For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

shhhhh.... કલકત્તાની આ ભૂતિયા જગ્યાઓ પર એકલા જવાની મનાઇ છે

By Lekhaka
|

જો તમે રવિન્દ્રનાથ ટાગોરની જન્મભૂમિના દર્શન કરવાની ઇચ્છા મનમાં ધરાવો છો તો અવશ્ય કરો, પરંતુ કલકત્તા જતાં પહેલાં ત્યાંની ટૂરિસ્ટ પ્લેસનું સારી રીતે રિસર્ચ કરી લો. અહીં દરેક પર્યટક સ્થળ પોતાનામાં અદભૂત છે અને ભારતની જૂની રાજધાનીની ગાથા કહેવામાં આવે છે. પરંતુ આ નગરીમાં કેટલાક સ્થળ એવા પણ છે જ્યાં ભૂતોનો વાસ છે. જી, હાં આ વાત મજાકમાં કહેવામાં આવતી નથી.

કલકત્તા નગરીના વૃદ્ધજનોના મોંઢેથી આ સ્થળો વિશે ઘણા કિસ્સા સાંભળી શકે છે. આજની આ સ્ટોરીમાં અમે પણ તમને એવી જ ભૂતિયા જગ્યાઓ વિશે બતાવી રહ્યાં છે જ્યાં એક્લા ન જાવો તો સારું રહેશે.

7. હાવડા બ્રિજની નીચે ગંગામાં:
હાવડા બ્રિજની પાસે મુલ્લિક ઘાટ અને જનાના ઘાટ છે જ્યાં દરરોજ સવારે ઘણા પહેલવાન કુશ્તીનો અભ્યાસ કરવા માટે આવે છે. આ પહેલવાનોનું માનીએ તો સવારના સમયે ગંગામાં એક ડુબતું શરીર જોવા મળે છે એમાં ડુબતો હાથ મદદ માંગે છે. એવામાં તમે ગભરાઇ જાવ છો. તેમના અનુસાર ઘણીવાર સમજાતું નથી કે કોઇ આત્મા છે કે ખરેખર માણસ. એવામાં તમે એકલા છો, તો પરસેવો છુટી જશે.

6. નીમતાલા બર્નિંગ ઘાટ:
નીમતાલા બર્નિંગ ઘાટ, કલકત્તાનો સૌથી પ્રાચીન ઘાટ છે જે મધ્ય કલકત્તામાં આવેલ છે. જ્યાં રાત્રિ દરમિયાન કાલીની પૂજા કરવામાં આવે છે, જેને જોઇને તમે તમારી આધ્યાત્મિક ભાવના આવશે નહી પરંતુ થોડો સંમત થઇ જશો. સ્થાનિક લોકોના અનુસાર અહીં રાત દરમિયાન અધોરી આવીને પૂજા કરે છે અને હાડકાં વગેરે દ્વારા તંત્ર વિદ્યા વગેરે કરે છે. ભૂતિયા શક્તિઓને અહીં રાત્રે જાગૃત પણ કરવામાં આવે છે.

5. પુતુલબાડી અથવા રમકડાં ઘર:
આ સ્થળનું નામ જ અલગ છે. આ એક પ્રકારની બિલ્ડીંગ છે જે ગંગાના પેલે પાર અહિરિટોલામાં સ્થિત છે. આ મોટી બિલ્ડિંગમાં ઘણી બધી ઢીંગલીઓની કૃતિઓ છત પર બનેલી છે. આ બિલ્ડિંગમાં હજુ પણ ઉપરના માળે કેટલાક લોકો રહે છે, નીચલા માળને ભૂતિયા ગણવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ બિલ્ડિંગમાં જમીનદાર આવે છે અને મહિલાઓ અને છોકરીઓનું યૌન શોષણ કરે છે. એટલા માટે અત્યાર સુધી આ બિલ્ડિંગમાં આ સ્ત્રીઓની આત્મા ભટકે છે.

4. લોઅર સર્કિલુર રોડ કબ્રસ્તાન:
સાઉથ પાર્ક સ્ટ્રીટ કબ્રસ્તાનને કલકત્તાનું ડરામણા સ્થળોમાંથી એક ગણવામાં આવે છે. આ સ્થળ પર ઘણા બધા વૃક્ષો છે અને માહોલ પ્રકૃતિમય છે. આ સ્થળ અપ્ર બ્રિટિશ સૈનિકોની કબરો છે. અહીં સર.ડબ્લ્યૂ.એચ.મૈકની કબર છે જેમની લાશને અફઘાનિસ્તાનથી લાવવામાં આવી હતી. પછી તેમની પત્નીને પણ અહીં દફનાવવામાં આવી હતી. કહેવામાં આવે છે કે રાત દરમિયાન અહીં પસાર થતાં કબર પર નમેલા ઝાડ ધ્રૂજતા લાગે છે. આમ તો અહીં ભૂતિયા ઘટનાઓ જોવા મળી નથી પરંતુ રાત દરમિયાન પસાર થતાં આત્મા ધ્રૂજી ઉઠે છે.

3. રવિન્દ્ર સરોવર મેટ્રો સ્ટેશન:
રાતના સમયે અંતિમ ટ્રેન પસાર થાય છે કે કોઇ ઉપરથી કૂદયું અને વિજળીના તારમાં વિંટાઇને મરી ગયું. આવું દ્રશ્ય અહીં એકદમ સામાન્ય છે, કલકત્તામાં 70 ટકા લોકો અહીં જ આત્મહત્યા કરે છે. રાત દરમિયાન 10:30 વાગે અહીં અંતિમ ટ્રેન પસાર થાય છે, જેને ચલાવનાર ડ્રાઇવર માને છે કે મોટાભાગે ઝાંખો પડછાયો જોવા મળે છે કે કોઇ કૂદી રહ્યું છે અને ગાયબ થઇ જાય છે અને ગાયબ થઇ જાય છે.

2. રોયલ કલકત્તા ટર્ફ ક્લબ:
રેસ કોર્સ: 1930ના દાયદામાં જોર્જ વિલિયમ, ધોડાની રેસના શોખીન માણસ હતા. તેમની સફેદ ઘોડી તેમની શાન અને ગર્વ હતો. તે ઘોડીના કારણે હંમેશા જીતતા હતા. પરંતુ એક દિવસ વાર્ષિક કલકત્તાની દોડમાં તે હારી ગઇ અને બીજા દિવસે તે ટ્રેક પર મરી ગઇ. ત્યારથી આજદિન સુધી તેને ટ્રેક પર દોડતી જોવા મળી છે. સ્થાનિક લોકો તેને આજે પણ વિલિયમ સાહેબની ઘોડી કહે છે.

1. નેશનલ લાઇબ્રેરી:
નેશનલ લાઇબ્રેરી કલકત્તાના અલીપુર જન્તુઆલય અને અલીપુર જેલની વચ્ચે સ્થિત છે આ પુસ્તકાલય પોતાના દુર્લભ પુસ્તકોના સંગ્રહના કારણે પ્રસિદ્ધ છે. સ્થાનિક લોકોના અનુસાર અહીં ભૂતોનો વાસ છે. તેમની વચ્ચે આ સ્થાનને લઇને એક કહાણી પણ છે. પશ્વિમ બંગાળના પૂર્વ ગર્વનરની પત્ની લેડી મેક્કોફને લાઇબ્રેરીની દેખભાળ કરવી ખૂબ પસંદ હતી. તેમને બિલકુલ સારું લાગતું ન હતું કે કોઇ વ્યવસ્થા ભંગ કરે. એવામાં માનવામાં આવે છે કે આજે પણ તે દેખભાળ કરે છ. તમે તેમના શ્વાસોને અનુભવી શકો છો.

English summary
Spooky stories about well known public places in kolkata sell like hot cakes! If you don’t believe us, then read on the list about some haunted places in Kolkata.
Story first published: Thursday, November 10, 2016, 17:00 [IST]
X