Just In
- 346 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 355 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1085 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1087 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
જાણો આંધળા લોકો સપનામાં શું જુએ છે?
ઉંઘ વ્યક્તિને સપનાની દુનિયામાં લઈ જાય છે જ્યાં તે દરેક તે વસ્તુને મેળવી શકે છે જેને હકીકતમાં મેળવવી તેના માટે અશક્ય હોય છે. સપના તમને એક શાનદાર દુનિયામાં લઈ જાય છે અને આ જ કારણ છે કે તે તમને આટલા વ્હાલા લાગે છે. સપનામાં એક પ્રેમી પોતાની પ્રેમિકાને મળી શકે છે, તો એક ગરીબ માણસ પોતાને પૈસાદાર જુએ છે.
કેટલાક સપના તમને આંનદિત કરે છે તો કેટલાક તમારી વીતેલી યાદો સાથે મળીને તમારા મગજ પર એક ડરામણી છાપ છોડી જાય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક નેત્રહિન વ્યક્તિના સપના કેવા હોઈ શકે કે તે પોતાના સપનામાં શું જોતા હશે?
મોટાભાગે એક વ્યક્તિ પોતાના જીવનમાં ઘટેલી ઘટનાઓને ફરીથી એક નવા રૂપમાં પોતનાં સપનામાં જુએ છે. આ વાત એક નેત્રહિન વ્યક્તિને પણ લાગુ પડે છે. જન્મથી નેત્રહીન વ્યક્તિ પોતાના સપનામાં ફક્ત અવાજને સાંભળી શકે છે જ્યારે કોઈ કારણવશ પોતાની આંખીની રોશની ખોઈ બેઠેલી વ્યક્તિ પોતાની જિંદગીના રંગીન પળોને ફરીથી સપનામાં જુએ છે.
જો કોઇ વ્યક્તિએ પોતાની આંખની રોશની ૭ વર્ષની ઉંમર પછી ખોઈ નાખી હોય તો તેના સપના એક સામાન્ય વ્યક્તિના સપનાની જેમ જ હશે. જો એક વ્યક્તિ ૫૦ વર્ષના આયુષ્ય પછી નેત્રહીન થઈ જાય છે તો તેના સપના પણ તેની આંખોની જેમ ધૂંધળા નજર આવે છે.
એવું માનવામાં આવે છે કે સપનાની રંગીન દુનિયામાં ૫ થી ૭ વર્ષની ઉંમર ખૂબ જ અહમ ભૂમિકા નિભાવે છે. કેમકે એક નેત્રહીન વ્યક્તિના સપના ખૂબ સ્પષ્ટ અને હકીકતમાં ખૂબ નજીક હોય છે.
એવું માનવામાં આવે છે કે તે પોતાની વાસ્તવિક જીંદગીને જ તેમના સપનામાં જુએ છે તથા સપનામાં જીવનનાં સ્પર્શ, ભાવ, અવાજને પણ મહેસૂસ કરે છે. તે પોતાની આજુબાજુ ચાલી રહેલી દુનીયાને ખૂબ સારી રીતે મહેસૂસ કરી શકે છે તથા તેમની ઈન્દ્રિયો આ અહેસાસને સ્વપ્નનાં રૂપમાં સર્જન કરવામાં મદદ કરે છે.
જો તમે કોઈ કારણવશ તમારી આંખની રોશની ખોઈ નાંખો છો ત્યારે તમે પણ પોતાના સપનામાં રંગોને જોઈ શકો છો કેમકે વાસ્તવિક જીવનમાં તમે તે રંગોને જોઈ ચૂક્યા છો. એક અભ્યાસ પરથી એ જાણવા મળ્યું છે કે ૭૦ પ્રતિશત નેત્રહિન વ્યક્તિ પોતાના સપનામાં સ્પર્શ મહેસૂસ કરી શકે છે જ્યારે બાકીનઓ ફક્ત વાસની અનુભૂતિ થઈ છે.
એક સામાન્ય અને નેત્રહિન વ્યક્તિમાં સંવેદિક અંતર ચાહે જેટલું પણ હોય, પરંતુ સપનાની સાથે આ બન્ને પ્રકારના લોકોનો ભાવનાત્મક લગાવ એક સમાન રહે છે. તેનાથી જાણવા મળે છે કે એક નેત્રહિન વ્યક્તિના સપના પણ સામાન્ય માણસની જેમ જ હોય છે.
આ પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે એક નેત્રહિન વ્યક્તિ પોતાના સપનામાં રોશનીનું વર્ણન કરે છે તો તે વાસ્તવિક રોશની નથી હોતી. પરંતુ, મસ્તિષ્ક દ્વારા મોકલવામાં આવેલા સંકેત તેને રોશનીના રૂપમાં નજર આવે છે. તેનો મતલબ એ થયો કે સપનાને તે સ્પષ્ટ અને પ્રભાવી રીતે મહેસૂસ કરવા માટે એક નેત્રહિન વ્યક્તિનું મગજ તેને સંકેત મોકલે છે.