Just In
Don't Miss
સાવધાન આ 10 નોકરીઓમાં રૂપિયાની સાથે સાથે મળે મોત!
[ફીચર્સ] સામાન્ય રીતે દરેક કાર્ય અને કામનું પોતાનું વર્કપ્રેશર રહે છે. લોકો પોતાના કામથી ઇમોશનલી જોડાયેલા હોય છે. કેટલાંક કામ એવા હોય છે જે ઓફિસમાં આપનો લાંબો સમય માગી લે છે. લાંબા સમય સુધી વર્કિંગ આવર, વર્ક પ્રેશરને ઝેલવું સૌના બસની વાત નથી.
કોઇ આ પ્રેશને ઝેલી શકે છે તો કોઇ આ દબાવમાં આવીને ખોટું પગલું ભરી લે છે. એવામાં અમે આપને એવા 10 કરિયર વિશે જણાવીશું જેની સાથે જોડાયેલા લોકોમાં આત્મહત્યા કરવાની પ્રવૃત્તિ વધારે હોય છે.
આ 10 નોકરીઓમાં રૂપિયાની સાથે સાથે મળે મોત...

વૈજ્ઞાનિકોનું કામ સરળ નથી
વૈજ્ઞાનિકોનું કામ સરળ નથી હોતું. તેમને દરેક વખતે કોઇને કોઇ નવી ચીજની તલાશ હોય છે. તેમની પર કામનું પ્રેશર ઘણુ વધારે હોય છે. ઇંડસ્ટ્રીમાં આગળ નિકળવાની હોડની સાથે સાથે પ્રતિસ્પર્ધાની ભાવના પણ તેમની પર હોય છે. એવામાં જોવામાં આવ્યું છે કે વૈજ્ઞાનિકોમાં સુસાઇડની પ્રવૃત્તિ સૌથી વધારે જન્મ લેતી રહી છે.

પોલીસ
પોલીસ તંત્ર સાથે જોડાયેલ લોકોનું કામ ખૂબ જ ખતરનાક અને તણાવપૂર્ણ હોય છે. તેમનો કોઇ આવવાનો કે જવાનો સમય હોતો નથી, અને કામ કરવાની કોઇ ચોક્કસ જગ્યા પણ નથી હોતી. હત્યા, લૂંટ, ચેઇન સ્નેચીંગ, અસામાજિક તત્વો વગેરે સાથે તેમને બાથ ભિડવવાની હોય છે. આવામાં તેઓ પોતાના પરિવારથી કપાતા જાય છે, અને તેમનામાં તણાવની સ્થિતિ વધતી જાય છે.

ફાયનાન્સિયલ સેક્ટર
ફાયનાન્સિયલ સેક્ટરમાં કામ કરનારાઓ તણાવથી ભરપૂર હોય છે. એક સ્ટોક બ્રોકરને દરેક સમયે લોકોના રૂપિયાને મેનેજ કરવા અને આર્થિક સંકટથી બચવાના રસ્તાઓ શોધવાના હોય છે. તેમની પર દરેક સમયે કામનું પ્રેશર બની રહે છે. આર્થિક મંદીના સમયે તેમની પર તણાવની માત્રા વધી જાય છે. એવામાં આ તણાવને સહન ના કરી શકનારા આત્મહત્યા પણ કરી લે છે.

રિયલ એસ્ટેટ
સ્ટોક બ્રોકરની જેમ જ એક રિયલ સ્ટેટ એજેન્ટનું કામ ડિમાંડિંગ હોય છે. એક રીયલ એસ્ટેટ એજેન્ટ માટે દરેક સમયે નવો પડકાર હોય છે. જ્યારે માર્કેટ સ્ટોક હોય છે તો આ કરોડોની કમાણી કરી લે છે, પરંતુ જ્યારે મંદી આવે છે તો તેમના માટે સ્થિતિ તણાવપૂર્ણ થઇ જાય છે. એટલું જ નહીં આ પ્રતિસ્પર્ધાથી જોડાયેલ બજાર છે. એવામાં તેમાં આત્મહત્યાનું પ્રમાણ વધી જાય છે.

ડોક્ટરો
ડોક્ટરોનું કામ લાંબા વર્કિંગ આવરની ડિમાંડ કરે છે. તેમની પર દરેક દર્દીઓનો સામનો કરવાનો રહે છે. દર્દીઓનો સામનો કરતી વખતે આ ડોક્ટર પોતાના ખાનગી જીવન સાથે અલગ થઇ જાય છે. કામના પ્રેશરથી તેઓ તણાવગ્રસ્ત થઇ જાય છે, અને તેમનામાં પણ સુઇસાઇડની પ્રવૃત્તિ કેળવાય છે.

ખેતી પર નિર્ભર ખેડૂત
જગતના તાત કહેવાતા ખેડૂત અને તેના પરિવારનું જીવન ભગવાન અને હવામાન પર નિર્ભર રહેલું હોય છે. જો મૌસમની માર તેમને પડી ગઇ તો આખુ વર્ષ તેમનું બરબાદ થઇ જાય છે. ખેડૂત દેવાદાર થઇ જવાના કારણે મોતને વ્હાલું કરી લે છે.

વકીલોનો વ્યવસાય
મોટાભાગે જોવામાં આવ્યું છે કે વકીલોનો વ્યવસાય સ્ટ્રેસથી ભરેલો હોય છે. કેસના સિલસિલામાં વકીલોને લાંબો સમય આપવો પડે છે. કેસના દરેક પાસાને સમજવું, પોલીસ અને ગુનેગારો સામે ઝૂઝવું તેમાં તણાવની સ્થિતિ પેદા કરે છે. આ તણાવ ઘણી વખત તેમના મોતનું કારણ બની જાય છે.

કંસ્ટ્રકશન મેનેજર
કંસ્ટ્રકશન મેનેજરનું કામ સરળ નથી. તેમને સીમિત બજેટ, સીમિત સમયમાં કરીને આપવું પડે છે. એવામાં તેમની પર કામનું પ્રેશર ઘણુ વધારે હોય છે. આ તણાવ સુસાઇડનું કારણ પણ બની શકે છે.

સર્જન
સર્જનનું કામ માત્ર લાંબો સમય આપવાનો નથી હોતો પરંતુ એક તે હંમેશા એવા પ્રેશરમાં રહે છે કે કોઇનું જીવન તેના હાથમાં છે. ઘણી વખત ઓપરેશનમાં નિષ્ફળતા મળતા સર્જન તણાવની સ્થિતિનો અનુભવ કરવા લાગે છે.

ચિરોપ્રેક્ટર્સ
ચિરોપ્રેક્ટર્સનું કામ તણાવથી ભરેલું હોય છે. પેસેંટની ટ્રીટમેંટ કરતી વખતે તેમની પર ભારે તણાવ હોય છે. તેમની પર માત્ર પોતાના કામનું જ નહીં પરંતુ પેસેંટના કેસોને પણ ઝેલવાનું પ્રેશર હોય છે. એવામાં આ કામ તેમના માટે તણાવનું કારણ બની જાય છે.