For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Teacher's Day: આ રહ્યા છે ઇતિહાસનાં દિગ્ગજ શિક્ષકો

By Lekhaka
|

શિક્ષણ કોઈ પણ વ્યક્તિ દ્વારા અર્જિત સૌથી મોટી સંપત્તિ છે કે જેને આપ કોઈને પણ આપી શકો છો અને પોતાની પાસેથી કંઈ પણ નથી જતું, ઉલ્ટાનું વધે છે.

શિક્ષકોને તેનું સૌથી મોટુ સ્રોત ગણવામાં આવેછે. દરેક વ્યક્તિનાં જીવનમાં શિક્ષકનું મહત્વનું સ્થાન હોય છે.

પ્રાચીન કાળથી લઈ વર્તમાન સમય સુધી સમાજમાં શિક્ષકોને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આ શિક્ષકોએ અનેક મહાન લોકોને ભણાવ્યા અને તેમને તેમનાં મુકામ સુધી પહોંચાડ્યાં. આવાં જ કેટલાક મહાન શિક્ષકો વિશે આ લેખમાં જાણો :

1. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

1. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

ભારતમાં શિક્ષક દિવસ તેમનાં જ જન્મ દિવસનાં ઉપલક્ષ્યમાં ઉજવવામાં આવે છે. રાધાકૃષ્ણનને ભારતનાં સર્વશ્રેષ્ઠ શિક્ષકોમાંનાં એક ગણવામાં આવે છે. તેમનો જન્મ ભારતમાં તામિળનાડુનાં થિરુટ્ટાનીમાં 1888માં થયો હતો. તેમણે 21 વર્ષની વયે દર્શનશાસ્ત્રમાં પૅરાસ્નાતક પૂર્ણ કરી લીધુ હતું.

તેમણે આધ્યાત્મિક શિક્ષણને મહત્વ આપ્યું અને દર્શનશાસ્ત્રની સૌથી મુશ્કેલ અવધારણાઓને સમજવા તથા તેમને શૅર કરવામાં મહત્વનો ફાળો આપ્યો. તેમણે માયસોર પ્રેસિડંસી કૉલેજ, માયસોર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને જ્ઞાન આપ્યુ હતું અને અહીં સુધી કે આંધ્ર પ્રદેશ યુનિવર્સિટીનાં એક વાઇસ ચાંસલર તરીકે પણ કામ કર્યુ હતું.

તેમણે યૂકે અને યૂએસમાં આંરરાષ્ટ્રીય કૉંગ્રેસમાં કલકત્તા યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યુ હતું અને તેમણે તુલનાત્મક ધર્મ પરઑક્સફૉર્ડમાં એક વ્યાખ્યાન આપ્યુ હતું. તેમનો તેમનાં વિદ્યાર્થીઓ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર હતો. તેઓ વિદ્યાલય અને ઘર, બંને જ સ્થાનો પર ભણાવતા હતાં. તેમનાં જેવા મહાન શિક્ષક આજે પણ ઘણા શિક્ષકો માટે પ્રેરણા છે. તેમનું નિધન 1975માં થઈ ગયુ હતું.

2. સાવિત્રીબાઈ ફુલે

2. સાવિત્રીબાઈ ફુલે

સાવિત્રીબાઈ ફુલેને ભારતનાં પ્રથમ મહિલા શિક્ષક તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ભારતમાં ક્રાંતિ લાવી દિધી અને પોતાનાં પતિ સાથે મળી 1848માં એક સ્કૂલ ખોલી કે જ્યાં તેમણે સમાજની અસ્પૃશ્ય છોકરીઓને પ્રવેશ આપ્યો. ઘણા બધા લોકોએ તેનો વિરોધ કર્યો, પણ તેઓ ગભરાયા નહીં અને સ્કૂલમાં શિક્ષણ આપતા રહ્યાં. બાદમાં તેમણે આ પ્રકારની પાંચ વધુ સ્કૂલો ખોલી.

એક શિક્ષક તરીકે તેમની સફર સરળ નહોતી, કારણ કે તેઓ વારંવાર ઉચ્ચ જાતિન દ્વારા અપમાનિત કરાતા હતાં. તેમનાં આ પ્રયાસનાં બ્રિટિશ સરકારે વખાણ કર્યા હતાં. તેઓ આધુનિક મરાઠી કવિતાનાં સંસ્થાપક તરીકે પણ ઓળખાય છે.

3. એની સુલિવન

3. એની સુલિવન

આ અમેરિકન ટીચરને હેલન કેલરની મેંટર તરીકે પણ ઓળખવામાં આવે છે. જેવું કે સૌ જાણે છે કે હેલન મૂંગા-બહેરા હતાં. સુલિવન 20 વર્ષના હતાં કે જ્યારે તેમણે શિક્ષણ આપવાનું શરૂ કર્યું. તે વખતે હેલન માત્ર 6 વર્ષનાં હતાં. તે પછી આવતા 49 વર્ષ સુધી તેઓ તેમની સાથે રહ્યાં અને તેમણે આ પ્રકારનાં દિવ્યાંગ લોકો માટે વિશેષ સંકેતોનો આવિષ્કાર કર્યો. તેમણે હેલનને ભણાવવા માટે એક ખાસ પ્રકારની સાઇન ભાષાનો ઉપયોગ કરી ઇતિહાસ સર્જ્યો કે જેમાં તેમની હથેળી પર લેખનનો સમાવેશ થતો હતો.

તેમનાં પ્રયાસોથી હેલન પ્રથમ વિદ્યાર્થિની બની કે જેણે વિકલાંગ હોવા છતાં કળામાં સ્નાતકોત્તરની ડિગ્રી હાસલ કીર. સુલિવને વિકલાંગ બાળકોને શિક્ષિત કરવાને મહત્વનું સમજી શિક્ષણમાં એક છાપ છોડી.

4. મદન મોહન માલવીય

4. મદન મોહન માલવીય

મદન મોહન માલવીયનો જન્મ 1861માં વારાણસીમાં થયો હતો. તેઓ એક શિક્ષણવિદ્ અને એક સ્વતંત્ર કાર્યકર હતાં. તેમણે એશિયાનાં સૌથી મોટી રેસિડેંસિયલ યુનિવર્સિટી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય એટલે કે બીએચયૂની સ્થાપના કરી અને લગભગ બે દાયકાઓ માટે તેના ચાંસલર પણ રહ્યાં.

બીએચયૂએ વિજ્ઞાન, તબીબી, એંજીનિયરિંગ, ટેક્નોલૉજી, કાયદો, કૃષિ, કળા અને પ્રદર્શન કળા જેવા વિવિધ ક્ષેત્રોમાં લગભગ 35,000 વિદ્યાર્થીઓને પ્રશિક્ષિત કર્યાં. તેઓ ભારતનાં ‘સત્યમેવ જયતે'નાં નારાને લોકપ્રિય બનાવનાર એક વ્યક્તિ હતાં.

5. ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ

5. ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ

જોકે ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામને એક વૈજ્ઞાનિક તરીકે સારી રીતે ઓળખવામાં આવતા હતાં, પરંતુ તેઓ જ્ઞાનદાતા પણ હતાં. તેમણે લાખો બાળકોને પ્રેરિત કર્યાં કે તેઓ પોતાનાં જીવનમાં આગળ વધે. તેઓ ભારતનાં 11મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતાં. તેમને ભારતનાં પરમાણુ અને અવકાશ એંજીનિયરિંગ ક્ષેત્રે તેમનાં મહત્વનાં ફાળા બદલ મિસાઇલ મૅન તરીકે પણ ઓળખવામાં આવતા હતાં.

તેઓ એક એવા શિક્ષક હતાં કે જેઓ વિદ્યાર્થીઓના સ્તરને સમજતા હતાં અને તેમની જ રીતે વિચારીને તેમને સમજાવતા હતાં. બાળકો સાથે સમય પસાર કરવો તેમને બહુ પસંદ હતો. તેઓ પોતાનાં અંતિમ સમય સુધી બાળકોને વ્યાખ્યાન આપતા રહ્યાં. આઈઆઈએમ શિલૉંગમાં વ્યાખ્યાન માટે ગયેલા કલામનું વ્યાખ્યાન દરમિયાન હૃદય રોગનો હુમલો થતા નિધન થઈ ગયુ હતું.

Read more about: life
English summary
Let us take a look at some of the famous teachers who left their marks on the minds of people.
X
Desktop Bottom Promotion