ઇટાલીનાં આ ફાઉંટેઇનમાં મળે છે 24 કલાક ફ્રી વાઇન

Posted By: Lekhaka
Subscribe to Boldsky

વિદેશ યાત્રા દરમિયાન કે ફિલ્મોમાં આપને એકથી ચડિયાતા એક ફાઉંટેઇન જોયા હશે. ક્યાંક કોઈ પોતાની સુંદરતાનાં કારણે, તો કોઇક પોતાની ઐતિહાસિક વાર્તાઓનાં કારણે ફેમસ હશે, પરંતુ આજે અમે આપને જુદા જ પ્રકારનાં ફાઉંટેઇન વિશે જણાવવા જઈ રહ્યાં છે કે જેના વિશે ન તો આપે સાંભળ્યું હશે અને ન તો વિચાર્યું જ હશે.

ઇટાલીમાં એક ફાઉંટેઇનમાંથી 24 કલાક દારૂ (રેડ વાઇન) નિકળે છે અને વિઝિટર્સ તેની ફ્રીમાં મજા માણી શકે છે. હા જી, હવે આ વાઇન ફાઉંટેઇન ધીમે-ધીમે ટૂરિસ્ટો વચ્ચે ખૂબ ફેમસ થઈ રહ્યું છે.

જો આપ વાઇનનાં શોખીન છો, તો અહીં આપનું એક વાર જવું તો 'બનતા હૈ યાર'.

caldari di ortona italy

ઇટાલીનાં અબરુઝ્ઝામાં છે ફાઉંટેઇન
આ રેડ વાઇન ફાઉંટેઇન રોમનાં ઇટાલિયન શહેર અબરુઝ્ઝામાં બનાવવામાં આવ્યું છે. રોમનાં કૅંટીના ડોરા સર્ચિસે પોતાને ત્યાં આવનાર ટૂરિસ્ટ માટે ખોલ્યું છે આ વાઇન ફાઉંટેઇન. અહીં આવતા લોકો આ ફાઉંટેઇનમાંથી કોઈ પણ સમયે રેડ વાઇન પી શકે છે. તેનાં માટે તેમને કોઈ પૈસા આપવાની પણ જરૂર નથી.

caldari di ortona italy

image source

નળમાંથી કાઢી પીવો ફ્રીમાં
ડોરા સર્ચિસનાં કૅમ્પમાં બનેલા આ વાઇન ફાઉંટેઇનમાં વાઇપનાં શેપમાં નળ લાગેલા છે કે જેમાંથી રેડ વાઇન નિકળે છે. આ ઉપરાંત બહાર એક મોટ્ટુ ઝરણું વહે છે કે જેમાંથી વાઇન વહીને પડતી રહે છે. જોકે આ અગાઉ પણ રોમમાં વાઇન ફાઉંટેઇન ખોલવામાં આવી ચુક્યા છે.

caldari di ortona italy

image source

24 કલાક ફ્રીમાં પીવો વાઇન
આ પ્રકારનાં ઘણા સિંક બનેલા છે અહીં કે જ્યાંથી લોકો લઈ શકે છે રેડ વાઇનનો આનંદ. ફાઉંટેઇનમાં ટૂરિસ્ટો માટે 24 કલાક ફ્રીમાં વાઇન ઉપલબ્ધ રહે છે.

English summary
Visitors to a town in Italy's Abruzzo region can drink red wine from a free fountain set up by a local winery...
Story first published: Monday, July 10, 2017, 12:00 [IST]