માત્ર તસવીર નહીં પરંતુ હવે બનાવડાવો તમારું સ્ટેચ્યું પણ...!

Posted By:
Subscribe to Boldsky

આજનો યુગ હવે સ્માર્ટફોનનો યુગ છે, જેમાં ઇનબિલ્ડ કેમેરાની સુવિધા હોવાથી હવે લોકોમાં પોતાની જ તસવીર ખેંચવાનો ક્રેઝ વધ્યો છે. પરંતુ હવે આપ પોતાનું સ્ટેચ્યું પણ બનાવડાવી શકો છો. બસ તેના માટે આપને માઇક્રોસોફ્ટના કાઇનેટિકથી આપની આખી બૉડીને સ્કેન કરવાની રહેશે.

Shapify.me નામની વેબસાઇટમાં જઇને આપ પોતાની 3ડી તસવીરોની મદદથી હૂબહૂ પોતાનું સ્ટેચ્યૂ ક્રિએટ કરી શકો છો. Shapify.me એક રશિયન ફર્મ આરટેક ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવેલી સર્વિસ છે.

પહેલા જ્યારે રંગીન તસવીરનો જમાનો ન્હોતો ત્યારે લોકો બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરમાં ઓળખી શકતા ન્હોતા કે તેમણે કયા રંગનો શર્ટ પહેર્યો છે, પરંતુ હવે આપ પોતાનું નાનું રંગીન સ્ટેચ્યૂ બનાવી શકો છો. Shapify.me માઇક્રોસોફ્ટ કાઇનેટિકમાં લાગેલા મોશન સેંશરના પ્રયોગથી યૂઝરની આખી બોડીને સ્કેન કરીને તેની એક તસવીર બનાવી લે છે.

જે આખી બૉડીને આઠ અલગ અલગ એંગલથી સ્કેન કરે છે. નીચે આપવામાં આવેલા વીડિયોમાં આપ જોઇ શકો છો કે કેવી રીતે માઇક્રોશોફ્ટ કાઇનેટિકની મદદથી આપ પોતાની 3ડી પ્રિંટ તૈયાર કરીને તેનું સ્ટેચ્યૂ બનાવડાવી શકો છો.

સેલ્ફાઇ સ્ટેચ્યૂ

સેલ્ફાઇ સ્ટેચ્યૂ

પોતાનું સ્ટેચ્યૂ તૈયાર કરવા માટે યૂઝરે બસ માઇક્રોસોફ્ટના કાઇનેટિકથી આપની આખી બૉડીને સ્કેન કરવાની રહેશે.

3ડી સ્ટેચ્યૂ

3ડી સ્ટેચ્યૂ

યૂઝરે પોતાની ઇમેઝ 8 અલગ-અલગ એંગલમાં સ્કેન કરવી પડશે, જેમાં આખા શરીરની 3ડી તસવીર તૈયાર છે.

3ડી સ્ટેચ્યૂ

3ડી સ્ટેચ્યૂ

3ડી સ્ટેચ્યૂ કોઇપણ બનાવડાવી શકે છે, પરંતુ બસ તેના માટે આપે થોણા રૂપિયા ખર્ચ કરવા પડશે.

3ડી સ્ટેચ્યૂ

3ડી સ્ટેચ્યૂ

3ડી સ્ટેચ્યૂ બનાવનારી શોપિફાઇ કંપનીની સેવા હમણા માત્ર યૂકેમાં જ કાર્યરત છે.

3ડી સ્ટેચ્યૂ

3ડી સ્ટેચ્યૂ

યૂઝર 3ડી સ્ટેચ્યૂને બીજા ઘણા કેરેક્ટર્સ સાથે એટેચ પણ કરાવી શકે છે.

English summary
Finally, a Way to Make a Selfie Statue.