Just In
- 594 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 603 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1333 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1336 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
તસવીરોમાં જુઓ : હૉંગકૉંગમાં કેવી નર્કાગાર જિંદગી જીવવા મજબૂર છે લોકો
ધ સોસાયટી ફૉર કૉમ્યુનિટી ઑર્ગેનાઇઝેશન (એસઓસીઓ) મુજબ ઝળહળતી (ગ્લૅમરસ) લાઇફસ્ટાઇલ માટે જાણીતા હૉંગકૉંગની કુલ વસતીમાંથઈ ઓછી આવક ધરાવતા લગભગ 2 લાખ લોકોએ 88 હજાર ના-નાના કોફીન્સ બૉક્સ જેવા ઘરોમાં રહેવા માટે મજબૂર થવું પડી રહ્યું છે.
હૉંગકૉંગમાં વધતી વસતી સાથે ઘરો અને ફ્લૅટની કિંમતો આસમાને છે. તેથી ઓછી આવક ધરાવતા લોકોએ કોફીન હાઉસમાં રહેવું પડી રહ્યું છે. નાનકડા આકારનાં આ કોફીન જેવા બૉક્સમાં જ કિચન, ટૉયલે અને બેડ આજુબાજુ જ મૂકાયેલા છે.
ધ સોસાયટી ફૉર કૉમ્યુનિટી ઑર્ગેનાઇઝેશનાં એક્ઝીબિશનમાં લગાવવામાં આવેલી તસવીરોથી સ્પષ્ટ રીતે જાહેર થઈ ગયું કે આ દેશનાં લોકો કઈ રીતે જીવન પસાર કરી રહ્યાં છે. આ ઘરોની લંબાઈ કોફીન (મડદાને દફનાવવા માટે ઉપયોગ કરવામાં આવતો બૉક્સ) જેટલી છે અને સ્નાન તથા જમવાનું એક જ જગ્યાએ થાય છે.
આ ફોટો વાયરલ થતા જ આ મુદ્દો હવે ચર્ચાનો વિષય બની ગયો છે. યુનાઇટેડ નેશને તો આ તસવીરો જોઈ તેને 'માનવ ગરિમાનો ભંગ' ગણાવી છે. આવો જોઇએ આ તસવીરો સાથે અહીં જીવન ગુજરાત લોકોની પરિસ્થિતિ -

આવાસ સંકટ
હૉંગકૉંગનાં ચીફ એક્ઝીક્યુટિવ લંગ ચુન ચિંગે આવાસ સંકટને સમાજ માટે "સૌથી મોટો સંભાવિત ખતરાઓ" કહ્યું છે, કારણ કે શહેરની સાત ટકા જમીન આવાસ માટે ઝોન કરવામાં આવી છે.

હાઉસિંગ સ્કીમનો ફાયદો નહીં મળવાનાં કારણે
પબ્લિક હાઉસ સ્કીનો ફાયદો ન મળવાનાં કારણે હૉંગકૉંગનાં ગરીબ લોકો એવું જીવન પસાર કરવા માટે મજબૂર છે.

માસિક ભાડું 180 ડૉલર
આ કૉફિન હાઉસનું સ્ટાર્ટિંગ માસિક ભાડું 180 ડૉલર છે.

4x6નું કોફીન હાઉસ
લગભગ 2 લાખ લોકો હાલ હૉંગકૉંગ શહેરમાં આ કોફીન્સ હાઉસમાં રહેવા માટે મજબૂર છે. આ ઘરોની લંબાઈ અને પહોળાઈ 4x6 છે.

હવા પણ ક્યાંથી આવે ?
સૌથી વધુ પ્રૉબ્લેમ શ્વાસ લેવામાં થાય છે. આપ ખુલ્લી હવામાં શ્વાસ જ નથી લઈ શકતાં.

તેથી કહે છે કોફીન હાઉસ
આ બૉક્સ જોઈને લાગે છે કે જાણે તેમાં જીવતો માણસ રહી રહ્યો છે, આનાથી મોટી કબરો હોય છે. તેથી તેમને કોફિન હાઉસ કહેવામાં આવે છે.

જોઈને ઉલ્ટી થઈ જાય
આ તસવીર જોઈને ઘૃણા જ ઉપજી આવે. વિચારો કે કેવી રીતે આ લોકો અહીં જીવન પસાર કરી રહ્યા છે.

લાકડાનાં બૉક્સ
આ નાનકડા લાકડાનાં બૉક્સ જેવા 15 સ્ક્વૅર ફુટ જેવા ઘરોને મીડિયાએ કોફિન હોમ કહ્યું છે.

મજબૂરીમાં હી રહ્યા છીએ
આ કોફીન હોમમાં તેવા લોકો રહી રહ્યાં છે કે જેમની આવક ખૂબ જ ઓછી છે.

સફાઈની ચિંતા
આ ઘરોમાં સ્પેસ ઓછું હોવાનાં કારણે ખૂબ ગંદકી ફેલાઈ જાય છે કે જેનાં કારમે ચેપની ચિંતા ચાલુ બની જ રહે છે.

ગરીબીનાં કારણે
હૉંગકૉંગમાં ગરીબીનાં કારણે અનેક હજારો બાળકો આ નર્કાગાર જેવી જિંદગી પસાર કરવા મજબૂર છે.

નર્ક જેવી હાલત
તસવીરોમાં જ્યાં કિચન છે, ત્યાં જ બાથરૂમ બનેલા છે. કેવી રીતે આ લોકો નર્ક જેવી જિંદગી જીવી રહ્યા છે.

બહારથી જુઓ
આ કોફીન્સ હોમની બિલ્ડિંગનું બહારનું દૃશ્ય.