For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એવા ગેજેટ્સ જે આપે ક્યારેય જોયા પણ નહીં હોય!

|

અમે આપને રોજ અઢળક ગેજેટ્સ અંગે બતાવીએ છીએ, જેમકે મોબાઇલ, ટેબલેટ્સ, લેપટોપ, પીસી પરંતુ આ બધા ઉપરાંત એવા પણ ઘણા ગેજેટ્સ છે જેના અંગે લગભગ જ આપે સાંભળ્યું હશે. આ ગેજેટ્સ જોવામાં આપને ભલે કંઇક ખાસ ના લાગતા હોય પરંતુ થોડું વિચાર્યા બાદ આપને પણ તેનું મહત્વ સમજાવા લાગશે. તેમાં સાઇકલ સોલર લાઇટ એક એવું ગેજેટ છે.

સાઇક્લિંગ કરનારાઓને સૌથી વધારે તકલીફ રાત્રે થાય છે કારણ કે ઓછા પ્રકાશમાં સાઇકલ ચલાવવાની હોય છે. પરંતુ એલઇડી સોલર લાઇટની મદદથી રાત્રે પણ સાયક્લિંગની મજા માણી શકાય છે. આ લાઇટ દિવસમાં ચાર્જ થયા બાદ આખી રાત પ્રકાશ આપી શકે છે.

એવું જ એક અન્ય ગેજેટ છે સ્પાઇ કેમેરા કેપ જે સામેવાળાની દરેક ગતિવિધિયોને રેકોર્ડ કરતું રહે છે. જોકે આ પ્રકારના ગેજેટનું ઘણી વાર ખોટો પ્રયોગ પણ થાય છે, પરંતુ આ સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ કામ આવી શકે છે. આ જ પ્રકારે અન્ય ઘણા ગેજેટ છે જે અલગ અલગ કામોમાં લાવી શકાય છે. આવો એક નજર નાખીએ આવા જ 10 ગેજેટો પર...

ફ્લેક્સિબલ લાઇટ

ફ્લેક્સિબલ લાઇટ

ફ્લેક્સિબલ એલઇડી લાઇ ખાસ પ્રકારે સાઇકલ રાઇડિંગ વાળાઓ માટે બનાવવામાં આવી છે જે દિવસમાં સોલર પાવરથી ચાર્જ થયા બાદ આખી રાત તેનો ઉપયોગ કરી શકાય છે.

કોટ હુક કેમેરા

કોટ હુક કેમેરા

જો આપ કોઇની જાસૂસી કરવા માંગતા હોવ તો આ કેમેરો આપના કામનો છે. કોટ હુક કેમેરો માત્ર હાઇડેફિનેશન વીડિયો રેકોર્ડ કરી શકે છે પરંતુ તેમાં એચડી રેકોર્ડિંગ પણ સેવ કરી શકાય છે.

એચડી સ્પાઇ કેમેરા

એચડી સ્પાઇ કેમેરા

કૈપ કેમેરા પણ એક પ્રકારનો સ્પાઇ કેમેરા છે જેને પહેરીને આપ સામેની વ્યક્તિની દરેક ગતિવિધિઓ રેકોર્ડ કરી શકાય છે.

સોલર બાઇક ટેલ લાઇટ

સોલર બાઇક ટેલ લાઇટ

સોલર બાઇક ટેલ લાઇટ રાત્રે સાયક્લિંગ કરવા માટે ખૂબ જ જરૂરી છે જે પાછળ આવી રહેલા વાહનોને એલર્ટ કરે છે.

સોલર સ્કિપિંગ ગ્રાસહોપર

સોલર સ્કિપિંગ ગ્રાસહોપર

હવે આપ વિચારી રહ્યા હશો કે આ કયા કામનું છે. પરંતુ ગ્રાસહોપર સોલરથી ચાર્જ થયા બાદ આપની આસપાસ મંડરાતું રહે છે. એટલે કે આપ તેના દ્વારા આપનું એંટરટેનમેન્ટ કરી શકો છો.

સોલર લાલટેન

સોલર લાલટેન

સોલર લાલટેન દિવસમાં ચાર્જ થયા બાદ રાત્રે દિવસ જેવું અજવાળું આપે છે. તેને વાંચવાની સાથે અન્ય ઘણા કાર્યો માટે ઉપયોગ કરી શકાય છે.

ડોગ લિડ કોલર

ડોગ લિડ કોલર

લિડ લાઇટ કોલરની મદદથી આપ પોતાના પાળતું કુતરાને ક્યાંયથી પણ શોધી શકો છો. આ રાત્રે આપના શ્વાનને શોધવામાં મદદ કરે છે.

લિયોપાર્ટ લિડ કોલર

લિયોપાર્ટ લિડ કોલર

જો આપને પહેલાવાળું કોલર પસંદ ના આવ્યું હોય તો આને ટ્રાઇ કરો આ ચિત્તાની ડિઝાઇનવાળા લિડ કોલર છે જે પહેલા વાળા કરતા થોડું આકર્ષક દેખાય છે.

ટ્વિન લેંસ કેમેરા

ટ્વિન લેંસ કેમેરા

ટ્વિન લેંસ કેમેરાની મદદથી આપ માત્ર તસવીર જ નહીં પરંતુ શાનદાર તસવીર લઇ શકો છો. આ કેમેરામાં બે લેંસ લાગેલા છે.

સોલર ટિની પાવર કાર

સોલર ટિની પાવર કાર

સોલર ટિની પાવર કાર આપના બાળકને પસંદ પડશે. તેમાં વારંવાર સેલ લગાવવાની કોઇ જરૂરીયાત નથી, બસ થોડીવાર તડકામાં ચાર્જ કરવાથી આપનું બાળક આખો દિવસ રમી શકે છે.

English summary
Today world has become the playground of gadgets.Every where you can see so many gadgets is there lets check out some creative gadgets which makes your life easy .....
Story first published: Monday, December 1, 2014, 15:48 [IST]
X
Desktop Bottom Promotion