આપણે દરરોજ અડીએ છીએ આ 10 ગંદી વસ્તુઓને

Posted By:
Subscribe to Boldsky

તમે ઘરમાં છો અને વિચારો છો કે તમે કોઇપણ ગંદી વસ્તુને હાથ લગાવ્યો નથી તો તમે ખોટું વિચારી રહ્યાં છો. તમે ઘરની જે પણ વસ્તુને અડો છો તે બિલકુલ સાફ હોતી નથી, તેમાં ઘણા બેક્ટેરિયા છુપાયેલા હોય છે જે તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. જે તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. તેમનાથી બચવું મુશ્કેલ છે કારણ કે તમારા ઘરમાં જ હાજર હોય છે.

શું તમને તમારા ઘરની આ ગંદી વસ્તુઓ વિશે ખબર છે જેને તમે દરરોજ ઘણીવાર અડતા હશો. આ ગંદી વસ્તુઓ નીચે પ્રમાણે છે:

1. દરવાજાનું હેંડલ: ઘણા લોકો વૉશરૂમમાં આવ્યા બાદ હાથ ધોતા નથી. તેમને એ જાણીને આશ્વર્ય થશે કે આખા ઘરમાં સૌથી વધુ બેક્ટેરિયા વૉશરૂમના દરવાજાના હેંડલ પર હોય છે.

money

2. ફ્રિજનું હેંડલ: ઘરમાં ફ્રિજ બધાના ત્યાં હોય છે. તેનું હેંડલ ખૂબ ગંદુ હોય છે જેમાં ઘણા બેક્ટેરિયા હોય છે.

3. રૂપિયા કે પૈસા: અમે દરરોજ રૂપિયા કે પૈસાનું કામ જરૂર પડે છે. એક રિસર્ચ અનુસાર એક નોટમાં 1,35,000 બેક્ટેરિયા હોય છે જે કોઇને પણ ભયાનક બિમાર કરી શકે છે.

4. કીબોર્ડ: વર્ચુઅલ વર્ક થતાં તમારે દિવસમાં ઘણીવાર કીબોર્ડથી બે ચાર થવું પડે છે. ઘણીવારમાં તેમાં જર્મ ઉપરાંત જીવાણું પણ જોવા મળે છે તે ખૂબ જ ખતરનાક હોય છે.

5. ટૉયલેટ સીટ: ઘરમાં વેસ્ટર્ન ટૉયલેટ હોવાથી તેને અડીએ છીએ અને તેનાથી બેક્ટેરિયા આપણા સંપર્કમાં આવી જાય છે. ટૉયલેટ સીટના એક ઇંચમાં ઓછામાં 295 બેક્ટેરિયા હોય છે.

6. રિમોટ કંટ્રોલ: ઘરમાં રિમોટ બધાના હાથમાં રહે છે જેને દરેક જણ ઘણા પ્રકારના કામ કર્યા બાદ પકડે છે, એટલા માટે મોટી માત્રામાં બેક્ટેરિયા હોય છે.

7. મોબાઇલ ફોન: જે લોકો દિવસ રાત મોબાઇલમાં લાગેલા રહે છે તેમને ખબર હોય છે કે તેમાં ઘણા બધા જર્મ હોય છે.

8. સ્વિચ બોર્ડ: ઘરોમાં સ્વિચ બોર્ડ ખૂબ ગંદા હોય છે જેમાં જર્મ પણ ખૂબ હોય છે. રિસર્ચ અનુસાર એક સ્વિચમાં 217 બેક્ટેરિયા હોય છે.

9. સ્ટેશનરી: ઑફિસ કે ઘરમાં સ્ટેશનરી પ્રોડક્ટને દરેક જણ હાથ લગાવે છે, જે ખૂબ અનહાઇજેનિક હોય છે.

10 શોપિંગ કાર્ટ: તમે ક્યાંય પણ બહાર જાવ તો શોપિંગ કાર્ટનો ઉપયોગ કરો છે જેને દરેક જણ ઉપયોગ કરે છે તેના લીધે તેમાં ખૂબ જર્મ હોય છે.

English summary
Let us take a look at some of the dirtiest things we touch everyday which thrives on bacteria. You will be surprised to see the list.
Story first published: Tuesday, December 9, 2014, 18:36 [IST]