For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દુર્ગા ભાભી... અંગ્રેજો માટે કાળ હતી આ વીરાંગના, થર-થર કાંપતા હતા ફિરંગીઓ

By Lekhaka
|

આપે ઘણા બધા સ્વાતંત્ર્ય સેનાનીઓના નામો સાંભળ્યા હશે. આપણે સૌ જાણીએ છીએ કે અંગ્રેજોએ આપણી ઉપર કેટલા અત્યાચારો ગુજાર્યા છે. આપણે પોતાનાં જ દેશમાં ગુલામોની જેમ રહેવા પર મજબૂર હતા. તે સમય હતો કે જ્યારે માત્ર અંગ્રેજી હુકૂમતની જ ચાલતી હતી.

ઘણી વાર તો એવુ થયું કે લોકોને તડકામાં અને ઠંડીમાં બેસાડીને કામ કરાવી તેમને ખાવાનું સુદ્ધા નહોતુ આપવામાં આવતું. એવામાં જે સ્વાતંત્ર્ય સેનાની સામે આવતા હતા, તેમને પકડ્યા બાદ તેમની સાથે જાનવરોની જેમ વ્યવહાર કરવામાં આવતો હતો. આ તે દોર હતો કે જ્યારે અંગ્રેજો પોતાની મનમાની જ કરતા હતાં.

ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓમાં ઘણા વીરો પણ થયા, પરંતુ આજે અમે જેમના વિશે આપને બતાવીશું, તે એક વીર નહીં, પણ વીરાંગના છે. આપ તેમના વિશે કદાચ જ જાણતા હશો, પરંતુ આ એવી વીરાંગના હતી કે જેમને જોઈ અંગ્રેજો પણ દંગ રહી જતા હતાં. આવો જાણીએ તેમના વિશે...

મોટા-મોટા સેનાનીઓ સાથે ચાલ્યા છે

મોટા-મોટા સેનાનીઓ સાથે ચાલ્યા છે

આપે ભગત સિંહ, ચંદ્ર શેખર આઝાદ, ભગવતી ચરણ વોહરા જેવા કેટલાય એવા લોકોનું નામ સાંભળ્યા હશે કે જેમણે દેશ માટે પોતાની જાનની કુર્બાની આપી દિધી હતી.

આ તમામની સાથે દુર્ગા ભાભી ડગ માંડીને ચાલ્યા હતાં અને તેઓ બહુ મોટા વીરાંગના હતા. ક્રાંતિકારીઓમાં તેમના નામની અંગ્રેજોમાં દહેશત હતી.

દુર્ગાનો અવતાર હતા

દુર્ગાનો અવતાર હતા

જાણીતા ક્રાંતિકારીઓમાં દુર્ગા ભાભીના નામની વીરાંગના અંગ્રેજો માટે માતા દુર્ગાનો બીજો અવતાર હતાં. તેમના પતિને ક્રાંતિકારી સંગઠન હિન્દુસ્તાન રિપબ્લિકન સોશિયલિસ્ટ એસોસિએશનના માસ્ટર બ્રેન ગણવામાં આવે છે, તો દુર્ગા ભાભીને બૅકબૉન કહેવામાં આવતા હતાં.

દુર્ગા ભાભીનું અસલી નામ દુર્ગા દેવી વોહરા છે. ભગવતી સિંહ વોહરાનાં પત્ની હોવાનાં કારણે ક્રાંતિકારી સાથીઓ તેમને દુર્ગા ભાભી કહીને બોલાવતા હતાં. તેઓ અંગ્રેજોનાં મગજમાં હંમેશા ખૂંચતા હતાં.

હથિયાર બનાવતા હતા ભગવતી સિંહ

હથિયાર બનાવતા હતા ભગવતી સિંહ

આપે ભગત સિંહનાં સાથી વોહરાનું નામ તો જરૂર સાંભળ્યુ હશે. તેઓ દેશી કટ્ટા અને હથિયારોની સાથે-સાથે બૉંબ પણ બનાવવામાં માહેર હતાં. ઘણી વાર તેમના બનાવેલા હથિયારોથી અંગ્રેજોને મારવામાં આવ્યા હતાં. ભગવતી સિંહ વોહરાને લઈને અંગ્રેજો બહુ પરેશાન રહેતા હતાં. તેમને પકડવા માટે અંગ્રેજોએ ઘણી રણનીતિઓ પણ બનાવી હતી.

જ્યારે શહીદ થયા હતાં દુર્ગાનાં પતિ

જ્યારે શહીદ થયા હતાં દુર્ગાનાં પતિ

આ વાત આપનાં હૃદયોમાં ખોફ ભરી દેશે કે દુર્ગાનાં પતિ બૉંબ બનાવતા શહીદ થયા હતાં. ત્યારે દુર્ગાએ ભયભીત થઈ હાર ન માની, પણ તેઓ રાજસ્થાનથી હથિયારો લાઈ ક્રાંતિકારીઓને આપતા હતાં અને પોતે પણ અંગ્રેજો માટે કાળ બનેલા હતાં. તે તે સમય હતો કે જ્યારે અંગ્રેજોના મૂળિયા હચમચી રહ્યા હતાં.

આ ગવર્નર પર પણ કર્યો હુમલો

આ ગવર્નર પર પણ કર્યો હુમલો

વીરાંગના દુર્ગા ભાભીએ ગવર્નર હૅલી પર પણ હુમલો કરવાનો સાહસ 9મી ઑક્ટોબર, 1930નાં રોજ દાખવ્યો. તેમણે ગવર્નર હૅલી અને તેમના સાથીઓ પર અંધાધુંધ ગોળીઓ વરસાવવી શરૂ કરી દિધી.

દુર્ગા ભાભીની ગોળીઓનો ભોગ મુંબઈ પોલીસ કમિશનરથી લઈ સૈન્ય અધિકારી ટેલર સુધી થયાં. આ ઘટનાએ અંગ્રેજોને દહેશતથી ભરી દિધી હતી. દુર્ગા ભાભીને સ્વર્ણિમ ઇતિહાસમાં આ વીરાંગનાઓ તરીકે હંમેશા યાદ રાખવામાં આવશે.

English summary
we will tell you about that he is not a brave but brave girl. You would hardly know about them, but it was such a weird, who were surprised by the British too.
Story first published: Monday, October 16, 2017, 10:28 [IST]
X
Desktop Bottom Promotion