્રણમાં લાવવામાં એક મહત્તવની ભૂમિકા ભજવી.

તેમને તેમનાં કામ બદલ વખાણ મળ્યા

તેમને તેમનાં કામ બદલ વખાણ મળ્યા

પ્ફાઊને પાકિસ્તાનના પ્રધાનમંત્રી અને આર્મી ચીફ દ્વારા વખાણ મળ્યા, કારણ કે તેમણે પાકિસ્તાનને લેપ્રૉસી જેવી બીમારીથી છુટકારો અપાવવામાં એક મહત્તવની ભૂમિકા ભજવી. આ એક એવી બીમારી છે કે જેનાથી લોકોના શરીરમાં વિકૃતિ આવી જાય છે, પરંતુ આવુ થોડાક દિવસો સુધી રહ્યું અને થોડાક જ સમયમાં તેઓ એક ભૂલાયેલા હીરો બનીને રહી ગયા.

જો આપ આવી જ કોઈ વ્યક્તિ અને તેની પ્રેરણાદાયક કહાણી વિશે જાણો છો, તો અમારા કૉમેંટ સેક્શનમાં જરૂર લખો.

English summary
Ruth Pfau is also known as the Mother Teresa of Pakistan. Check out to know more about her.
Story first published: Tuesday, August 29, 2017, 11:50 [IST]
X
Desktop Bottom Promotion