Just In
Don't Miss
આ અનોખા દેશમાં છોકરીઓ નથી ચલાવી શકતી ગાડીઓ
આજના દોરમાં જ્યાં છોકરીઓ દરેક સ્થાને છોકરાઓ સાથે ડગ મેળવીને ચાલી રહી છે, ત્યારે કેટલાક એવા પણ સ્થાનો છે કે જ્યાં આજે પણ છોકરીઓને ઘણી બાબતો કરવાની પરવાનગી નથી.
હા જી, આ સાચુ છે. કેટલાક દેશો આજે પણ તે જ અંધકારમાં જીવી રહ્યા છે કે જે વર્ષોથી ચાલી આવી રહ્યું છે. અહીં પડદા પ્રથાના કારણે છોકરીઓને ઘણા પ્રકારના એવા કામો કરવા દેવામાં નથી આવતા કે જે કરવામાં કોઈ ખતરો કે કોઈ વિઘ્ન આવતો હોય.
આજે અમે આપને એક એવી જ જગ્યા વિશે જણાવીશુ કે જ્યાં પડા પર્થા આજે પણ બહુ ઝડપથી ફૉલો કરવામાં આવે છે અને આ દેશમાં મહિલાોને કાર ચલાવવાની મનાઈ છે.
આની મંજૂરી ત્યાં નથી. આપ વિચારતા હશો કે આ મૉડર્ન જમાનામાં એવુ કયુ શહેર છે કે જે આ વાતને આજે પણ માને છે કે છોકરીઓએ હંમેશા પડદામાં જ રહેવું જોઇએ. આવો જાણીએ આ દેશ વિશે...

સાઉદી અરેબિયામાં થાય છે આ
આપને જણાવી દઇએ કે આ અનોખા દેશનું નામ છે સાઉદી અરેબિયા. આ દેશમાં આજે પણ કેટલીક એવી પ્રથાઓ છે કે જેમાં છોકરીઓને આજે પણ ઘણા બધા કામો કરવાની આઝાદી નથી. આ દેશમાં છોકરીઓના ગાડી ચલાવવા પર પ્રતિબંધ છે. આ દેશનો કાયદો જ કંઇક આ પ્રકારનો છે.

છોકરીઓ માટે જુદો કાયદો
આ દેશની એક ખાસ વાત એ છે કે અહીં છોકરીઓ માટે જુદો અને છોકરાઓ માટે જુદો કાયદો બનાવવામાં આવ્યો છે. અહીં આ જરૂરી નથી કે જે છોકરા કરે છે, તે જ કામ છોકરીઓ કરે છે. તેમના માટે અહીં મનાઈ છે.

મહિલાઓને પડદામાં રખાય છે
આપને જણાવી દઇએ આ દેશમાં છોકરીઓને પડદામાં રાખવામાં આવે છે. છોકરીઓને બહાર કામ કરવાની મનાઈ હોય છે. અહીં સુધી કે છોકરીઓ કાર સુદ્ધા નથી ચલાવી શકતી. આ વિચિત્ર દેશ વિશે આપે જાણવુ જરૂરી છે.

બહુ કડક છે અહીંનો કાનૂન
જો આપ સાઉદી અરેબિયાના કાયદાની વાત કરીએ, તો આપને જણાવી દઇે કે આ દેશનો કાનૂન સમગ્ર વિશ્વમાં સૌથી કડક માનવામાં આવે છે. અહીં જો કોઈ ચોરી કરતા ઝડપાઈ જાય, તો તેના હાથ કાપી નાંખવામાં આવે છે. અને જો કોઈ રેપ જેવુ ઘૃણાસ્પદ કૃત્ય કરતા ઝડપાઈ જાય, તો તેને બહુ કઠોર સજા કરવામાં આવે છે.

બીજાઓનો સહારો લેવો પડે છે
જો અહીંની મહિલાઓને ઘરની બહાર જવાનુ હોય છે, તો તેઓ કાં તો પોતાના પતિ સાથે જાય, ડ્રાઇવર સાથે કે પોતાના ભાઈ સાથે જાય. આટલુ આગળ હોવા છતાં પણ આ દેશનો આ કાયદો આશ્ચર્યમાં નાંખી દે તેવો છે.

કાનૂનનુ આ છે માનવું
આ દેશના કાનૂનનું આ માનવું છે કે પુરુષોની સરખામણીમાં મહિલાઓ વધુ એક્સીડંટ કરે છે. આ જ કારણે તેમણે ગાડી ચલાવવાની કોઈ જરૂર નથી. ગાડી ચલાવવી પુરુષોનું કામ છે અને આ કામ પુરુષો જ કરશે.

સામાજિક સંગઠનોએ ઉઠાવ્યો અવાજ
આપને જણાવી દઇએ કે કેટલાક સામાજિક સંગઠનો એવા છે કે જેઓ આ વાતને લઈને આંદોલન કરી રહ્યા છે. આંદોલન થકી આશા સેવાઈ રહી છે કે શક્ય છે કે આવનારા સમયમાં ગાડી ચલાવવાનો અધિકાર મહિલાઓને મળી જાય.