For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઉત્તરાખંડનાં આ મંદિરમાં પત્ર લખવાથી જ પૂરી થઈ જાય છે મનોકામના

દેવ ભૂમિ ઉત્તરાખંડની ધરતી પર આવેલાં ગોલૂ દેવતા આખા દેશમાં પ્રસિદ્ધ છે. તે ઉત્તરાખંડનાં અલમોડા અને નૈનીતાલ જિલ્લાઓની વચ્ચે પડે છે. અહીં માત્ર પત્ર મોકલવાથી જ કામના પૂર્ણ થઈ જાય છે.

By Lekhaka
|

ઉત્તરાખંડને દેવ ભૂમિ કહેવામાં આવે છે, કારણ કે આ પહાડી વિસ્તારમાં ડગલે ને પગલે કોઈને કોઈ મંદિર જરૂર મળી જશે અને દરેક મંદિરનો પોતાનો મહિમા છે.

દેવ ભૂમિ ઉત્તરાખંડમાં અનેક એવા ચામત્કારિક મંદિરો છે કે જેમનાં દર્શન કરવા હજારો કિલોમીટર દૂરથી લોકો આવે છે, પરંતુ આજે અમે આપને ઉત્તરાખંડનાં એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યાં છીએ કે જેમને ત્યાં માત્ર કાગળ મોકલીને પણ તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. આપને સાંભળીને વિશ્વાસ નહીં થઈ રહ્યો હોય ને કે માત્ર પત્ર મોકલવાથી કામના પૂરી થઈ જાય છે ? હા જી, આવો આપને બતાવીએ આ અનોખા મંદિર વિશે

દેવ ભૂમિ ઉત્તરાખંડની ધરતી પર ગોલૂદેવતા નામનું એક ક્ષેત્રીય દેવતાનું મંદિર છે કે માત્ર આસ-પાસનાં ગામોમાં જ નહીં, પણ સમગ્ર દેશમાં પ્રસિદ્ધ છે. આ મંદિર ઉત્તરાખંડનાં અલમોડા અને નૈનીતાલ જિલ્લાઓની વચ્ચે આવેલું છે. અહીં માત્ર પત્ર મોકલવાથી જ કામના પૂરી થઈ જાય છે.

મુશ્કેલી હોય, તો મોકલો ચિટ્ઠી

મુશ્કેલી હોય, તો મોકલો ચિટ્ઠી

કહેવાય છે કે ગોલૂ દેવતા ન્યાયનાં દેવતા છે. જેને પણ કોઇક મુશ્કેલી હોય છે કે પછી કોઈનાં વિશે ફરિયાદ હોય છે, તો તેઓ ગોલૂદેવતાને એક અરજીમાં બધુ લખીને ચઢાવી દે છે. આ મંદિરને ઘંટડી વાળુ મંદિરપણ કહેવામાં આવે છે, કારણ કે અરજીઓની સાથે-સાથે શ્રદ્ધાળુઓ પોતાનો અવાજ ગોલૂ દેવતા સુધી પહોંચાડવા માટે મંદિરનાં પ્રાંગણમાં ઘંટડીઓ પણ બાંધે છે.

ઉત્તરાખંડમાં ન્યાયનાં દેવતા

ઉત્તરાખંડમાં ન્યાયનાં દેવતા

ગોલૂ દેવતાને સમગ્ર ઉત્તરાખંડમાં ન્યાયનાં દેવતા માનવામાં આવે છે. જે વ્યક્તિ કોર્ટ-કચેરી પાસેથી આશા ગુમાવી બેઠી છે, તે પોતાની અરજી ગોલૂ દેવતાનાં દરબારમાં કરે છે. હવે અરજી, તો અરજી છે. પ્રોપર રીતે જ કરવાની હોય છે. તેથી સ્ટૅમ્પ પેપર પર નોટરી વગેરેની સાઇન કરાવીને ગોલૂ દેવતાનાં નામે પત્ર લખવામાં આવે છે, પરંતુ કેટલાક લોકોનું કહેવું છે કે ભગવાન તો સૌનાં મનની વાત જાણે છે, તો તેઓ કાગળનાં નાના ટુકડામાં જ પોતાની સમસ્યા લખીને લટકાવી દેવાની ક્યાં જરૂર છે. એક નિયમ એમ પણ છે કે બીજાએ લટકાવેલો પત્ર ક્યારેય વાંચવો ન જોઇએ.

ગોલૂ દેવતાની વાર્તા

ગોલૂ દેવતાની વાર્તા

જેમ કે દરેક મંદિરની વિશેષતા પાછળ એક વાર્તા-કહાણી હોય છે, તેવી જ રીતે આ મંદિરની પણ એક પોતાની કહાણી છે. હાજી, ગોલૂ દેવતા કે ભગવાન ગોલૂ ઉત્તરાખંડ રાજ્યનાં કુમાઊ વિસ્તારનાં પ્રસિદ્ધ પૌરાણિક દેવતા છે. મૂળત્વે ગોલૂ દેવતાને ગૌર ભૈરવ (શિવ)નો અવતાર માનવામાં આવે છે. કહે છે કે ગોલૂ દેવતા કત્યૂરીનાં રાજા ઝાલરાય અને કલિદ્રાનાં બહાદુર સંતાન હતાં. ઐતિહાસિક રીતે ગોલૂ દેવતાનું મૂળ સ્થાન ચમ્પાવત જણાવાયું છે.

અન્ય વાર્તા

અન્ય વાર્તા

એક અન્ય વાર્તા મુજબ ગોલૂદેવતા ચંદ રાજા, બાજ બહાદુર 1638-1678ની સેનાનાં એક જનરલ હતાં અને કોઇક યુદ્ધમાં વીરતા પ્રદર્શિત કરતા તેમનું મોત થઈ ગયુ હતું. તેમનાં સન્માનમાં જ અલમોડામાં ચિત્તૈઈ મંદિરની સ્થાપના કરવામાં આવી.

ઘંડડીઓ વાળા દેવતા

ઘંડડીઓ વાળા દેવતા

ગોલૂ દેવતાને ઘંટડીઓ વાળા દેવતા તરીકે પણ માનવામાં આવે છે. અનેક ઘંટડીઓ તો 50-60 વર્ષ કે તેનાંથી પણ વધુ જૂની છે. લોકો મંદિરમાં આવીને 10 રુપિયાથી લઈ 100 રુપિયા સુધીનાં બિન-ન્યાયિક સ્ટૅમ્પ પેપર લેખિતમાં પોત-પોતાની અપીલ કરે છે અને જ્યારે તેમની અપીલ પર સુનવાઈ થઈ જાય છે, તો ફી તરીકે અહીં આવીને ઘંટડીઓ તથા ઘંટ બાંધે છે.

English summary
Chitai Golu Devta Temple, dedicated to the local God, Golju, is famous for the devotion pilgrims practice towards it.
X
Desktop Bottom Promotion