For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ મધર્સ ડે પર તમારી માતાને આપો આ ખાસ ગિફ્ટ

By KARNAL HETALBAHEN
|

એ વાતને ક્યારેય ભૂલવી ન જોઇએ કે તમારી માતા સૌથી ખાસ છે. જે માતા તમારી ખુશીઓ માટે આખી જીંદગી વિચારતી રહે છે, એવી માતા માટે ફ્કત એક દિવસ બનાવવામાં આવ્યો છે મધર્સ ડે. આમ તો આપણે દરરોજ આપણે આપણી માતાના ચહેરા પર મુસ્કાન લાવવી જોઇએ પરંતુ જે લોકો આમ કરી શકતા નથી, તેમણે ઓછામાં ઓછા આ મધર્સ ડે પર કંઇક પ્લાનિંગ કરવું જોઇએ.

જો તમને આ દિવસને ખાસ બનાવવા માટે કોઇ સારો આઇડીયા સુઝતો નથી તો અમે તમને કેટલીક અદભૂત રીત બતાવીશું, જેનાથી આ મધર્સ ડે તમારી માતાના ચહેરા પર મુસ્કાન આવી જાય અને તમને જીંદગીભર આર્શિવાદ આપતી રહે.

કિચનની જરૂરી વસ્તુઓ

કિચનની જરૂરી વસ્તુઓ

હંમેશા આપણી માતા રસોડામાં જ વ્યસત રહે છે તો એવામાં તેમણે રસોડા સંબંધિત જરૂરી વસ્તુઓ આપો. તમે તેમને સિંપલ પૉટહોલ્ડર આપી શકો છો, જેને તમે પોતે બનાવી શકો છો. આ ફક્ત એક પર્સ જેવો દેખાશે. તમે ઇચ્છો તો તેને ખરીદી પણ શકો છો.

માતાનો રૂમ શણગારો

માતાનો રૂમ શણગારો

જો તમે તમારી મમ્મીનો દિવસ સ્પેશિય બનાવવા માંગો છો તો તેમનો રૂમ કેમ શણગારી ન શકો. તેમના રૂમમાં લાઇટવાળી ઝાલર લગાવો, દિવાલો પર કાગળ પર લખેલા નાના નોટ લિંક લટકાવો. અથવા પછી તેમના રૂમ સાફ કરીને સજાવો. વિશ્વાસ કરો તમારી મમ્મીનો દિવસ સારો રહેશે.

તેમની ફેવરિટ જગ્યા પર ડિનર માટે લઇ જાવ

તેમની ફેવરિટ જગ્યા પર ડિનર માટે લઇ જાવ

આ તે દિવસ છે જે દિવસે તમે તમારી માતાને કિચનમાંથી આઝાદી અપાવી શકો છો. એવામાં તેમને પોતાના શહેરના કોઇ મોટા અથવા ફેવરિટ રેસ્ટોરન્ટમાં ભોજન કરાવવા લઇ જઇ શકો છો.

તેમનો હેલ્થ ચેકઅપ કરાવો

તેમનો હેલ્થ ચેકઅપ કરાવો

તમારી માતા પોતાના સ્વાસ્થ્યને છોડીને બધાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપે છે. એવામાં તમે પાછીપાની કરશો નહી અને તેમના સ્વાસ્થ્ય માટે ફૂલ હેલ્થ ચેકઅપ કરવા માટે લઇ જાવ.

બહાર ટ્રીપ પર જાવ

બહાર ટ્રીપ પર જાવ

તમારી માત ક્યારેક કહેતી નથી કે તેમને ફરવા જવું છે કારણ કે તે પોતાના બાળકોનો કિંમતી સમય પોતાના પર ખર્ચ કરવા માંગતી નથી. પરંતુ આ તમારું કર્તવ્ય છે કે તમે કહ્યા વિના વાતોને સમજી જાવ અને તેને પુરી કરો. તેમને તેમના ફેવરિટ હોલીડે ડેસ્ટિનેશન પર લઇ જાવ અને થોડા દિવસો તેમની સાથે રહો.

જો તેમને ઘરેણાંથી પ્રેમ હોય

જો તેમને ઘરેણાંથી પ્રેમ હોય

એવી કઇ માતા હશે જેમને તૈયાર થવાનો અથવા સુંદર ઘરેણાંનો શોખ ના હોય? જો તમારી માતાને જ્વેલરીનો ખૂબ શોખ છે તો તેમને સુંદર ડિઝાઇનવાળી રિંગ અથવા ઇયરરિંગ્સ ગિફ્ટ કરો. આ તે ઘરેણાંને ખૂબ સાચવીને રાખશે. દર સમયે તમને યાદ કરતી રહેશે.

English summary
Here are some simple homemade gift ideas that you can present and surprise your mom on this mothers day. Take a look.
Story first published: Monday, May 15, 2017, 9:30 [IST]
X
Desktop Bottom Promotion